આ પાટીદાર પરિવારે કરી બતાવ્યું આ કામ, દીકરીઓને ભાર ગણતાં લોકોને જરૂર મોકલો.

ખબરે

કડીના પાટીદાર પરિવારે દીકરી એટલે વ્હાલનો દરિયો અને દીકરી એટલે ઘરની લક્ષ્મી કહેવતને સાબિત કરી દીધી હતા. એમાં પણ જ્યારે એક સાથે બબ્બે વ્હાલના દરિયા આવતરે ત્યારે આ લક્ષ્મીનું સ્વાગત ધામધુમથી કરવું જ પડે ને!

કડીમાં આવેલી ગોપાલપાર્ક સોસાયટીમાં રહેતા 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ દિનેશભાઈ ભીખાભાઈ પટેલના પુત્ર અંકિતના ઘરે જોડિયા દીકરીઓનો જન્મ થયો હતો જેને લઈને પરિવારમાં ખુશી જોવા મળી હતી. આ સુંદર પ્રસંગ માર્ચ-2020નો છે. કોરોનાકાળમાં લોકોને પ્રેરણા આપતા આ પ્રસંગની તસવીરો અમે ફરી પબ્લિશ કરી રહ્યા છીએ.

દિનેશભાઈ પટેલે દીકરીઓને દીકરા તુલ્ય ગણી દરેક સમાજમાં સારો મેસેજ જાય તે માટે અમે બન્ને દીકરીઓનાં લાલજાજમ બિછાવી વધામણાં કર્યાં હતાં. 72 ચુંવાળ કડપા પાટીદાર સમાજના પ્રમુખ દિનેશભાઈ ભીખાભાઈ પટેલ પોતાની આગળી ઓળખ ધરાવે છે અને સમાજમાં સારું એવું નામ છે.

આખી દુનિયા ભલે આજે વુમન્સ ડે ઉજવી રહી હોય પરંતુ કડીના પાટીદાર પરિવારને ત્યાં તો ગત શુક્રવારે જ આ દિવસની ઉજવણી થઇ ગઇ હતી. કડીના એસ.વી. રોડ સ્થિત ગોપાલપાર્ક સોસાયટીમાં રહેતા 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ દિનેશભાઇ પટેલના પુત્ર અંકિતના ઘરે ટ્વિન્સ દીકરીઓનો જન્મ થતાં પરિવારમાં હલખની હેલી આવી હતી.

દવાખાને રજા અપાયા બાદ પુત્રવધૂનું પરિવાર અને સોસાયટીના લોકોએ લાલજાજમ પાથરી ઢોલ-નગારા અને પુષ્પવર્ષા કરી ઘરની લક્ષ્મીઓનું સ્વાગત કર્યું હતું. બાળકીનો જન્મ થતાં તેને તરછોડી દેવાની ઘટનાઓ સમાચારોમાં અવાર-નવાર આવતી રહે છે ત્યારે કડીના પાટીદાર પરિવારે જોડિયા દીકરીઓનું સ્વાગત કરીને સમાજને નવો રાહ ચિંધ્યો હતો.

બન્ને જોડિયા દીકરીઓ હોસ્પિટલમાંથી ઘરે પગ મુકે તે પહેલાં ઘર આંગણે તમામ તૈયારી કરી દેવામાં આવી હતી. આ તસવીરો વાયરલ થઈ હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *