સોનમ કપુર સાથે શું થયું
એક્ટ્રેસ સોનમ કપૂરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાના આઉટફીટને લઇને એક્સપ્રીમેન્ટ કરી રહી છે પરંતુ આ વખતે તેની સ્ટાઇલ તેના પર જ ભારે પડી ગઇ હતી. એક ઇવેન્ટ દરમિયાન તેણે બ્લેક અને વ્હાઇટ પ્રીન્ટેડ સાડી પહેરી હતી અને તેને શર્ટ સાથે પેર કરી હતી. આ ડ્રેસમાં તે આખી ઇવેન્ટ દરમિયાન કમ્ફર્ટેબલ નહોતી. તે સ્પીચ આપવા માટે ઉભી થાય છે ત્યારે જ તેની સાડી પડવા લાગે છે અને ત્યાં રહેલા લોકો તેને સંભાળે છે.
ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ સોનમ
સોનમ કપૂરના શર્ટના બટન પણ ખુલી જાય છે અને તે ખરાબ રીતે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે. એક્ટ્રેસ જેમ તેમ કરીને તે મોમેન્ટને સંભાળીને આગળ વધે છે પરંતુ તે પોડીયમ પર શર્ટના બટન બંધ કરવાનો પ્રયત્ન કરતી પણ દેખાય છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
સોનમે સંભાળી હતી વાત
જેકલીન ફર્નાન્ડીઝ સાથે પણ આવી ઉપ્સ મોમેન્ટ એક એવોર્ડ નાઇટ દરમિયાન થઇ હતી. જેકલીને પોતાના ફીગરને ફ્લોન્ટ કરવા માટે બ્લેક બોડી ફીટેડ આઉટફીટ કેરી કર્યુ હતુ. એક્ટ્રેસ પર આ ડ્રેસ ખુબ સરસ લાગી રહી હતી અને તેની સાથે તેણે રેડ લિપસ્ટીક લગાવી હતી અને એક સાઇડ વાળ ખુલ્લા રાખ્યા હતા. એક નજરમાં દરેકને ખબર પડતી હતી કે જેકલીનને આ આઉટફીટમાં કોઇ પરેશાની છે.
સોનમે સાચવી પરિસ્થિતિ
આ ઇવેન્ટ દરમિયાન જેકલીનની મિત્ર સોનમ પણ પહોંચી હતી. તેની નજર જેકલીનના ડ્રેસ પર પડી અને તેણે જોયુ કે તેની ડ્રેસના બટન ખુલ્લા હતા. તેણે તરત જ સિચ્યુએશનને સંભાળી લીધી અને બંનેએ મિડીયા સામે ફની ફેસ બનાવીને ઉપ્સ મોમેન્ટને સંભાળી લીધી. જેના કારણે આ મોમેન્ટ વધારે સિરીયસ ન થઇ અને જેકલીન નર્વસ પણ ન થઇ.