લગ્નની વિચિત્ર પરંપરા : આ દેશમાં વરરાજાના મિત્રો ઉતારે છે દુલ્હનના કપડા, જાણી ને ચોંકી જશો…

અજબ-ગજબ

લગ્નજીવનને સાત જન્મોનું પવિત્ર બંધન માનવામાં આવે છે અને લગ્ન દરમિયાન સમગ્ર વિશ્વમાં વિવિધ રીતરિવાજો અને પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. લગ્ન સંબંધિત કેટલીક ધાર્મિક વિધિઓ હાસ્ય અને મનોરંજનથી ભરેલી હોય છે, જ્યારે લગ્ન દરમિયાન કરવામાં આવતી કેટલીક વિધિઓ એટલી વિચિત્ર હોય છે કે તેમનો વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે. ભારતીય લગ્નથી લઈને વિશ્વના જુદા જુદા ભાગોમાં લગ્નોત્સવ સુધી અનેક પ્રકારની પરંપરાઓ ભજવવામાં આવે છે, પરંતુ ચીનમાં લગ્ન સાથે જોડાયેલી એક વિચિત્ર પરંપરા છે, એ જાણીને તમે પણ ચોંકી જશો. ચાલો જાણીએ ચીનમાં ભજવાતી આ વિચિત્ર પરંપરા વિશે…

Advertisement

ચીનમાં લગ્ન દરમિયાન કન્યાના કપડા ઉતારવાની એક વિચિત્ર રિવાજ નીભાવવા માં આવે છે. અહીં લગ્ન પછી વરરાજાના મિત્રો દુલ્હનને તેના ખભા પર ઉપાડે છે, પછી દુલ્હનના કપડા ઉતારે છે. અહીં આશ્ચર્યજનક વાત એ છે કે વરરાજા પણ તેનો વિરોધ નથી કરતો. જો કે અગાઉ આ પ્રથા હતી કે વરરાજાએ બધાની સામે સુહાગરાત મનાવવાનું નાટક કરવું પડ્યું હતું, પરંતુ પરંપરા બદલાતી ગઈ અને હવે મહિલાઓનું શોષણ સુધી પહોંચી ગઈ છે. આ વિચિત્ર પરંપરામાં, વરરાજાના મિત્રો કન્યાના કપડા ઉતારે છે, જ્યારે કન્યાની સહેલીઓ તેને બચાવવા પ્રયાસ કરે છે.

આ ધાર્મિક વિધિમાં જો વરરાજાના મિત્રો કન્યાના કપડા ઉતારવામાં સફળ થઈ જાય તો વરરાજાની જીત માનવામાં આવે છે અને જો કન્યાની સહેલીઓ તેને બચાવવામાં સફળ થઇ જાય તો કન્યાની જીત માનવામાં આવે છે. જોકે, લગ્ન દરમિયાન ચીનમાં આ પરંપરા ચાલતી હોવા છતાં, બધાની સામે દુલ્હનના કપડા ઉતારવાનો આ રિવાજ કેટલો સાચો? નોંધપાત્ર વાત એ છે કે લગ્નજીવનમાં વર-કન્યા સાથે હસવું અને મજાક કરવી સામાન્ય છે, પરંતુ આ મજાક એટલી સારી છે કે જ્યાં સુધી તે કોઈને નુકસાન પહોંચાડે નહીં અથવા કોઈના ગૌરવને નુકસાન પહોંચાડે નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published.