દેખાવમાં એકદમ સ્ટાઇલિશ છે સલમાન ખાન ની ભાણી સુંદરતામાં આપે છે બધાને ટક્કર, જુઓ તસવીરો..

મનોરંજન

થોડાક દિવસ પહેલા એક જ્વેલરી એડમાં એકદમ સિમ્પલ અને એલીગેટ જેવા ચહેરા પર બધાની નજર અટકી ગઇ. આ સુંદર ચહેરો બૉલીવુડના દબંગ સલમાન ખાન (Salman Khan)ની ભાણી અલિજેહ અગ્નિહોત્રી (Alizeh Agnihotri)નો હતો. અલિજેહ અગ્નિહોત્રી આ એડમાં એટલી અસરદાર દેખાઇ રહી હતી કે ખુદ સલમાન ખાન પણ તેની પ્રસંશા કરતા ના રોકાયો. આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ પસંદ કરવામા આવ્યો હતો, આ એડની સાથે ઇન્ડસ્ટ્રીમાં વધુ એક સ્ટાર કિડ અલિજેહ અગ્નિહોત્રીની એન્ટ્રી થઇ ગઇ છે.

છેલ્લા કેટલાક સમયથી અનન્યા પાંડે (Ananya Pandey), સારા અલી ખાન (Sara Ali Khan) અને જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) જેવા સ્ટાર કિડ્સે સિલ્વર સ્ક્રીન પર પોતાનો અલગ જલવો બેખર્યો છે, અને હવે લિસ્ટમાં બીજા સ્ટાર કિડની જેમ અલિજેહ અગ્નિહોત્રી પણ સ્ટાઇલના મામલે કોઇનાથી કમ નથી.

અલિજેહ અગ્નિહોત્રી અત્યારે 20 વર્ષની છે, તેને લંડનની SOAS યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યૂએશન કર્યુ છે, તેને એક્ટિંગનો બહજુ શોખ છે.

અલિજેહ અગ્નિહોત્રી, સલમાન ખાન અલવીરા અને ફિલ્મ પ્રૉડ્યૂસર અતુલ અગ્નિહોત્રીની દીકરી છે. તેનો એક મોટો ભાઇ છે, જેનુ નામ અયાન છે.

અલિજેહ અગ્નિહોત્રી 2018થી જ બૉલીવુડમાં એન્ટ્રી કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ લૉકડાઉનના કારણે તેના ડેબ્યૂમાં મોડુ થયુ છે.

ખબરોનુ માનીએ તો તે બહુજ જલ્દી બૉલીવુડમાં ડેબ્યૂ કરવાની છે, છેલ્લા કેટલાય દિવસોથી ખબરો હતી કે સની દેઓલના દીકરા રાજવીરની સાથે સૂરજ બડજાત્યા તેને પોતાની ફિલ્મથી લૉન્ચ કરી શકે છે. જોક આને લઇને હજુ સુધી કોઇ અધિકારીક પુષ્ટી નથી થઇ શકી.

અલિજેહ અગ્નિહોત્રી સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાની ફેમિલી અને દોસ્તોની તસવીરો શેર કરતા રહે છે. સોશ્યલ મીડિયા પર તેના 35.3 મિલિયન ફોલોઅર્સ છે.

તેની ઇન્સ્ટાગ્રામ તસવીરોને જોઇને લાગે છે કે અલિજેહ અગ્નિહોત્રી પોતાના ભાઇઓની ખુબ નજીક છે, તે તેની સાથે કેટલાય ફોટો શેર કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *