90 વર્ષની ઉંમરે કોરોનાને હરાવનારા હરભજન કૌર પોતાની ફૂડ બ્રાંડથી બેસન બરફી, ચટણી અને અથાણા બનાવી ગ્રાહકોના દિલ જીતે છે

અન્ય

હરભજન કૌરે 90 વર્ષની ઉંમરે સ્ટાર્ટઅપના માધ્યમથી પોતાની એક અલગ ઓળખ બનાવી. તેઓ કોરોનાને હરાવીને જીવનની ભરપૂર મજા માણી રહ્યા છે. ચંડીગઢના હરભજન કૌર પોતાની ફૂડ બ્રાંડ ‘મેડ વિથ લવ’ હેઠળ બેસન બરફી, ચટણી અને અથાણા બનાવીને વેચે છે. તેમણે પોતાના શહેર ઉપરાંત અન્ય શહેરોમાં પણ પોતાની પ્રોડક્ટ વેચીને સારી એવી કમાણી કરી છે.

Advertisement

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને આનંદ મહિન્દ્રાએ દાદીને ‘આન્ત્રપ્રિન્યોર ઓફ ધ યર’ અવોર્ડથી સન્માનિત કર્યા હતાં. હરભજન કૌરને ત્રણ દીકરીઓ મિની, મંજુ અમે રવિના છે. હરભજને સપનામાં પણ ક્યારેય આટલી ઉંમરે કામ કરીને રૂપિયા કમાવવાનું વિચાર્યું નહોતું. એક દિવસ તેમણે પોતાની ઈચ્છા દીકરીને જણાવી અને તેણે સપોર્ટ કર્યો. એ પછી તેણે હોમ મેળ ફૂડ આઈટમ્સ બનાવવાની શરુઆત કરી. હરભજનની બરફી બનાવવાની રીત 100 વર્ષ જૂની છે.

તેમના સ્વર્ગીય પિતા પાસેથી શીખ્યા હતા. તેમના પિતાએ ઓર્ગેનિક માર્કેટમાં બરફીનો સ્ટોલ ચાલુ ર્ક્યો ત્યારે એક જ દિવસમાં બધી વેચાઈ ગઈ હતી. આ જોઇને તેમની હિંમત વધી. હરભજનના પરિવારમાં જ્યારે પણ કોઈ પ્રસંગ હોય ત્યારે મીઠાઈની જવાબદારી સૌપ્રથમ આ દાદીને આપવામાં આવે છે.

તેમણે પોતાની દોહિત્રીના લગ્નમાં પણ બધી મીઠાઈઓ જાતે બનાવી હતી. હરભજનના કામમાં તેમની દીકરી અને દોહિત્રી પણ મદદ કરે છે. તેઓ ફૂડ પેકેજીંગથી લઈને સોશિયલ મીડિયા હેન્ડલ કરીને મદદ કરે છે. સોશિયલ મીડિયા પર તેમના 23 હજાર ફોલોઅર્સ છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.