તમે આ વાત તો સાંભળી જ હશે કે એક દંપતીએ પોતાના જીવનની દરેક વાત, દરેક સુખ – દુઃખ પોતાના જીવનસાથીની સાથે શેર કરવી જોઈએ. જો કે આવું કરવામાં કઈ ખોટું પણ નથી. કારણકે તેનાથી તમારું દામ્પત્ય જીવન સૌથી સુખદાયી બની જાય છે અને તમે તમારા પાર્ટનરને વધુ નજીકથી જાણી શકો છો.
તમારા લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ છે તે મહત્વનું નથી. દરેક સ્ત્રીમાં કેટલાક રહસ્યો હોય છે જે તે પોતાના પતિને કદી કહેતી નથી.અમે સ્ત્રીઓના સમાન રહસ્યોને આવરી રહ્યા છીએ. જે મોટાભાગના પરિણીત મહિલાઓ તેમના પતિ સાથે શેર કરવામાં અચકાતી હોય છે. તો ચાલો જાણીએ મહિલાઓના રહસ્યો શું છે.
મહિલાઓ પોતાના પતિને ક્યારેય પણ તે નથી જણાવતી કે તેમને ખાસ પળોમાં કેવું લાગ્યું, જો જણાવે પણ છે તો પૂરું સત્ય નથી જણાવતી.
પોતાના જુના પ્રેમ અંગે છુપાવવું: હવે તેમાં કોઈ શંકા નથી કે ઘણા પુરુષની જેમ એક સ્ત્રીના જીવનમાં પણ કોઈને કોઈ જરૂરથી હોય છે. જેને તે ઘણો પ્રેમ કરે છે. જો કે આ વાત અલગ છે કે તેના લગ્ન તેની સાથે નથી થઇ શકતા જેને તે પ્રેમ કરે છે.
દરેક પતિ-પત્નીમાં કેટલીક બાબતો પર ઘણી વખત નાના ઝગડા થતા હોય છે. વિવાહિત જીવનમાં ઝઘડાઓ સામાન્ય છે કારણ કે બે જુદા જુદા મનુષ્ય કોઈ વસ્તુ વિશે જુદી જુદી વિચારસરણી ધરાવે છે. ઘણી વખત એવું બને છે કે જ્યારે પતિ-પત્નીમાં કોઈ બાબતે સહમતી ન થાય તો મતભેદો ઉભા થાય છે. પરંતુ ઘણી વખત જ્યારે કોઈ મુદ્દા પર મહિલાઓની વિચારધારા તેમના પતિ સાથે મેળ ખાતી નથી તો તેઓ પતિને કહેવાને બદલે છુપાવી દે છે અને બહારના મન સાથે સહમત હોવાનો ઢોંગ કરે છે.
મહિલાઓને કેટલીક વ્યક્તિગત બીમારીઓ હોય છે. જ્યારે પણ કોઈ સ્ત્રી કોઈ બિમારીમાંથી પસાર થતી હોય છે.ત્યારે તે તેના પતિને તેના વિશે કહેતી નથી કારણ કે તેણીને લાગે છે કે જ્યારે તેનો પતિ તેની બીમારી વિશે જાણશે. ત્યારે તે અસ્વસ્થ થઈ જશે અને વધુ ચિંતા કરશે. આ કારણોસર સ્ત્રીઓ તેમની અંગત સમસ્યાઓ તેમના પતિથી છુપાવતી રહે છે.
તેવામાં આ વાત તે સૌનાથી છુપાવે છે અને ખાસ કરીને પોતાના પતિને આ વાત ક્યારેય નથી જણાવતી કે તેને પોતાના જીવનમાં કોઈની સાથે પ્રેમ થયો હતો, એટલે કે તેને આ વાતનો ડર રહેતો હોય છે કે આ સત્યને જણાવવાથી તેનું દામ્પત્ય જીવન જોખમમાં મુકાઈ શકે છે.