માધુરી દીક્ષિતને આ ગુજરાતી ક્રિકેટર સાથે થઈ ગયો હતો પ્રેમ, અને પછી કર્યું હતું આવું..

મનોરંજન

દેશભરમાં ચાલી રહેલાં લૉકડાઉન દરમિયાન બોલિવૂડ સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. એવામાં માધુરી દીક્ષિત અને ક્રિટેર અજય જાડેજાનો એક કિસ્સો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. તો આ કિસ્સા વિશે અમે તમને જણાવીએ.

ઇન્ડસ્ટ્રીમાં માધુરીના અફેરના કિસ્સો ઓછાં નથી. તેનું નામ કો-સ્ટાર અનિલ કપૂર, જેકી શ્રોફની સાથે પણ જોડાઈ ચૂક્યું છે. આ ઉપરાંત અનેક સ્ટાર સાથે માધુરીનું નામ જોડાયેલું છે. રિપોર્ટ્સ મુજબ, માધુરી અજય જાડેજા પર ફિદા હતી પણ, જાડેજાની એક ભૂલને લીધે તેમનું દીલ તોડી દીધું હતું.

પહેલી મુલાકાતમાં માધુરી અજયથી ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગઈ અને ખુદને તેમની તરફ આકર્ષિત થતાં રોકી શકી નહીં. બંનેનું અફેર બોલવૂડમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો. ડાયરેક્ટર્સને પણ તેમની ફિલ્મ માટે નવી જોડી મળવાની આશા જાગી.

અનેક સુપરહિટ ફિલ્મોથી ફેમસ થનારી માધુરી ક્રિકેટર અજય જાડેજા પર ફિદા હતી. એક મેગેઝીનના ફોટોશૂટ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી.

માધુરીની ભલામણ પર એક પ્રોડ્યુસરે અજયને ફિલ્મમાં લેવાનું પણ જાહેર કરી દીધું હતું. માધુરી સાથે જોડાવવાની અસર જાડેજાના ક્રિકેટ પર્ફોમન્સમાં જોવા મળી હતી. મીડિયામાં બંનેના અફેરના કિસ્સા આવવા લાગ્યા હતા.

અજય જાડેજાના પરિવારને આ વાત પસંદ નહોતી. ફેમિલીના દબાણમાં આવી અજયે ક્રિકેટમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. આ પછી જાડેડાનું અઝરુદ્દીન સાથે મેચ ફિક્સિંગમાં આવી ગયું. આ સમાચારથી માધુરીનું દીલ તૂટી ગયું અને તે જાડેજાથી દૂર જવા લાગી.

આ પછી માધુરી, સંજય દત્તને ખૂબ જ પસંદ કરવા લાગી. 1991માં આવેલી ફિલ્મ ‘સાજન’ના શૂટિંગ પછી સંજય અને માધુરી એકબીજા સાથે લગ્નનું પ્લાનિંગ પણ કરી લીધું હતું. પણ ‘ખલનાયક’ ફિલ્મમાં જ્યારે સંજય જેલ ગયા તો માધુરી પણ તેમનેથી દૂર થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published.