આકાશ માંથી ૨ હજાર કરોડ રૂપિયાનાં સોના, ચાંદી અને હીરા નો થયો વરસાદ, વિશ્વાસ ન આવે તો વિડીયો જોઈ લો

અન્ય

તમે બધા લોકોએ પોતાના જીવનમાં ઘણા પ્રકારનો વરસાદ જોયેલો હશે. નાના-મોટા વરસાદના છાંટાથી લઈને મુસળધાર વરસાદ સુધી બધું જ ઘણી વખત જોયેલું હશે. વળી તમે બરફનો વરસાદ પણ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક અવશ્ય જોયેલો હશે. ઘણી વખત તો આકાશ માંથી માછલી અને દેડકા વરસવા જેવી અનોખી ઘટનાઓ પણ સામે આવેલી છે. પરંતુ અમારો દાવો છે કે તમે આ જ પહેલા ક્યારેય પણ સોના, ચાંદી અને હીરાના વરસાદ વિશે સાંભળ્યું નહીં હોય અને જોયેલું પણ નહીં હોય.

તમે ઘણી વખત અમુક લોકોને એવું કહેતા પણ સાંભળેલા હશે કે, “વધારે પૈસા ખર્ચ કરો નહીં, પૈસા આકાશ માંથી ટપકતા નથી”. પરંતુ આજે પહેલી વખત લોકો દ્વારા કહેવામાં આવેલી આ વાત સાચી સાબિત થઈ છે. હાલમાં જ રશિયાના યાકુસ્ક શહેરમાં આકાશ માંથી હીરા, ચાંદી અને સોનાનો વરસાદ થતો જોવામાં આવ્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આકાશમાંથી વરસી રહેલ આ બહુમુલ્ય રત્નની કિંમત ૨,૦૦૦ કરોડ રૂપિયા હતી. તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ કે આખરે સમગ્ર મામલો શું છે.

જાણકારી અનુસાર આ સમગ્ર ઘટના રશિયાના યાકુસ્ક એરપોર્ટની છે. અહીંયા વીતેલા ગુરુવારે આકાશમાંથી સોના, ચાંદી અને હીરાનો વરસાદ થયેલો હતો. જમીન ઉપર પડ્યા બાદ આ કિંમતી રત્ન સમગ્ર એરપોર્ટના એક રન-વે ઉપર ફેલાઈ ગયા હતા. હકીકતમાં આ સોના, ચાંદી અને હીરા એક પ્લેનમાંથી નીચે પડ્યા હતા. તે પ્લેન સમાન લઈ જનાર કાર્ગો પ્લેન હતું.

ગુરૂવારનાં દિવસે જ્યારે આ પ્લેન રન-વે ઉપરથી ઉડાન ભરી રહ્યું હતું તો તેની અંદર રાખવામાં આવેલ સોના, હીરા અને પ્લેટિનમ જેવી કીમતી ધાતુઓ નીચે પડવા લાગી. જ્યારે આ ચીજો નીચે પડી રહી હતી તો જાણે એવું લાગી રહ્યું હતું કે આકાશ માંથી સોના અને ચાંદીનો વરસાદ થઈ રહ્યો છે. આ સમગ્ર દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલા લોકોનાં હોશ ઉડી ગયા હતા.

તો ચાલો હવે તમને જણાવીએ કે આ કીમતી ધાતુઓ આ પ્લેનની અંદરથી જમીન ઉપર કેવી રીતે પડી ગઈ. હકીકતમાં જ્યારે પ્લેન ઉડાન ભરી રહ્યું હતું તો તેનો પાછલો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. એવું જણાવવામાં આવે છે કે દરવાજામાં લગાવવામાં આવેલું હેન્ડલ ઢીલું હોવાને લીધે દરબાજો પ્લેનના ઉડાન ભરતા સમયે આપમેળે ખુલી ગયો હતો. પ્લેન ઉડાન ભરી ચુક્યું હતું એટલા માટે તેને વચ્ચે રોકી શકાય નહીં. એટલા માટે પ્લેનને ઉતાવળમાં એરપોર્ટથી લગભગ ૧૨ કિલોમીટર દુર એક ગામડામાં તાત્કાલિક લેન્ડિંગ માટે ઉતારવામાં આવેલું હતું.

રિપોર્ટ અનુસાર પ્લેનમાંથી પડી ગયેલી સોનાની ૧૭૨ ઈંટ પરત મળી ગઈ છે. આ બધાનું વજન ૩ ટનથી વધારે હતું. વળી બ્રિટિશ સમાચાર વેબસાઈટ મિરર નાં રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે પ્લેનમાં રહેલ સમગ્ર ખજાના ની કિંમત અંદાજે ૨૬૫ મિલિયન પાઉન્ડ હતી. તેને ભારતીય મુદ્રામાં બદલવામાં આવે તો લગભગ ૨,૦૦૦ કરોડથી વધારે થાય છે.

આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પણ તમે અહીંયા જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *