મારી ઉંમર 24 વર્ષ છે. મારા ઉભાર વધારે પડતા મોટા થઇ ગયા છે યોગ્ય શેપમાં લાવવા શું કરવું જોઇએ

અન્ય

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારી સમસ્યા એ છે કે લગ્ન પછી મને માસિક અનિયમિત થઇ ગયું છે. શરૂઆતમાં દોઢ મહિને આવતું હતું ત્યારબાદ આ સમયગાળો લંબાઇને બે અઢી મહિના થઇ ગયો છે. થોડા સમય પહેલાં મને કબજિયાત થઇ ગઇ હતી, ત્યારબાદ ઝાડાની તકલીફ થઇ ગઇ. દવા લીધી તેમ છતાં પણ તેમાં કાંઇ ફેર નથી પડયો. મને ટેન્શન થાય છે કે આ શેના કારણે હશે? અને માસિક આમ અનિયમિત રહેશે તો આગળ બાળક રહેવામાં પ્રોબ્લેમ થશે તો? મને કોઇ સારી દવા જણાવશો.

જવાબઃ માસિક અનિયમિત કેમ થઇ ગયું છે તે પાછળ કોઇ કારણ હશે, તમે કોઇ સારા ડોક્ટર પાસે તપાસ કરાવડાવી લો. તમે જણાવ્યું કે લગ્ન બાદ આ સમસ્યા થઇ છે. મતલબ લગ્ન પહેલાં નિયમિત હશે તેમ માનું છું. તમે કોઇ સારા ડોક્ટર પાસે તપાસ કરીને તેનું કારણ જાણી તે મુજબ દવા લો. માસિક નિયમિત થઇ જાય પછી બાળક રહેવામાં કોઇ તકલીફ નહીં થાય. રહી વાત કબજિયાત અને ઝાડાની તો વાતાવરણને કારણે અથવા તો ખોરાકને કારણે આ તકલીફ થઇ હોય. એક ડોક્ટરની દવાથી ફેર ન પડયો હોય તો બીજા ડોક્ટરને બતાવી દો. એ સિવાય છાશમાં ઇસબગુલ મિક્સ કરીને ખાવ, તેનાથી રાહત થશે.

પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૧૮ વર્ષ છે. હું જે સ્કૂલમાં નોકરી કરું છું તે સ્કૂલમાં એક ૨૮ વર્ષનો છોકરો પણ નોકરી કરે છે. હું અને તે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. તે મારી ખૂબ સંભાળ લે છે, પત્નીની માફક મને સાચવે છે. હું તેને લગ્ન માટે કહી રહી છું, પણ તે મને ભણવા માટે સમજાવી રહ્યો છે. તે કહે છે કે હજી હું નાની છું, તેથી આટલું જલદી ઘરમાં કોઇને નથી જણાવવું. હું મારું ભણવાનું પૂરું કરી લઉં પછી લગ્ન વિશે વિચારીશું. અમે શારી*રિક સં*બંધ નથી બાંધ્યો પણ તે મને કિસ અને હગ કરે છે, ઘણી વાર મારાં સ્તન પણ પ્રેસ કરે છે. મને ખૂબ મજા આવે છે. હું ઉત્તેજિત થઇ જાઉં છું. મારે તેની સાથે જલદી લગ્ન કરવાં છે, કારણ કે તેની ઉંમર મારા કરતાં વધારે છે, જો તેને ઘરમાં લગ્ન માટે ફોર્સ કરીને બીજે લગ્ન કરાવડાવી દેશે તો? મને ડર લાગે છે. માટે મારે જલદી લગ્ન કરી લેવાં છે પણ તે માનતો નથી. મારે શું કરવું જોઇએ?

જવાબઃ તમારા પ્રેમીની વાત બિલકુલ યોગ્ય છે. તે જે પણ કહી રહ્યા છે તે સાચું જ કહી રહ્યા છે. તમારી ઉંમર હજી ઘણી જ નાની છે. વળી તમારા બંને વચ્ચે ઉંમરનો તફાવત પણ છે. હાલ તમે તમારા પરિવારમાં જણાવશો તો તેઓ નહીં જ માને, માટે તેમની વાત માનો, તેમની ઉપર ભરોસો કરો અને હાલ લગ્નની ઉતાવળ ન કરો. જો તેમને તમારી સાથે જ લગ્ન કરવાં હશે તો તે ઘરનાના દબાણ હેઠળ બીજે લગ્ન નહીં કરે. તમારી રાહ જોશે અને તમારી સાથે જ પરણશે. રહી વાત શારીરિક ઉત્તેજનાની તો તમારી જે ઉંમર છે તેમાં શારીરિક ઉત્તેજના વધારે પ્રમાણમાં હોય તેથી જ તમારા પ્રેમી તમને અડે છે, તો તમે વધારે ઉત્તેજિત થઇ જાઓ છો અને આ સહવાસ મળી શકે તે માટે તમે લગ્ન માટે ઉતાવળા બની ગયા છો. પરંતુ હાલ તમારી જાતને સમજાવીને તમારા પ્રેમીની વાત માનો અને થોડો સમય રાહ જોઇ લો.

પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૨૪ વર્ષ છે. હું ભરાવદાર બાંધાની છું, ખાસ કરીને બ્રેસ્ટનો ભાગ વધારે અને શિથીલ છે. બ્રે*સ્ટ ઉન્નત ન દેખાવાથી મારો દેખાવ સારો નથી લાગતો. મારાં લગ્ન થવાનાં હજી બાકી છે. મને એવી કોઇ દવા કે ક્રીમ બતાવશો જેનાથી મારી બે્રસ્ટ થોડી ઓછી અને ઉન્નત થાય.

જવાબઃ તમારા બ્રે*સ્ટનો આકાર બદલે એવા કોઇ દવા કે ક્રીમ ઉપયોગી નહીં બને. આ માટે તમે ડાએટ્રિશિયન અને કસરતના નિષ્ણાતને મળીને તેમની સલાહ મુજબ કરો. ખોરાક અને કસરતના સમન્વયથી શરીરના દરેક અંગ પ્રભાવશાળી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *