એડી ફાટી જવાની સમસ્યા હોય તો કરો આ અસરકારક ઘરેલું ઉપાય…

અન્ય

શિયાળામાં એડી ફાટવાની સમસ્યા સાધારણ છે. ફાટેલી એડી જોવામાં તો ખરાબ લાગે જ છે પરંતુ ઘણીવાર તેમાંથી લોહી પણ નીકળવા માંડે છે. તેને કારણે પગમાં સખત દુઃખાવો થાય છે. આપણે ચહેરાને નિખારવા માટે તો પૂરું ધ્યાન આપીએ છીએ પરંતુ પગને નજરઅંદાજ કરી દઈએ છીએ. આ જ કારણે એડી ફાટી જાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અમે લઈ આવ્યા છીએ ખૂબ જ ઉપયોગી ટિપ્સ.

નારિયેળ તેલ : રાત્રે સૂતા પહેલા 1 ચમચી નારિયેળ તેલ ફાટેલી એડી પર લગાવી દો. તમે ઈચ્છો તો તેને સહેજ હૂંફાળું કરીને પણ એડી પર લગાવી શકો છો. તેના મસાજથી થાક પણ ઘટી જશે. ત્યાર પછી મોજા પહેરીને સૂઈ જાવ. સવારે પાણીથી પગ ધોઈ લો. આવું 10 દિવસ કરવાથી ફાટેલી એડી એકદમ સોફ્ટ અને મુલાયમ થઈ જશે.

ઓટ્સ : ઓટ્સ ત્વચાને નિખારવાનું કામ કરે છે જ્યારે જોજોબા ઈલ મોઈશ્ચરાઈઝ્ડ કરવાનું. ફાટેલી એડીથી છૂટકારો મેળવવા માટે ઓટ મીલ પાવડર અને જોજોબા ઓઈલને મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો. એડી ફાટી ગઈ હોય ત્યાં આ મિશ્રણ લગાવી દો. પછી હૂંફાળા પાણીથી ધોઈ નાંખો. એક મહિનામાં ફાયદો દેખાશે. ત્યાર પછી ફ્રૂટ ક્રીમ લગાવી મોજા કે સ્ટોકિંગ પહેરી સૂઈ જાવ.

ગરમ પાણી : ગરમ પાણીમાં નમક નાંખો અને તમારા પગ તેમાં બોળેલા રાખો. તેમાં અડધી ચમચી શેમ્પૂ પણ નાંખો. પાણી હૂંફાળુ થાય અને સામાન્ય મહેસૂસ થાય ત્યારે સ્ક્રબર કે પ્યુમિક સ્ટોનથી એડીઓને મસળો અને ડેડ સ્કિન હટાવી દો. પછી પગને ટુવાલથી લૂછી તેના પર ફ્રૂટ ક્રીમ કે કોલ્ડ ક્રીમ લગાવી મસાજ કરો. આવું રોજ સૂતા પહેલા કરો. થોડા સમય માટે મોજા પહેરી રાખો. અડધો કલાક બાદ કાઢી નાંખો. આ ઉપાય અઠવાડિયે 2-3 વાર કરવાથી ફાયદો થશે. થોડા જ દિવસમાં તમે જોશો કે તમારા પગની ત્વચા હવે સોફ્ટ બની ગઈ છે. નારિયેળ તેલ પણ ત્વચાને સ્મૂધ રાખવામાં ઘણી મદદ કરે છે. તેને ફાટેલી ત્વચા પર લગાવવાથી ઘણી રાહત મળે છે. આ તેલનો સતત ઉપયોગ કરવાથી સ્કિન પર ચમક પણ આવે છે.

મધ : મધ પગને સોફ્ટ બનાવવામાં અને ફાટેલી એડીમાં રાહત આપવામાં મદદ કરે છે. તેના ઉપયોગ માટે એક કપ મધને 1 બાલદી ગરમ પાણીમાં મિક્સ કરો. તેમાં પગ ડૂબાડેલા રાખો. 20 મિનિટ પછી પગને સારી રીતે સ્ક્રબ કરો. આમ કરવાથી તમારા એડીનું ફાટવું જલ્દી બંધ થઈ જશે.

વેક્સ લેપ : એક કડાઈમાં થોડું સરસવનું તેલ ગરમ કરો. તેમાં મીણબત્તી કે પીગળેલા મીણને નાંખી દો. વ્યવસ્થિત મિક્સ કરી લો. ઉપરથી અડધો લીંબુનો રસ નાંખી ગેસ બંધ કરી દો. થોડા વખતમાં તે જામી શે. હવે તેને ડબ્બામાં રાખીને રોજ સવારે અને રાત્રે સૂતી વખતે પગમાં લગાવો. તમારી ફાટેલી એડી બહુ જલ્દી ઠીક થઈ જશે. આ અમે અજમાવેલો નુસ્ખો છે.

તેલ : રાત્રે સૂતી વખતે તમારા પગને સારી રીતે ધોઈને ટુવાલથી સૂકવી દો. પગ સૂકાઈ જાય એટલે તેના પર વેજીટેબલ ઓઈલ લગાવો અને મોજા પહેરીને સૂઈ જાવ. આવું રોજ કરવાથી થોડા જ મહિનામાં તમને ફરક દેખાવા માંડશે. વેજીટેબલ ઓઈલમાં એવી ફેટ્સ રહેલી હોય છે જે સ્કિનને પોષણ આપવાની સાથે સાથે ફાટેલી એડીઓને સ્મૂધ બનાવે છે.દૂધ અને મીઠાનો આ ઉપાય તમારા હાથ અને પગની સ્કિન ચમકાવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *