આખરે શા માટે લોકો કપડાં પહેર્યા વગર રહે છે ?….

અન્ય

દુનિયાના અનેક સ્થળોએ વિવિધ પરંપરાઓ પાળવામાં આવે છે. પણ કેટલીક પરંપરા એવી વિચિત્ર હોય છે, કે લોકો વિચારવા મજબૂર થઈ જાય છે કે ખરેખર આવુ હોઈ શકે ! હાલમાં બ્રિટનનું એક ગામ આવી જ એક વિચિત્ર પરંપરાને કારણે ચર્ચામાં છે.

Advertisement

બ્રિટનના એક ગામ સ્પીલપ્લાટ્લમાં એક અનોખી પરંપરા છે. આ ગામમાં નાનાથી લઈને મોટા લોકો કપડા વગર રહે છે. આ ગામના લોકો 90 વર્ષથી આ પરંપરા પાળે છે.

આ ગામના લોકો ગરીબ છે એટલે કપડા વગર ફરે છે એવુ નથી. આ ગામના લોકો પાસે મૂળભૂત સુવિધાનો કોઈ અભાવ નથી. આ ગામમાં 2 માળના બંગલા પણ છે. પણ આ ગામના લોકો એક પરંપરામાં માને છે તેથી તેઓ કપડા વગર ફરે છે.

બ્રિટનના હર્ટફોર્ડશાયરનું આ અનોખુ ગામ એ બ્રિટનના સૌથી જૂના ગામમાંથી એક છે. આ ગામમાં આલીશાન મકાનો, સ્વિમિંગ પૂલ અને બીયરબાર જેવી સુવિધા પણ છે.

અહીંના લોકો આ પરંપરા પાળતા પાળતા જીવનનો આનંદ લે છે. આ ગામમાં રહેતા 82 વર્ષના ઈસેલ્ટ રિચર્ડસનના પિતાએ વર્ષ 1929માં આ સમુદાયની સ્થાપના કરી હતી.

આ ગામ સ્પીલપ્લાટ્જનો અર્થ છે, પ્લેગ્રાઉન્ડ-રમતનું મેદાન. સામાન્ય ગામની જેમ આ ગામમાં તમામ મૂળભૂત સુવિધાઓ મળે છે. દુનિયાભરના લોકો આ અનોખા ગામની મુલાકાત લેવા, શોર્ટ ફિલ્મ બનાવવા માટે આવે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.