ચુંબનમાં કરવા થી થાય છે આ ફાયદા, જાણો વિજ્ઞાનીક કારણ..

અન્ય

હોઠએ શરીરનો એવો ભાગ છે, જ્યાં અનેક સંવેદનશીલ નસો સમાયેલી છે. જે કામુકતા ઉત્પન્ન કરે છે. માણસના હોઠ અન્ય જાનવરોથી અલગ બહારની તરફ હોય છે. ચુંબન કરવાથી મગજ સુધી એક અલગ અને સકારાત્મક સંદેશ પહોંચે છે અને આહલાદ્ક અનુભૂતિ થાય છે.

Advertisement

મગજ સક્રિય થવું

ચુંબન કરવાની સાથે મગજ સાથે જોડાયેલ મહત્વનો ભાગ સક્રિય થાય છે. ચુંબન કરવાથી શરીરમાં હૉર્મોન્સ અને ન્યૂરોટ્રાંસમિટર્સ સક્રિય થાય છે. જેની અસર ભાવના, લાગણી અને વિચાર પર થાય છે.

ચુંબન દ્વારા આદાન-પ્રદાન

ચુંબન કરવાથી બે વ્યક્તિ વચ્ચે 9 મિલીગ્રામ પાણી, 7 મિલીગ્રામ પ્રોટીન, 18 મિલીગ્રામ ઑર્ગેનિક કમ્પાઉન્ડ્સ, 71 મિલીગ્રામ અલગ અલગ પ્રકારના ફેટ અને 45 મિલીગ્રામ સોડિયમ ક્લોરાઈડનું આદાન-પ્રદાન થાય છે. કિસ કરવાથી શરીરમાંથી પ્રતિ મિનિટ 2થી 26 કેલરી બર્ન થાય છે. આમ, કિસ કરવાથી 30 પ્રકારની માંસપેશીઓ સક્રિય થાય છે તથા આનંદનો અનુભવ થાય છે.

અનેક સંસ્કૃતિઓમાં કિસને પાપ ગણવામાં આવે છે

કિસિંગને થૂંકનું આદાન-પ્રદાન પણ ગણવામાં આવે છે. પશ્ચિમમાં કિસની શરૂઆત 2000 વર્ષ પહેલા કરવામાં આવી હતી. 2015માં કરાયેલ એક સ્ટડી મુજબ 168 સંસ્કૃતિમાંથી અડધા કરતા પણ ઓછી સંસ્કૃતિ હોઠથી હોઠની કિસનો સ્વીકાર કરે છે તથા કેટલીક સંસ્કૃતિઓમાં તેને હજુ પણ પાપ ગણવામાં આવે છે.

ફેરોમોન્સ અને કિસ

એક સ્ટડી અનુસાર મહિલાઓ પોતાના પાર્ટનરને પસંદ કરતા સમયે તેના કિસ કરવા પર વધુ ધ્યાન આપે છે. કિસ દ્વારા બે વ્યક્તિ એટલી નજીક આવે છે કે તે ફેરોમોન્સને પણ જાણી શકે છે. ફેરોમોન્સ તે વ્યક્તિને બીજા વ્યક્તિ કરતા અલગ પાડે છે. ફેરોમોન્સ એક એવું કેમિકલ છે કે, જે અલગ સ્મેલ ઉત્પન્ન કરે છે. જે સ્મેલ ક્યારેક પસંદ આવે છે તો ક્યારેક તે સ્મેલને કારણે તે વ્યક્તિને કિસ કરવાનું પસંદ નથી કરતી.

સંબંધ વધુ મજબૂત બને છે

ચુંબનને એક સુખદાયી પ્રક્રિયા ગણવામાં આવે છે, જે શારીરિક સંબંધ માટે પણ અતિ આવશ્યક છે. કિસ બે વ્યક્તિના સંબંધને વધુ મજબૂત બનાવે છે. તથા તે સંબંધમાં પ્રેમની અનુભૂતિ પણ થાય છે.

તણાવ ઓછો થાય છે

કિસ કરતા સમયે એક કેમિકલ ઉત્પન્ન થાય છે, જે મગજની નસોને શાંત કરે છે, જેનાથી તણાવ દૂર થાય છે અને રિફ્રેશમેન્ટ અનુભવાય છે.
મોઢાને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે

લાળમાં અનેક પ્રકારના વાયરસ, બેક્ટેરિયાને દૂર કરતા પદાર્થ ઉપસ્થિત રહે છે. જે તમારા મોઢાને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, જેનાથી દાંત અને પેઢાને યોગ્ય સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. તેમજ મોઢામાં રહેલા તે કીંટાણુ સાથે સંપર્કમાં આવવાને કારણે રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે.

કિસ કરવાથી થતા નુકસાન

કિસ કરવાથી અનેક પ્રકારની બીમારી સહેલાઈથી ફેલાઈ શકે છે. ગળા અને નાકમાંથી થતા ડ્રોપલેટથી કેટલાક સંક્રમિત ડ્રોપલેટ હવામાં પણ હોય છે, જ્યારે સંક્રમિત ડ્રોપલેટને શ્વાસ દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરે છે તો તમે બીમાર પડી શકો છો અને તે સીધા ફેંફસામાં પ્રવેશ કરવાને કારણે તે બીમારીનું કારણ બની શકે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.