આ છે કુંભકરણ ની બહેન, એક વાર ઊંઘી જાય તો જાગે છે આટલા દિવસો પછી…

અન્ય

રામાયણમાં તમે કુંભકર્ણ વિશે જોયું અને સાંભળ્યું હશે. જેમાં રાવણનો ભાઈ કુંભકર્ણ એકવાર સૂઈ જાય, તો તે ઘણા દિવસો અને મહિના સુધી જાગતો નથી. રાવણે તેને ઉઠાડવા માટે ઘણી સખત મહેનત કરવી પડી હતી. કુંભકર્ણની જેમ, કળીયુગમાં ઇન્ડોનેશિયાની રહેવાસી એચા હાલ ચર્ચા જોવા મળી રહી છે., જે ઊંઘી ગયા બાદ ઘણા દિવસો સુધી જાગતી નથી. એચા ત્યારે ચર્ચામાં આવી જ્યારે તે 2017માં સળંગ 17 દિવસ સુધી ઊંઘ્યા બાદ જાગી ન હતી. આ પછી તો, અનેક વખત એવું બન્યું કે એચા લાંબા સમય સુધી સૂતી રહી.

હમણાં જ એક અઠવાડિયા પછી જાગી : તાજેતરમાં જ ઇન્ડોનેશિયાના દક્ષિણ કાલિમંતનમાં રહેતી આચા સાત દિવસ પછી જાગી છે. એક અઠવાડિયા પછી ઉભા થયા પછી, આચા ખૂબ જ નબળી પડી ગઈ છે. આટલા લાંબા સમય સુધી સૂવાને લીધે તેની હાલત કથળી રહી છે. લાંબા સમય સુધી સૂવાને લીધે એચા ખૂબ જ નબળી પડી ગઈ છે. ડોક્ટરોએ એચાનું પરીક્ષણ કરાવ્યું જેમાં કોઈ રોગ જોવા મળ્યો ન હતો.

ડોક્ટરો કારણ જાણી શક્યા નથી : આટલા દિવસો સુધી એચા સતત સૂઈ રહે છે તેનું કોઈ કારણ નથી સામે આવ્યું. એચાની હાલત જોઈને ડોકટરો પણ આશ્ચર્યચકિત છે. પરંતુ એચાની હાલત જોઈ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, તેણીને હાઈપરસોમનિઆ હોઈ શકે છે. આ રોગમાં, વ્યક્તિને દિવસ દરમિયાન ઘણી ઊંઘ આવે છે અને તે મોટાભાગનો સમય સૂવામાં વિતાવે છે. હાયપરસોમનીઆના કારણે નસ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ પેદા થાય છે. તેમજ ઘણી શારીરિક અને ભાવનાત્મક તકલીફ પણ રહે છે.

ઊંઘવાના સમયે આવું હોય છે રૂટિન : જો એચા એકવાર સૂઈ જાય છે, તો તેને ઉઠાડવી અશક્ય છે. તેને ઊંઘમાં જ, તેના માતાપિતા ખવડાવે છે, જેને તે ચાવીને ખાય છે. જ્યારે તેને બાથરૂમમાં જવું હોય, ત્યારે તે ઊંઘમાં જ બેચેન થઈ જાય છે. તેને ઉપાડી માતા-પિતા બાથરૂમમાં લઈ જાય છે, જ્યાં તેને પકડી ટોયલેટ સીટ પર બેસાડવામાં આવે છે. હજુ સુધી સ્લીપિંગ બ્યૂટી સિન્ડ્રોમની કોઈ સારવાર મળી નથી. પરંતુ એચાના માતા-પિતાને આશા છે કે, તેમની પુત્રી જલ્દીથી સ્વસ્થ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *