ઓક્સિજન લેવલ ઘટવા પર તમારુ શરીર આપશે આ સંકેત, જાણો ક્યારે દાખલ થવુ

હેલ્થ

શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજન લેવલ ઘટવુ એ કોવિડના સામાન્ય લક્ષણો છે, પરંતુ આ વિશે સચોટ માહિતી મેળવી હોસ્પિટલમાં ક્યારે દાખલ થવુ એ જાણી લેવુ જરુરી છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના વધતા કેસનું પ્રમાણ એટલુ બધુ વધ્યુ છે કે હોસ્પિટલ્સમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઇ ચૂકી છે. આ સ્થિતિ એટલી બધી ગંભીર બની ચૂકી છે કે સંક્રમિત દર્દીઓ દમ તોડી રહ્યા છે. એવામાં જરુરી બને છે કે, જો તમે સંક્રમિત થાવ તો ડોક્ટર્સની સલાહ મુજબ હોસ્પિટલમાં દાખલ થવા અંગેનો નિર્ણય લેવો જોઇએ. જોકે ડોક્ટર્સ સલાહ આપી જ રહ્યા છે કે શ્વાસ લેવામાં તકલીફ થવા પર તાત્કાલિક ધોરણે દાખલ થવાની જરુર નથી. એ પહેલા ઓક્સિજન લેવલ વિશે સમજી લેવું જરુરી છે. સંક્રમણના લક્ષણો વિશે જાણી લો અને સ્થિતિ ગંભીર નથી તો ઘરે રહીને સારવાર લેવોનો પ્રયત્ન કરો.

શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનનું ઘટવુ કોરોના સંક્રમણના સામાન્ય લક્ષણ છે. પરંતુ દરેક સંક્રમિત દર્દીએ દાખલ થવાની નોબત નથી આવતી. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ હાલમાં જ વિશે માહિતી આપી હતી કે કોવિડના દર્દીઓને ઓક્સિજન થેરાપીની જરુરત નથી હોતી. લોકો આ સમજી નથી શકતા, કારણ કે આ વિશે માહિતીનો અભાવ છે. એવામાં જરુરી છે કે આ લક્ષણોને સમજો અને યોગ્ય સમયે જે-તે નિર્ણય લો.

હાલની સ્થિતિને જોતાં ઘણાખરા લોકોએ ઘરોમાં જ ઓક્સિમીટર અને ઓક્સિજન સિલેન્ડરનો સ્ટોક કરવાનું શરુ કરી દીધુ છે. પરંતુ આમ કરવાની જરુર નથી.

ઓક્સિજન સેચ્યુરેશન બ્લડમાં હિમોગ્લોબીનના પ્રમાણને માપે છે, જે ફેફસાં થકી વિભિન્ન અવયવોમાં પહોંચાડવામાં આવે છે. 94 ટકાથી ઉપરના રિડિંગને સ્વસ્થ માનવામાં આવે છે. જોકે કોરોના સંક્રમણથી શરીરમાં ઓક્સિજનના પ્રમાણમાં ઝડપથી ફેરફાર આવી શકે છે. કારણ કે સંક્રમણને લીધે ફેફસાં અને ચેસ્ટ કેવિટીમાં સોઝાની ફરિયાદ આવવા લાગે છે. જો ઓક્સિજનનું પ્રમાણ 94-100ની વચ્ચે છે તો ડરવાની જરુર નથી. પરંતુ 94ની નીચે જાય તો હોઇપોક્સિમિયાનો ડર રહે છે. મતલબ કે આવા દર્દીને ચોક્કસપણે સારવાર હેઠળ લેવી પડે છે. જો ઓક્સિજન લેવલ 90થી નીચે જાય તો આ ગંભીર સંકેત છે, જેમાં તાત્કાલિક મેડિકલ હેલ્પની જરુર પડે છે.

પરંતુ વર્તમાન સ્થિતિમાં વ્યક્તિ સમજી નથી શકતી કે તેને ઓક્સિજન સપોર્ટની જરુર છે કે નહીં. કેટલાક કેસમાં ઓક્સિજનની કમી દર્દીના અંગોને પ્રભાવિત કરી શકે છે. ડોક્ટર્સની માનીએ તો ઓક્સિજનની કમી અને શ્વાસ લેવામાં તકલીફ સંબંધી લક્ષણો જોવા મળે તો પ્રયત્ન કરો કે સ્થિતિ કાબૂમાં રહે. હોસ્પિટલમાં દાખલ થવાની પરિસ્થિતિ આ લક્ષણો પર જ નિર્ભર છે. આથી આ લક્ષણો વિશે સમજવુ જરુરી છે.

-સંક્રમિત દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ 95થી ઉપર રહે છે તો ચિંતાનો વિષય નથી

-91થી94 વચ્ચે રહે તો દર્દીને મેડિકલ સાર સંભાળની જરુર છે, પરંતુ ઓક્સિજન લેવલ 91થી નીચે જાય તો દર્દીએ ડોક્ટરની જરુર પડે છે. નિષ્ણાંતો મુજબ ઘરે જ ઓક્સજિન થેરાપીથી પ્રમાણ વધારી શકાય છે.

જોકે ખાસ મુદ્દો એ છે મોટાભાગના લોકો કોવિડના આ લક્ષણો તરફ ધ્યાન નથી આપતા જેમાં વાદળી અને ફૂલેલા હોંઠ તથા ચહેરો કાળો પડી જવો એ શરીરમાં ઓક્સિજનની કમીના સંકેત છે. બ્લડમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાથી હોંઠ વાદળી થવા લાગે છે. ઓક્સિજન ત્વચામાં ચમક લાવે છે, પરંતુ ચિંતાજનક સ્તરે ઓક્સિજન ઘટે તો શરીર પીળુ પડવા લાગે છે.

ઓક્સિજનની કમીનો સંબંધ મસ્તિષ્ક સાથે છે. પ્રમાણ ઘટવાછી લોહીના પ્રવાહમાં અડચણો આવે છે. આ સ્થિતિમાં ઓક્સિજનનું પ્રમાણ વોર્નિંગ સાઇનથી ઓછુ થઇ જાય તો શ્વસનતંત્ર પ્રભાવિત થાય છે, જેમાં ચક્કર આવવા, એકાગ્રતા ગુમાવી બેસવી જેવા લક્ષણો જોવા મળે છે.

ઓક્સિજનનું પ્રમાણ ઘટવુ એ કોરોનાના દર્દીઓ માટે જોખમભરી સ્થિતિ છે. જોકે ડોક્ટર્સ કહે છે કે, ઓક્સિજન લેવલને ઘરે રહીને પણ ઠીક કરી શકાય છે. પરંતુ સંક્રમિત દર્દીને છાતીમાં દુખાવો, હાંફ ચડવો, માથુ દુખવુ, ખાંસી થવી જેવા લક્ષણો દેખાય તો હોસ્પિટલ જવામાં મોડૂ ન કરવું જોઇએ. આ લક્ષણોની કોઇપણ કિંમતે અવગણના ન કરવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *