આપણા સમાજ માં દરરોજ પતિ પત્ની ના કંઈક નવા કિસ્સા સામે આવે છે. પતિ પત્ની ના ઘરેલુ જગડા હવે મોટું રૂપ લઇ રહ્યા છે. પતિ પત્ની ના સંબંધોમાં હવે મર્યાદા રહી નથી. જેથી લોકો આ વાત નો ફાયદો ઉઠાવી રહ્યા છે. બેડરૂમના ઝઘડા હવે પોલીસ સ્ટેશન ના પગથિયાં ચડવા મંડીયા છે. આવો જ વિકૃત કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જેની ફરિયાદ મહિલા હેલ્પલાઈનમાં કરાઈ છે.
અમદાવાદ માં રેહતી એક મહિલા એ પોલીસ ને ફોન કરી ને જણવ્યું હતું કે તેનો પતિ ખુબજ ત્રાસ આપે છે. પોતા ની ભૂખ શાંત કરવા દરરોજ નવા નવા પેતરા અપનાવે છે. મહિલા એ વધુ જણાવતા કહ્યું કે પોતાનો પતિ તેને દરવાજો ખુલ્લો રાખી ને નાહવાનું કહે છે. ઘર ના આંગણે એક 16 વર્ષ નો અને એક 13 નો બાળક હોવા છતાં પતિ પોતાની પત્ની સાથે આવું કાર્ય કરવા મજબુર કરે છે. હદ તો ત્યારે પાર થઇ ગે જયારે પતિ એ પોતાના બાળકો સામે જ શરીર સુખ માણવાની હિમ્મત કરી.
પોલીસ કર્મીઓ એ વધુ જણાવતા કહ્યું કે મહિલા પોતાની આપવીતી કેહતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેમના લગ્નને 18 વર્ષ થયા છે. તેમને સંતાનમાં 13 અને 16 વર્ષના બે દીકરા છે. તેમનો પતિ દીકરાઓની હાજરીમાં તેમને શરીર સુખ બાંધવા મજબૂર કરે છે. દીકરાઓને પણ સૂવાના સમયે ઘરમાંથી બહાર જવા ફરજ પાડે છે અને કહે છે કે, હું કહુ ત્યારે ઘરે આવજો. આમ કહેતા મહિલા ભાંગી પડી હતી.
મહિલાએ કહ્યું કે, કોરોનામાં પતિનો ધંધો બંધ હોવાથી હાલ તેઓ ઘરાં જ હોય છે. તેથી આવા સમયે તેઓ મારી પાસેથી શારીરિક સંબંધ બાંધવાની માંગ કરે છે. આમ, પતિની આવી હરકતોથી કંટાળીને મહિલાએ મહિલા હેલ્પલાઈનમાં ફરિયાદ કરી હતી. ત્યારે હેલ્પલાઈનની ટીમે પરિવારના અન્ય લોકોની હાજરીમાં પતિને સમજાવ્યા હતા. ત્યારે પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી.