‘પેટ કરાવે વેઠ’ કહેવત સાચી ઠરે એવી એક ઘટના સામે આવી છે. પોતાનું પાપી પેટ ભરવા માટે કિશોરીઓ ફક્ત 22 રૂપિયા સુધીમાં પોતાના શરીરનો સોદો કરવા તૈયાર થઇ રહી છે.
સાથે જ કેટલીક સારી સ્થિતીમાં કિશોરીઓને દેહ વેપાર માટે 70-80 રૂપિયા પણ મળી રહ્યાં છે. આ સ્થિતી સાઉથ આફ્રિકાના અનેક વિસ્તારોની છે જે ભૂખમરાના સંકટનો સામનો કરી રહ્યા છે.
રૉયટર્સ અનુસાર, માનવીય આધાર પર લોકોને મદદ પહોંચાડતી આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ વિઝને જણાવ્યું કે ભૂખમરાથી પોતાન જીવ બચાવવા માટે અંગોલામાં ફક્ત 12 વર્ષ સુધીની કિશોરીઓ આશરે 30 રૂપિયામાં દેહ વેપાર કરી રહી છે.
યૂનાઇટેડ નેશન્સનું કહેવું છે કે સાઉથ આફ્રિકાના સાડા ચાર કરોડ લોકો ભૂખમરાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેની પાછળ દુષ્કાળ, પૂર અને આર્થિક સ્થિતિને જવાબદાર ગણવામાં આવી રહ્યાં છે.
વર્લ્ડ વિઝને જણાવ્યું કે તેના સ્ટાફે જોયું છે કે અંગોલા અને ઝિમ્બાબ્વેમાં દેહ વેપાર કરતી કિશોરીઓની સંખ્યા વધી છે. સાથે જ સંકટના કારણે બાળ વિવાહનું જોખમ પણ વધી ગયુ છે.
અંગોલામાં વર્લ્ડ વિઝનના ઇમરજન્સી ડાયરેક્ટર રોબર્ટ બુલ્ટનનું કહેવું છે કે, બની શકે છે કે અહીં કિશોરીને સેક્સ માટે 72 રૂપિયા (સ્થાનિક મુદ્રામાં 500 ક્વાન્ઝા) મળી જાય અથવા તો તેને 29 રૂપિયા (22 ક્વાન્ઝા) પણ મળી શકે છે.
રોબર્ટે જણાવ્યું કે ગત એક વર્ષમાં અંગોલામાં અનાજના ભાવ બેગણા થઇ ગયા છે જેથી લોકો તેને ખરીદવામાં મુશ્કેલી થઇ રહી છે. આગામી પાક જૂન પહેલાં નહી થાય, તેથી હાલની પરિસ્થિતી ખૂબ જ ખરાબ છે.
ઝિમ્બાબ્વેને લઇને કેર ઇન્ટરનેશનલ સંસ્થાએ પણ જણાવ્યું કે 14 વર્ષ સુધીની કિશોરીઓ દેહ વેપાર કરી રહી છે. સંસ્થાની રિજનલ જેંડર એક્સપર્ટ એવરજૉય મુહુકે જણાવ્યું કે, ઘણીવાર આ કિશોરીઓને ફક્ત 22 રૂપિયા મળે છે.
એક્શન એડના રિજનલ એડવાઇઝર ચિકોન્ડી ચબવુતાએ કહ્યું કે, મલાવી અને મોજમ્બિકમાં પણ કિશોરીઓ અને મહિલાઓએ જબરદસ્તી દેહ વેપાર કરવો પડી રહ્યો છે.
આફ્રિકાના કેટલાંક હિસ્સાઓમાં 1981 બાદ અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. યુનાઇટેડ નેશન્સનું માનવું છે કે તેની પાછળ ક્લાઇમેટ ચેન્જ જવાબદાર છે. જામ્બિયા, મડાગાસ્કર, નામિબિયા, લેસોથો અને ઇસ્વાતિની જેવા આફ્રિકન દેશ પણ તેનાથી પ્રભાવિત થયા છે.