બોલીવુડના ફિલ્મી સફરની મિલ કા પથ્થર કહેવાતી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ ને રિલીજ થયાને ૨૨ વર્ષ પૂરા થઇ ગયા છે. આ ફિલ્મમાં શાહરૂખ અને રાની મુખર્જીની દીકરી અંજલિ તો તમને બધાને યાદ જ હશે. જી હા, એ જ માસુમ અંજલિ. જણાવી દઈએ કે અંજલિનો રોલ કરનારી અભિનેત્રીનું સાચું નામ સના સઈદ છે. સનાએ આ ફિલ્મથી પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી અને આ ફિલ્મે સનાને ઘરે ઘરે ઓળખ અપાવી દીધી.
નોંધપાત્ર એ છે કે વર્ષ ૧૯૯૮ માં રિલીજ થયેલી ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મએ બોક્સ ઓફીસ પર ઘણા જૂના રેકોર્ડ તોડ્યા અને ઘણા નવા રેકોર્ડ સ્થાપિત કર્યા. આ ફિલ્મની યાદો આજે પણ લોકોના મગજમાં તાજા છે અને આં એજ ફિલ્મ હતી, જેને સનાને પણ ટોચ પર પહોંચાડી દીધી. ખેર અંજલિના પાત્રમાં દેખાયેલી સના હવે એકદમ હોટ અને સ્ટાઈલીશ થઇ ગઈ છે.
૨૨ સપ્ટેમ્બર ૧૯૮૮ ના મુંબઈના એક મિડલ ક્લાસ મુસ્લિમ પરિવારમાં સનાનો જન્મ થયો, એનું આખું નામ સના અબ્દુલ સઈદ છે. સનાની બે બહેનો છે, પણ બંને ફિલ્મી દુનિયાની ચકાચૌંધથી દૂરજ રહે છે. જયારે સનાને બાળપણથી જ અભિનયનો શોખ હતો. એમણે માત્ર ‘કુછ કુછ હોતા હૈ’ માં કામ કર્યું એટલું જ નહિ પણ ‘હર દિલ જો પ્યાર કરેગા’ અને ‘બાદલ’ જેવી ફિલ્મોમાં પણ એમણે બાળ કલાકાર તરીકે પોતાના અભિનયનો જાદૂ દેખાડ્યો. જણાવી દઈએ કે સના સઈદે નાના પડદે પણ પોતાનો હાથ અજમાવ્યો અને એમણે ઘણી ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે.
સના કલાકાર તરીકે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી સક્રિય રહી છે. એમણે વર્ષ ૨૦૦૮ માં ‘બાબુલ કા આંગન ન છૂટે’ અને ‘લો હો ગઈ પૂજા ઇસ ઘર કી’ માં કામ કર્યું છે. એ સિવાય સના ઘણા ડાન્સ રીયાલીટી શો માં દેખાઈ ચુકી છે. એમાં નચ બલિયે૭ , જલક દિખલા જા ૬, અને જલક દિખલા જા ૯ માં શામેલ થઇ હતી. જણાવી દઈએ કે અભિનેત્રી સના સઈદ સોશ્યલ મીડિયા પર પણ એક્ટીવ રહે છે અને અવારનવાર ફેંસ સાથે ફોટા શેર કરતી રહે છે. એના ફોટાને દર્શકો ખુબ જ પસંદ કરે છે. જણાવી દઈએ કે ઈન્સ્ટા પર સનાના ૬ લાખથી પણ વધારે ફોલોઅર્સ છે.
હમણાં જ માર્ચ મહિનામાં સના સઈદના પિતાનું નિધન થઇ ગયું હતું, જેનાથી અભિનેત્રી સાવ તૂટી ગઈ હતી. ખાસ વાત કે જે દિવસે કોરોનાને લીધે પહેલી વાર જ કર્ફ્યું થયો એ જ દિવસે સનાના પિતાનું નિધન થઇ ગયું. જણાવી દઈએ કે એ દિવસોમાં સના અમેરિકામાં હતી અને લોકડાઉનને કારણે ભારત ના આવી શકી, એટલે એ પોતાના પિતાના અંતિમ દર્શન પણ ના કરી શકી.