માત્ર 16 વર્ષ ની આ ગુજરાતી દીકરીએ હાથ-પગને 90 ડિગ્રી પાર વળી ને નવો રેકોડ કાયમ કર્યો..

અન્ય

સુરત: અત્યાર સુધી લોકોએ સ્વસ્તિના અનેક રૂપ જાયો હશે પરંતુ સુરતની 16 વર્ષીય હીર પારેખે જે સ્વસ્તિની રચના કરી છે, તેની પ્રશંસા દેશ-વિદેશમાં થઈ રહી છે. હીર પારેખે પોતાના બંને હાથ અને પગ 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યા છે. જેની તસવીર આજે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે. બંને હાથ અને પગને 90 ડિગ્રીમાં ટર્ન કરી રચ્યો સ્વસ્તિક પોઝ ધોરણ 10ની વિદ્યાર્થીની અને 16 વર્ષીય હીર પારેખ એથ્લેટિક છે. રાજ્ય સ્તરની પ્રતિયોગિતામાં ત્યાં સુધી તેણીએ એક સિલ્વર અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. પરંતુ આજે સોશિયલ મીડિયામાં તેના એક ખાસ એથ્લેટિક પોઝની પ્રશંસા ખૂબ જ થઈ રહી છે. પિતા અને બેનને સ્વસ્તિકના ચિન્હની સોશિયલ મીડિયા પર તપાસ કરતા જોઈ તેને આ સ્વસ્તિક પોઝની કલ્પના આવી હતી. માત્ર ગણતરીની મિનિટોમાં હીર પારેખે પોતાના બંને હાથ અને પગને 90 ડિગ્રીમાં મૂકી સ્વસ્તિક પોઝ રચના કરી હતી.

એથ્લેટિક હોવાના કારણે સહેલાથી બનાવ્યો આ પોઝ આ અંગે હીર પારેખે જણાવ્યું હતું કે, હાલ કોરોના કાળમાં લોકોમાં સર્જાયેલી નકારાત્મકતાને દૂર કરવા માટે આ ખાસ સ્વસ્તિ પોઝ બનાવ્યો છે. ટોપ એંગલથી જોવા પર સ્વસ્તિક સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતે એથ્લેટિક હોવાના કારણે સહેલાથી આ પોઝ બનાવી લીધો. તેણે જણાવ્યું કે તે ક્યારે પણ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર અપલોડ કરતી નથી પરંતુ સ્વસ્તિકની તસવીર પ્રથમવાર અપલોડ કરી લોકોને આ તસવીરના માધ્યમથી સકારાત્મક સંદેશ પહોંચાડવા માંગે છે. હીર દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ખાસ સ્વસ્તિક પોઝ દેશના અનેક રાજ્યો સહિત અમેરિકા, ઈટલી સહિત અન્ય દેશોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *