67 વર્ષનો વ્યક્તિ 102 બાળકો પેદા કરીને હવે થાક્યો, 12 પત્નીઓને કહ્યું સંબંધ બનાવવાનું તો નહીં છોડું, તમે આ ચાલુ કરી દો

અન્ય

100 થી વધુ બાળકોનું લાલન પાલન કરી રહેલા વ્યક્તિએ હવે પિતા નહીં બનવાના સોગંધ લીધા છે. તેણે પોતાના મોટા બાળકોને સંભાળવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. 67 વર્ષીય મૂસા હસાહ્યાની 12 પત્નીઓ છે. તેમના 102 બાળકો છે. આ વ્યક્તિએ પોતાની પત્નીને ગર્ભનિરોધક ગોળીઓ લેવા માટે કહ્યું છે. તેણે કહ્યું હું ઓછા સંસાધનોને કારમએ હવે બાળકો પેદા કરવા માટે સક્ષમ નથી. મે મારી તમામ પત્નીઓને પરિવાર નિયોજનની રીત અપનાવવાની સલાહ આપી દીધી છે.

તેણે આગળ કહ્યું કે હું એ લોકોને પણ હતોત્સાહિત કરવા માંગું છું કે જે ચારથી વધુ પત્નીઓ રાખવા ઈચ્છે છે. તેઓ આવું ના કરે. આ સારી વાત નથી. જણાવી દઈએ કે મૂસાના 568 પૌત્ર પૌત્રીઓ પણ છે. આ બધા યુગાન્ડાના બુગિસામાં 12 બેડરૂમના એક મકાનમાં રહે છે.

જણાવી દીએ કે મૂસાએ શાળા છોડ્યા પછી 16 વર્ષની ઉંમરમાં 1971માં પહેલા લગ્ન હનિફા સાથે કર્યા હતા. એના બે વર્ષ પછી તે પહેલી વખત પિતા બન્યો હતો. તેઓએ પહેલા બાળક તરીકે એક પુત્રીને જન્મ આપ્યો હતો. એ પછી તેણે પોતાના પરિવારને વધારવાનો નિર્ણય લીધો. તેમની પાસે પૈસા અને જમીન બંને હતું.

તેણે કહ્યું હું કમાઈ શકતો હતો એટલે મેં એકથી વધુ મહિલાઓ સાથે લગ્ન કરીને મારા પરિવારનો વિસ્તાર કરવાનું નક્કી કર્યું. જમીન ફળદ્રુપ હોવાને કારણે મારા પરિવાર માટે પર્યાપ્ત ભોજન ઉત્પાદન કરી શકતો હતો. જો કે હવે તે સરકાર પાસે મદદ માગી રહ્યો છે. તેણે કહ્યું કે તે પોતાના તમામ બાળકોને શિક્ષિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

મૂસાની પહેલી પત્ની હનિફાએ કહ્યું કે તે બધાની વાત સાંભળે છે. નિર્ણય લેવામાં ક્યારેય ઉતાવળ કરતા નથી. તે કોઈને પ્રતાડિત પણ કરતા નથી. તે અમારા બધા સાથે સરખો વ્યવહાર રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *