ફેફસાને એકદમ મજબૂત બનાવવા હોય તો, હળદરમાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને કરો ઉપયોગ, પછી જુઓ અસર

હેલ્થ

એવું કહેવાય છે કે, જો તમને શ્વાસ લેવામાં કોઈપણ પ્રકારની પરેશાની નથી થતા અને ચાલતી વખતે શ્વાસ ફૂલતો નથી તો તમારા ફેફસા મજબૂત છે. જેથી તમે ઘણી બીમારીઓનો સામનો કરી શકે છે.

જોકે, હવામાં પ્રદૂષણની સાથે, ધૂમ્રપાનની ખરાબ ટેવ, અમુક પ્રકારની એલર્જી, શ્વસન રોગ બધાંને કારણે શ્વાસ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી જ લંગ્સની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે શરીરને ચલાવવા માટે ઓક્સિજનની આવશ્યકતા છે અને લંગ્સનું કામ શરીરમાં લોહી દ્વારા ઓક્સિજન પહોંચાડવાનું છે. એટલું જ નહીં, જો તમારા ફેફસાં નબળા છે, તો તમને કોરોના વાયરસનો ચેપ લાગવાની સંભાવના ખૂબ વધી જાય છે, કારણ કે આ વાયરસ તમારા ફેફસામાં સીધો હુમલો કરે છે. જેને તે નુકસાન પહોંચાડીને તમારા માટે જીવલેણ સાબિત થાય છે.

ફેફસાંને મજબૂત રાખવા માટે તમારે આહાર પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ સિવાય યોગની સાથે કેટલાક આયુર્વેદિક ઉપાયો પણ અપનાવી શકાય છે. જેના કારણે તમારા ફેફસાં પણ મજબૂત રહેશે. સ્વામી રામદેવે જણાવેલી એક આયુર્વેદિક પેસ્ટ વિશે આજે તમને જણાવી રહ્યાં છે, જેનો ઉપયોગ કરવાથી તમે લંગ્સને મજબૂત બનાવી શકો છો અને અનેક રોગોથી છુટકારો મેળવી શકો છો.

આયુર્વેદિક લેપની સામગ્રી

(1) અડધી ચમચી કાચી હળદર અથવા હળદરનો પાઉડર

(2) 5-6 લસણ

(3) થોડું આદુ

(4) અડધી ડુંગળી

(5) દિવ્યધાર

(6) આ રીતે લગાવો લેપ

હળદર, લસણ, ડુંગળીને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો. તેમાં થોડાં ટીપાં દિવ્યધારાના નાખીને મિક્સકરી લો. હવે આ પેસ્ટને ચચેસ્ટ પર સારી રીતે લગાવી લો. ત્યારબાદ કોટનનું કપડું લપેટી લો. આનાથી ફેફસા સંબંધી બીમારીઓથી છૂટકારો મળવાની સાથે ઘણી અન્ય બીમારીઓ સામે પણ રક્ષણ મળશે.

છાતી પર આ લેપ લગાવવાથી મળે છે અન્ય ફાયદા પણ

(1) ફેફસા પર રહેલાં ગાંઠનો દૂર કરે છે

(2) ન્યૂમોનિયામાં રાહત અપાવે છે

(3) લંગ્સની અંદર જામેલા કફને દૂર કરે છે

(4) ફેફસાને મજબૂત બનાવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *