ખોડીયાર માં ની કૃપાથી મળશે ધન, સુખ અને સુવિધાઓ, ઘણા વર્ષ પછી આ 6 રાશિઓની ખુલશે કિસ્મત નું તાળું.

ધાર્મિક

મેષ રાશિ : આજે તમે કોઇ પણ વિષમ પરિસ્થિતિનું સમાધાન મેળવવા માટે સક્ષમ રહેશો. તમારા સંપર્કો અને સંબંધોનો વિસ્તાર ખૂબ જ વધશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર ગંભીરતાથી ધ્યાન આપવું. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. આરોગ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓને લીધે ખર્ચાઓ વધારે રહેશે, જેને લીધે તમારું બજેટ બગડી શકે છે. સંતાનોને પોતાની ઇચ્છા મુજબની શિક્ષણ સંસ્થામાં એડમિશન તેમજ વિષયોની પસંદગી સાથે જોડાયેલી મુશ્કેલીઓ આવશે.

Advertisement

વૃષભ રાશિ : કોઈ સહયોગી અથવા તો સંબંધી સાથે મનભેદ થઇ શકે છે. યાત્રામાં કોઈ મુશ્કેલી અથવા તો પરેશાની આવી શકે છે. આ સમયે વ્યવસાય તેમ જ નોકરીમાં લાભદાયક સ્થિતિઓ બની રહે છે. તમારા દ્વારા લેવામાં આવેલો નિર્ણય સકારાત્મક રહેશે. કોઈ મહત્વની ડીલ થવાની સંભાવના છે. યુવાનોને રોજગારના સારા અવસર મળશે. ઘરના સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે છે. તમે બહાર હરવા-ફરવા અથવા તો ડીનરનો પ્રોગ્રામ બનાવીને એકબીજા સાથે સારો સમય પસાર કરશો. મિત્રો સાથે સમય બરબાદ ન કરવો.

મિથુન રાશિ : અચાનક કોઈ મોટો ખર્ચ સામે આવવાથી તમારું મન ચિંતિત રહેશે. સસુરાલ પક્ષ સાથેના સંબંધોમાં ખટાશ ન આવવા દેવી. તમારા મિત્ર અથવા તો સંબંધીઓ તમને દગો આપી શકે છે, એટલા માટે એ લોકોથી દૂર રહેવું તમારા માટે સારું રહેશે. વ્યવસાયમાં પરિવર્તનનું કામ સારી રીતે ચાલતું રહેશે. કોઈ નવા કામમાં કરાર માટેની રૂપરેખા બનશે. બેન્કિંગ, વકીલ અને સીએ જેવા વ્યવસાય માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે. ઓફિસની જવાબદારી ઓને તમે સારી રીતે પુરી કરી શકશો. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. બાળકો સાથે નરમ અને મિત્રતા ભર્યો વ્યવહાર રાખવો.

કર્ક રાશિ : તમારું કર્મ પ્રધાન હોવું તથા કામ કરવામાં વિશ્વાસ રાખવો તમને સફળતા અપાવશે. રોકાણ સાથે જોડાયેલા નિર્ણય સાચા સાબિત થશે. વિદ્યાર્થીઓ તથા યુવાનોને ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળવા માટેના સારા યોગ બનેલા છે. રૂપિયા પૈસાની બાબતમાં કોઈ ઉપર વિશ્વાસ ન કરવો. ખરાબ ટેવ અને ખરાબ સંગતથી દૂર રહેવું. જમીન-મિલકત સાથે જોડાયેલી બાબતોનો ઉકેલ લાવવામાં કેટલીક પરેશાનીઓ આવશે તેમ છતાં સફળતા મળશે. બિનજરૂરી રીતે કોઈ સાથે વાદવિવાદ કરવો નહીં.

સિંહ રાશિ : ધન સાથે જોડાયેલી બાબતોમાં બુદ્ધિ અને વિવેકથી નિર્ણયો લેવા તમારા માટે ઉચિત રહેશે. તમે પોતાની અંદર દ્રઢતા તેમજ ઈચ્છા શક્તિનો અનુભવ કરશો. ઘરનું રિનોવેશન કરવાની યોજના બની રહી હોય તો કોઈ ઇન્ટીરીયર ડેકોરેટરની સલાહ જરૂર લેવી. કોઈ સમારોહ વગેરેમાં જવાનું આમંત્રણ મળી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ સામે આવવાથી મુશ્કેલી રહેશે. ઘર-પરિવારની જવાબદારીઓ વધશે, તમે એ જવાબદારીઓ પૂરી કરવામાં તમે સક્ષમ રહેશો. બાળકોની ચિંતા રહી શકે છે. આર્થિક રીતે સમય અનુકૂળ છે. તમારા વિરોધીઓની ગતિવિધિઓને અવગણવી નહીં. આ સમયે વ્યવસાય સાથે જોડાયેલું કોઈ પણ રિસ્ક લેવું ફાયદાકારક રહેશે.

કન્યા રાશિ : મિત્રો તેમજ પરિવારના લોકો સાથે સુખદ સમય પસાર કરશો. તમે તમારી જીવનશૈલીમાં પરિવર્તન લાવશો. આર્થિક સ્થિતિ સારી રહેશે. સામાજિક ક્ષેત્રે તમારૂ વર્ચસ્વ અને પ્રતિષ્ઠા વધશે. નવા નવા લોકો સાથે લાભદાયક સંપર્કો બનશે. બપોર પછીના સમયે કોઈ સાથે વધારે પડતો વાદ વિવાદ થવાની સ્થિતિ બની રહેશે, એટલા માટે ખૂબ જ વધારે સાવધાન રહેવું. તમારાથી કોઈ ખોટો નિર્ણય લેવાઈ શકે છે, જેનું પરિણામ પણ તમારે ભોગવવું પડી શકે છે. વ્યવસાયમાં ચાલી રહેલી અડચણો દૂર થશે. નવી જવાબદારીઓને સારી રીતે પૂરી કરવા માટે સક્ષમ રહેશો. મશીનરી ખરાબ થવાથી ઉત્પાદન અટકી શકે છે.

તુલા રાશિ : આ સમય તમારા માટે વિજયનું સૂચન કરે છે. વ્યસ્ત હોવા છતાં પણ તમે તમારા ઘર પરિવારના કામ માટે સમય કાઢી શકશો તેમજ બધી બાબતોનો ખુબ જ શાંતિ પૂર્ણ રીતે ઉકેલ લાવશો. ઘરમાં નવી વસ્તુઓની ખરીદારી થઈ શકે છે. ધ્યાન રાખવું કે વધારે પડતો સમય વિચારવામાં પસાર કરવાથી ચાન્સ હાથમાંથી જઈ શકે છે. બિનજરૂરી કામમાં સમય બગડશે. તમારી વાણી અને ગુસ્સા પર કાબૂ રાખવો. કોઈ જરૂરિયાત વાળા માણસને મદદ કરતા પહેલા તમારી આર્થિક સ્થિતિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. વેપાર તેમજ કામકાજ માટે મહત્વના નિર્ણય લઈ શકશો, જે એકદમ સાચા સાબિત થશે. ધન આગમનનો રસ્તો સરળ બનશે. આ સમયે નોકરી તેમજ કામકાજને લઈને સમસ્યા ચાલી રહી હોય તો તે પૂરી થઈ જશે. પરિવાર સાથે કોઈ મનોરંજક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બનાવી શકો છો, તથા પરિવારના લોકો વચ્ચે ખુશીનું વાતાવરણ બની રહેશે.

વૃષીક રાશિ : વારંવાર વાહન ખરાબ થવાની સમસ્યાથી પરેશાન રહેશો. આ સમયે કોઈ પણ બાબતમાં આળસ તથા બેદરકારી રાખવી યોગ્ય નથી. આ સમયે ફાઇનાન્સ તેમજ ભાગીદારી સાથે જોડાયેલા વ્યવસાયમાં સારા લાભ મળશે, માટે તેમાં તમારે પૂરી રીતે ધ્યાન આપવું. સહ કર્મચારીઓનો સારો સહયોગ મળશે. કોઈ ઓળખીતા દ્વારા મોટો ઓર્ડર મળી શકે છે, પરંતુ પેમેન્ટ મળવામાં થોડી મુશ્કેલી રહેશે. ઘરનું વાતાવરણ સુખદ બની રહેશે પરંતુ અમર્યાદિત પ્રેમ સંબંધો રાખવા એ સીધી મુસીબતને આમંત્રણ આપવા જેવું છે.

ધન રાશિ : આ સમય તમારા માટે ઉત્તમ છે. માનસિક શાંતિ બની રહેશે. તમે તમારી ધીરજ અને સહનશક્તિ દ્વારા તમારી આશાઓને પૂરા કરવા માટેના પ્રયત્નો કરશો. કોઈપણ કામ સારી રીતે સમજી વિચારીને કરવાથી સફળતા જરૂર મળશે. આવકની સાથે સાથે ખર્ચામાં પણ વધારો થશે. મિલકતના ખરીદ-વેચાણમાં તમને દગો મળી શકે છે. કોઈ સાથે હસી મજાક કરતા સમયે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો, તેનાથી સમાજમાં તમારી બદનામી થઈ શકે છે અને અપયશ મળી શકે છે.

મકર રાશિ : આ સમયે કોઈપણ વાદ-વિવાદમાં પડવું નહીં. કોર્ટ કેસ સાથે જોડાયેલી બાબતો ગૂંચવાઈ શકે છે. વ્યવસાયિક બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. ઠેકેદારી સાથે જોડાયેલા વ્યવસાયોમાં નુકસાનદાયક સ્થિતિ બનશે. ઓફિસના કામમાં જરા પણ ભૂલ થવાથી અને બેદરકારી રાખવાથી તમારા ઉપરી અધિકારી તમારાથી નારાજ થઈ શકે છે. જીવનસાથીનો પૂરો સહયોગ તેમજ ભાવનાત્મક સપોર્ટ મળશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક રીતે નજીકતા વધશે.

કુંભ રાશિ : આ સમય તમારા માટે સંતુષ્ટિ કારક છે. કોઈ સારા સમાચાર મળશે જેને લીધે તમારું મન ખુશ રહેશે. તમારી પ્રતિભાના બળ ઉપર સમાજ તેમજ કામના ક્ષેત્રે તમે તમારી અલગ ઓળખાણ બનાવી શકશો. ખાસ કરીને સ્ત્રીઓ પોતાના ઘર તેમજ વ્યક્તિગત કામમાં સારું સામંજસ્ય બનાવીને રાખશે. ભાવનાઓમાં ન વહેવું. આ સમયે વ્યવહારિક દ્રષ્ટિકોણ રાખવો ખૂબ જ જરૂરી છે. કોઈ બનતા કામમાં અચાનક અડચણ આવી શકે છે. બિનજરૂરી તર્ક-વિતર્કોથી બચવુ તેમજ બિનજરૂરી દેખાદેખીથી દૂર રહેવું.

મીન રાશિ : યુવાનોએ બિનજરૂરી ગતિવિધિઓમાં સમય બરબાદ ન કરવો. સરકારી કામમાં સફળતા મળશે. મહિલાઓ ખાસ રીતે પોતાનું સારુ પરફોર્મન્સ આપશે. ઓફિસમાં તમે તમારા લક્ષ્યને મેળવવા માટે ભરપૂર પ્રયત્ન કરશો. આવકના સ્ત્રોત વધવાથી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી બની જશે. ઘરમાં કોઈ નવા મહેમાનના આવવા સંબંધિ કોઈ શુભ સૂચના મળી શકે છે, જેને લીધે તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. લગ્ન બહારના પ્રેમ સંબંધોથી દૂર રહેવું.

Advertisement

Leave a Reply

Your email address will not be published.