ગીર સોમનાથ: કેસર કેરીની હરાજી શરૂ થતાં પ્રથમ બોક્સ 21 હજારમાં ખરીદાયું, જાણો કેમ

અન્ય

ગીર સોમનાથ: કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા ગીર ખાતે કેસર કેરીની હરાજીનો આજથી પ્રારંભ થયો છે. ગીર સોમનાથના ભાજપ જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ ગાયોના ફાળા માટે 21000 રૂપિયે કેરીનું બોક્સ ખરીદ્યું હતું. વાતાવરણની વિષમતા છતાં આ વર્ષે કેરીનું ઉત્પાદન સારું થવાને કારણે તાલાલા મેંગો માર્કેટ કેરીના બોક્સથી છલકાયું છે.

ફળોના રાજા તરીકે ઓળખાતી કેસર કેરીની આજે તાલાલા એપીએમસી ખાતે વિધિવત હરાજીની શરૂઆત થઈ છે. ગત વર્ષની તુલના ડબલ બોક્સ એટલે કે 7 હજાર બોક્સ કેસર કેરીના માર્કેટમાં આવ્યા હતા. હરાજીમાં પ્રથમ બોક્સ 21 હજાર રૂપિયામાં ગયું હતું. આ રકમ પરંપરાગત રીતે ગૌશાળામાં આપવામાં આવી હતી. ત્યાર બાદ ઓછામાં ઓછા 400 રૂપિયાથી લઈ 1200 રૂપિયામાં સારી કેરીના એક બોક્સની બોલી લાગી હતી. નાના અને મધ્યમ ફળના 500થી 700 રૂપિયા બોક્સનો ભાવ રહેશે. પ્રતિકૂળ હવામાન અને ગત વર્ષનાં વાવાઝોડાને કારણે કેરીને ગ્રહણ લાગી ગયું છે. જેને લઈ ઉત્પાદન ઘણું જ ઘટ્યું છે, પરંતુ આ વખતે એક્સપોર્ટની પણ મોટા પ્રમાણમાં સંભાવના વર્તાય રહી છે અને અંદાજે 15 જૂન સુધી સિઝન ચાલશે.

સમગ્ર ગીર વિસ્તારમાં આ વખતે વાતાવરણની વિષમતાને કારણે કેસરના ઉત્પાદન અસર ચોકસ થઈ છે, છતાં કેસર પકવતા ખેડૂતો ખૂબ મોટી માત્રામાં કેરીના બોક્સ લઈને આવ્યા હતા. બીજી તરફ, તાલાલા માર્કેટિંગ યાર્ડની હરાજી શરૂ થતાં ભાવને લઈ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના મતે કેસર કેરીના ભાવ પરવડે તેમ નથી. ખેડૂતોને 10 કિલો બોક્સના માત્ર 400થી 600 આપવામાં આવે છે, જે ભાવ ખેડૂતો ને પરવડતા નથી. જોકે, ખેડૂતોની કેરી ઉપરથી પણ ભાવ નક્કી થતા હોય છે. ઘણા ખેડૂતને બોક્સના ભાવ ઉંચા પણ મળ્યા છે.

કેસર કેરીની હરાજી શરૂ થતાં પ્રથમ બોક્સ 21 હજારમાં જિલ્લા ભાજપ પ્રમુખે ખરીદ્યું હતું અને ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે, કેસર કેરી પકવતા ખેડૂતો માટે સરકાર મદદરૂપ થઈ રહી છે અને કેસરને વિદેશમાં એક્સપોર્ટ કરવાની પણ તૈયારી છે. જેના કારણે ખેડૂતોને ઉંચા ભાવ મળશે.

તાલાલા માર્કેટ કેરીથી છલકાયું છે. તાલાલા માર્કેટમાં કેરીની હરાજી શરુ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *