અત્યારે જ જાણો PM મોદી તેના ખાલી સમય માં શું કરવાનું પસંદ કરે છે…

અન્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા વિદ્યાર્થીઓ સાથે તેમણે પરીક્ષાને લઈને સંવાદ કર્યો આ સંવાદમાં તેમણે જણાવ્યું કે તેઓ જ્યારે કામ કરતા હોય છે ત્યારે તેમને હિંચકા પર બેસાવનું પસંદ છે સાથેજ તેમણે એવું પણ કહ્યું કે હિંચકા ખાવાથી તેમને આનંદ મળે છે તે કારણે તેઓ હિંચકા પર બેસતા હોય છે.

Advertisement

આ કાર્યક્રમમાં વડાપ્રધાને વિદ્યાર્થીઓ સાથે, વાલીઓ સાથે અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો જેમા સંવાદ કરતી વખતે તેમણે પોતાની આ વાત કીધી હતી વડાપ્રધાને વધુંમા એવું પણ કહ્યું કે જો તમને ખબર છે કે આજનો દિવસ ખાલી જશે તો પછી તે દિવસે તમે તામારા પરિવારની મદદ પણ કરી શકો છો અથવા તો કઈક એવું કરો કે જે તમને પસંદ છે.

વડાપ્રધાને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એવું કહ્યું કે ખાલી સમયને ખાલી ન સમજો તે એક ખજાનો છે અને તે તમારા માટે એક તક છે કારણકે જો તમારી દિનચર્યામાં ખાલી સમય હશે તો જિંદગી નીરસ થઈ જશે જેથી કરીને ખાલી સમયમાં કોઈકને કોઈક કાર્યવાહી કરતા રહેશો, તે તમારા માટે ઉત્તમ રહેશે સાથેજ તમારું મન પણ લાગેલું રહેશે.

વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા વડાપ્રધાને કહ્યું કે તમારે પાસે જ સમય છે તે ખાલી છે તો તે સમયમાં કઈ ચીજ વસ્તુઓથી બચવું જોઈએ તે વસ્તુ પર તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ નહી તો તે ચીજ તમારો બધોજ સમય વેડફી નાખશે.

સાથેજ તેમણે એવું પણ કહ્યું કે જો તમે ખાલી સમયને વેડફી નાખશો તો આગળ જતા તકલીફ થશે કામ કર્યા પછી તમે રિફ્રેશ અને રિલેક્સ થવાનું રાખો છો, પરંતુ જો ખાલી સમયને વેડફી નાખશો તો આગળ જતા તમે તંગ રહી જશો તેવું વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું હતું સાથેજ તેમણે કહ્યું કે સમયને વેડફી નાખશો તો તમને થાકનો અનુભવ પણ થશે.

ઉપરાંત વડાપ્રધાને કહ્યું કે જો તમે ખાલી સમયને કામશો તો તેની વેલ્યું તમને આગળના સમયમાં ખબર પડશે, જેથી જીંદગીને એવી રાખો કે તમે આગળના સમયમાં તેને કમાઈ શકો અને તેના કારણે તમને આનંદ મળી રહે, વધુંમાં તેમણે એવું કહ્યું કે ખાલી સમયમાં આપણે આપણી જીજ્ઞાસા વધારવી જોઈએ. જેથી કરીને આપણી પ્રોડ્ટીવીટી પણ વધશે.

ઉલ્લેખનીય છે કે 2018 થી વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા હોય છે અને વિદ્યાર્થઓને મોટીવેટ પણ કરતા હોય છે આ વખતે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો પરંતુ કોરોનાને કારણે આ વખતે ડિજિટલ માધ્યમથી આ કાર્યક્રમ યોજાયો હતો. જોકે શિક્ષણ મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી મહિનામાંજ આ મામલે જાણ કરી દેવામાં આવી હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published.