આવા લોકોએ ભૂલથી પણ ન પીવું હળદરવાળું દૂધ, નહીંતર ફાયદાની જગ્યાએ થશે ભયંકર નુકસાન

હેલ્થ

સામાન્ય રીતે હળદરવાળું દૂધ હેલ્ધી માનવામાં આવે છે. દુઃખાવો થવા પર, શરદી-ઉધરસ થવા પર ઘરમાં લોકો સૌથી પહેલા હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે, જેને લોકો ખુશી-ખુશી પી લેતા હોય છે. પરંતુ આ હળદરવાળું દૂધ ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ.

Advertisement

હળદરની તાસીર ગરમ હોય છે અને તેમાં લોહીને પાતળું કરવાના ગુણ હોય છે. એટલે દરેક વ્યક્તિએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. ખાસ કરીને એવા લોકોએ જેમની બોડી ગરમ રહે છે અથવા જેમને નાકમાંથી લોહી આવવા અથવા પાઇલ્સ જેવી પ્રોબ્લેમ્સ રહે છે. આ બ્લીડિંગને વધારી દે છે.

જે લોકોને પેટ સંબંધી કોઈપણ સમસ્યા છે તેમને તેનાથી નુકસાન થઈ શકે છે. જેથી આવા લોકોએ હળદરવાળું દૂધ પીવાનું અવોઈડ કરવું જોઈએ અથવા તો ડોક્ટરની સલાહથી જ પીવું જોઈએ.

આયુર્વેદ મુજબ હળદર એક બેસ્ટ હર્બ છે પરંતુ તેનાથી ઘણાં લોકોને નુકસાન થાય છે અને તેમની તકલીફો વધી જાય છે. જેથી ગોલબ્લેડર સ્ટોન, પ્રેગ્નેન્સી અને બ્લીડિંગની પ્રોબ્લેમવાળા લોકોએ હળદરવાળું દૂધ પીવાનું અવોઈડ કરવું જોઈએ. આ સિવાય જો તમને બ્લીડિંગ પ્રોબ્લેમ છે તો હળદરવાળું દૂધ તમારા માટે નુકસાનકારક છે.

હળદરમાં સારી માત્રામાં કર્ક્યૂમિન હોય છે. જેનાથી બ્લડ શુગર લેવલ પ્રભાવિત થાય છે. જેથી ડાયાબિટીસના દર્દીઓએ પણ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ અથવા તો ડોક્ટરની સલાહથી જ હળદરવાળું દૂધ પીવું જોઈએ.

હળદર પુરૂષોમાં ટેસ્ટેસ્ટેરોનનું લેવલ પણ ઓછું કરી દે છે. જેથી સ્પર્મ ક્વોલિટી અને ક્વોન્ટિટી પર ખરાબ અસર થાય છે. જો તમે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યાં છો તો હળદરવાળું દૂધ ન પીવું જોઈએ.

Advertisement

Leave a Reply

Your email address will not be published.