ભાવનગરનો ફાસ્ટ બોલર ચેતન સાકરીયા ને આ સુંદર અભિનેત્રીએ કર્યો ક્લીન બોલ્ડ….

મનોરંજન

કહેવાય છે કે જ્યાં ખંત અને મહેનત હોય ત્યાં નસીબ સાથ આપે જ છે. ટેમ્પો ચાલક પિતાનો દીકરો આજે આઈપીએમાં ધમાકો મચાવી રહ્યો છે. વાત થઈ રહી છે ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાની. ગરીબ પરિવારમાં જન્મેલા ચેતન સાકરિયા તેની જિંદગીમાં રડાવી દેતો સંઘર્ષ કર્યો છે. આ વખતે આઈપીએલમાં 1.2 કરોડ રૂપિયામાં વેચાયેલા ચેતને તેની પહેલી મેચમાં જ 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી તહેલકો મચાવી દીધો છે. ચેતનનો એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પોતાના પર્સનલ સિક્રેટ ખોલ્યા હતા.

Advertisement

સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ તેની પર્સનલ વાતો શેર કરી હતી. વીડિયોમાં રાજસ્થાન રોયલ્સના ખેલાડી આકાશ સિંઘ અને ચેતન સાકરિયા એકબીજાને પ્રશ્નો પૂછી રેપિડ ફાયર રાઉન્ડ રમે છે. જેમાં બંને વારાફરતી એકબીજાની પર્સનલ વાતો જાણવાનો પ્રયત્ન કરે છે.

રાજસ્થાન રોયલ્સના ખેલાડી આકાશ સિંઘે જ્યારે પૂછ્યું કે તારે કોઈ સાથે ડેટ પર જવાનું હોય તો તું કઈ એક્ટ્રેસને લઈ ડેટ પર જવાનું પસંદ કરીશ? તેના જવાબમાં ચેતને કહ્યું, ‘‘હું અનન્યા પાંડને ડેટ પર લઈ જવા માંગીશ. હું તેને કોઈ બીચ પર લઈ જવા માંગીશ. જ્યાં શાંતિથી બેસીને વાતો કરીએ શકીએ અને કૉફી પી શકીએ.’’ આ સાંભળી આકાશ સિંઘે કહ્યું, ‘‘શું તો તારા માટે રાજસ્થાન રોયલ્સથી અનન્યા પાંડે માટે ટ્વિટ કરાવીએ?’’ તો તેના જવાબમાં ચેતને કહ્યું, ‘‘શું ખબર ક્યાંક સાચે જ મેસેજ ન આવી જાય’’

આકાશ સિંઘે એક એવો સવાલ પૂછયો હતો કે ‘‘તને કઈ મૂવી જોઈને રડવું આવ્યું હતું.’’ જેના જવાબમાં ચેતને કહ્યું, ‘‘બાળપણમાં ‘તારે જમીન પર’ જોઈને મને રડવું આવી ગયું હતું. જેમાં એક છોકરો ફેમિલીથી દૂર જાય છે ત્યારે તેના જેવી મારી ફિલિંગ હોવાથી મને રડવું આવ્યું હતું.’’

Advertisement

Leave a Reply

Your email address will not be published.