કેદારનાથ ફિલ્મથી સેફ અલી ખાનની લાડકી દિકરીએ બોલીવુંડમાં ડેબ્યું કર્યું. અને ત્યારબાદ તેણે સીમ્બા ફિલ્મમાં રણવીર સીંહ સાથે કામ કર્યું હતું. સાથેજ કાર્તીક આર્યન સાથે પણ તેણે લવ આજકલ 2 ફિલ્મમાં કામ કર્યું હતું.
સારા તેની એક્ટિંગની સાથે તેની સુંદરતામાં પણ જાણીતી છે. અને ફિલ્મોમાં કામ કરવાની સાથે તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહેતી હોય છે. જેમા સોશિયલ મીડિયા થકી તે તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. અને તેની અપડેટ આપતી રહેતી હોય છે.
હાલ સારા અલી ખાને સોશિયલ મિડિયા પર તેની થોડીક તસ્વીરો અપલોડ કરી છે. જે તસ્વીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. આ તસ્વીરોમાં સારા ખુબજ હોટ અને બોલ્ડ દેખાઈ રહી છે. અને તસ્વીરો પણ હાલ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે.
તસ્વીરોમાં સારા બિકનીમાં ફોટો અપલોડ કર્યા છે. અને ઓરેન્જ બીકનીમાં તે દરિયા કિનાપે ફિટ બોડી ફ્લોન્ટ કરતી નજરે આવી રહી છે. સાથેજ આ તસ્વીરોમાં યુઝર્સ દ્વારા પણ મજાની કોમેન્ટો કરવામાં આવી રહી છે. અને સારાએ પણ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે “વિટામીન સી કા ડેલી ડોઝ”
અપલોડ કરેલા ફોટા જોઈને એવું લાગી રહ્યું છે કે સારા માલદીવ કે ગોવામાં વેકેશનની મજા માણી રહી છે. અને તેની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થી રહી છે. જોકે આ પહેલા પણ તે બીકીનમાં ફોટો શૂટ કરવા ચુકી છે.
મહત્વનું છે કે છેલ્લે સારા વરુણ ધવન સાથે કુલી નંબર 1 ફીલ્મમાં જોવા મળી હતી. જોકે આ ફિલ્મ દર્શકોને જરા પણ ન ગમી અને હવે તે ફિલ્મ અતરંગી રે મા જોવા મળશે જેમા તે અક્ષય કુમાર અને ધનુષ સાથે કામ કરવાની છે. અને આ ફિલ્મને આનંદ એલ રાય ડાયરેક્ટ કરી રહ્યા છે.