શાહરૂખ-સલમાન સહિત આ 10 સેલેબ્સ જાહેરમાં ન છૂપાવી શક્યા લવ બાઈટ્સ, શરમથી થયા હતા લાલચોળ

મનોરંજન

બોલીવુડમાં એવા પણ સેલિબ્રિટીઓ છે જે પોતાના અંગત જીવનને લોકો સામે ખોલવા માંગતા નથી. જેમાંથી અનેક સેલેબ્સ તો એવા પણ છે કે અનેક કોશિશો છતાં મીડિયાના કેમેરાથી બચી શકતા નથી અને અંગત લાઈફનો આખરે ખુલાસો થઈ જ જાય છે. અમે તમને આજે એવા જ કેટલાક બોલીવુડ સેલિબ્રિટીઓ વિશે જણાવીશું જેમના લવ બાઈટ્સ ખુબ ચર્ચામાં આવ્યા હતા.

અલી ફઝલ

મિર્ઝાપુરના ગુડ્ડુભૈયાની લવ બાઈટ પણ કેમેરામાં કેદ થઈ હતી. અલી ફઝલ જલદી રિચા ચઢ્ઢા સાથે લગ્ન કરવાનો છે.

કરીના કપૂર

કરીના કપૂર ખાન અનેકવાર સ્ટાઈલિશ કપડામાં સ્પોટ થઈ છે. ક્યારેક તો આ સ્ટાઈલિશ કપડાના ચક્કરમાં અનેક રહસ્યો પણ ખુલી ગયા.

કેટરિના કૈફ

મીડિયા સામે પર્સનલ લાઈફ સંલગ્ન રહસ્યો ઉજાગર કરવામાં કેટરીના કૈફ અસહજ મહેસસ કરે છે. એકવાર મીડિયાના કેમેરાએ તેના લવ બાઈટને કેમેરામાં કેદ કર્યો હતો.

મલાઈકા અરોરા.

મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર પોતાના સંબંધને લઈને મીડિયા સાથે કોઈ સંતાકૂકડી રમતા નથી. મીડિયામાં મલાઈકા અરોરાના કેટલાક વીડિયોઝ સામે આવ્યા હતા જેમાં તેના લવ બાઈટ સ્પષ્ટ દેખાતા હતા.

પ્રિયંકા ચોપરા

પ્રોફેશનલ અને પર્સનલ બંને રીતે પ્રિયંકા ચોપરા અલ્લડ જોવા મળે છે. પ્રિયંકાની આ તસવીર જ્યારે સામે આવી હતી ત્યારે ખુબ હો હા પણ થઈ હતી.

કંગના રનૌત

એક ઈવેન્ટ દરમિયાન કંગના રનૌત તેના લવ બાઈટ સાથે પહોંચી ગઈ હતી. કંગના દરેક મહેફિલની શાન હોય છે. જો કે આ ઈવેન્ટમાં તેનું લવ બાઈટ આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું.

સૈફ અલી ખાન

એક શોમાં ભાગ લેતા પહેલા સૈફ અલી ખાન મેકઅપ રૂમમાં કઈક આ અંદાઝમાં જોવા મળ્યો હતો. આ તસવીર સામે આવ્યા બાદ દરેકે તેની ચોરી પકડી લીધી હતી.

સલમાન ખાન

જાણીતા ચેટ શો કોફી વિથ કરનમાં સલમાન ખાને કહ્યું હતું કે તે વર્જિન છે પરંતુ તેના શરીર પર દેખાઈ રહેલા લવ બાઈટે તેને જૂઠ્ઠો ઠેરવી દીધો.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન આમ તો તેના દરેક ઈન્ટરવ્યુમાં કહે છે કે તે ખુબ શરમાળ છે. એક ઈવેન્ટ દરમિયાન પણ તે પોતાના ગળાના લવ બાઈટને મીડિયાના કેમેરાથી છૂપાવી શક્યો નહતો.

સારા અલી ખાન

મીડિયાના કેમેરામાં સારા અલી ખાનની આ તસવીર કેદ થઈ ગઈ હતી. આ તસવીર સામે આવતા જ દરેક જણે સારાના બોડી પર બનેલા લવ બાઈટને સ્પોટ કર્યો હતો. તે સમયે સારા બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યનને ડેટ કરી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *