મોડુ ન કરો, આ સંકેતોથી સમજી જાવ તમારા રિલેશનશિપમાં ઘટી રહ્યો છે પ્રેમ

અન્ય

દુનિયામાં કોઈ પણ સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો હોય છે. પતિ-પત્નીના સંબંધમાં પણ આ જ વાત લાગુ થાય છે. દંપત્તિના સંબંધની ચમક એ વખત સુધી જળવાઈ રહે છે જ્યાં સુધી તેમાં પ્રેમ, પોતાનાપણુ અને સમ્માન રહે છે. સંબંધમાં આવ્યા બાદ જ્યારે કપલ લાંબો સમય પસાર કરી લે છે ત્યારપછી મુશ્કેલીઓ શરૂ થાય છે.

એક સમય બાદ પાર્ટનરની અમુક આદતોથી ચિડ થવા લાગે છે, તકરાર વધવા લાગે છે. જો તને સમય રહેતા સંભાળવામાં ન આવે તો સંબંધ તૂટવાની અણીએ પણ પહોંચી જાય છે. તમે સમય રહેતા તમારા સંબંધોમાં ઘટતા પ્રેમના સંકેતોને સમજી શકો છો અને તે મુજબ અમુક ઉપાય કરી શકો છો. આવો જાણીએ એવા કયા સંકેત છે જેને સંબંધ તૂટતા પહેલા જાણી લેવા જોઈએ.

ઘણો સમય સાથે પસાર કર્યા બાદ ઘણા કપલ્સ વચ્ચે કમ્યુનિકેશન ગેપ વધી જાય છે. સંબંધમાં તિરાડ આવવાનુ મુખ્ય કારણ આ જ છે. તમારી અને પાર્ટનર વચ્ચે સમયે સમયે વાતચીત થતી રહેવી જોઈએ. તમે બંને જ્યારે વાતો શેર કરવાનુ બંધ કરી દો છો ત્યારે રિલેશનશિપમાં ગેરસમજો ઘર કરવા લાગે છે. તમને જ્યારે આ રીતની સ્થિતિ દેખાવા લાગે ત્યારે તેને દૂર કરવા માટે પોતાના પાર્ટનર સાથે ખુલીને વાત કરો.

સામાન્ય રીતે સંબંધીના શરૂઆતના તબક્કામાં દરેક પાર્ટનર પોતાના જીવનસાથીનુ સારી રીતે ધ્યાન રાખે છે. ક્યારેક એવુ બની શકે કે કામકાજની દોડધામમાં તે તમારુ ધ્યાન ન રાખી શકતા હોય તો તેમાં ચિંતાની કોઈ વાત નથી. પરંતુ ઘણી વાર તમે એ નોટિસ કર્યુ હોય કે જરૂરતના સમયે તમારા પાર્ટનરનુ વલણ પહેલાની કેરિંગ નથી તો તમારે ધ્યાન આપવાની જરૂર છે. તેમના જીવનમાં તમારુ મહત્વ ઘટી રહ્યુ હોય તો આ વાતને સમય રહેતા સમજી જાવ અને આત્મીયતા વધારવા માટે પોતાની રીતે પ્રયત્ન કરો.

રિલેશનશિપમાં એકબીજા માટે ભાવનાત્મક લગાવ ઘટી જાય ત્યારે સંબંધ નીરસ થવા લાગે છે. આવા સંબંધમાં લોકોને પોતાના પાર્ટનરની પરવા નથી રહેતી. ઈમોશન્સ સંબંધમાં જીવ રેડે છે. લોકો પોતાના પાર્ટનરથી ત્યારે દૂર જવા લાગે છે જ્યારે સંબંધમાં પ્રેમ ખતમ થવા લાગે છે. ધ્યાન આપો કે તમે તમારા પાર્ટનરના દિલથી દૂર ન થાવ અને વધી રહેલા અંતરના કારણ પણ શોધો.

લોકો જ્યારે સંબંધમાં પ્રેકટીકલ થઈ જાય છે ત્યારે તે પોતાની ભાવનાઓને વ્યક્ત કરવાને સમયની બદબાદી સમજવા લાગે છે. એક રિલેશનશિપ નાના છોડની જેમ હોય છે જેને સમયે સમયે પ્રેમ અને આત્મીયતા મળવાથી તે ભવિષ્યમાં આવનારા સંકટોથી બચવા માટે તૈયાર થાય છે. ઘણીવાર એ જોવામાં આવે છે કે કપલ્સ શરૂઆતમાં તો એકબીજા પ્રત્યે ખૂબ લગાવ બતાવે છે પરંતુ આગળ જઈને તે પોતાના દિલમાં છૂપાયેલી ભાવનાઓને વ્યક્ત કરવાનુ ભૂલી જાય છે. તેમની આ આદત સંબંધને નબળો કરવા લાગે છે. સમય રહેતા તમે નાની નાની રીતે વ્યક્ત કરી શકો છો કે તમારા દિલમાં પોતાના પાર્ટનર માટે કેટલો પ્રેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *