હું 19 વર્ષની યુવતી છું, મને મોટી ઉમર ના પુરુષો સાથે સમાગમ માણવા નું ખુબજ મન થાય છે, પરંતુ..

અન્ય

પ્રશ્ન: હું ૩૬ વર્ષની અપરિણીત યુવતી છું. દસ વર્ષ પહેલાં હું એક યુવક સાથે પ્રેમમાં હતી. પછી તેણે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાં છે અને બે બાળકનો પિતા છે. મારે હજી પણ તેની સાથે શારીરિક સંબંધ છે. મારો પ્રશ્ન એ છે કે જ્યારે હું તેની સાથે સંભોગ કરું છું ત્યારે મને કોઈ જાતની ફીલિંગ્સ નથી થતી કે કોઈ પણ જાતનો અહેસાસ નથી થતો તે જ્યારે યોનિપ્રવેશ કરે છે ત્યારે મને ખબજ નથી પડતી કે પ્રવેશ થયો કે નહીં. સંભોગની ક્રિયા ક્યારે પૂરી થઈ જાય છે એની પણ મને જાણ નથી થતી. મને શું તકલીફ છે એ બાબતમાં માર્ગદર્શન આપશો. – એક યુવતી (રાજકોટ)

ઉત્તર: સ્ત્રીના કામચક્રમાં ચાર તબક્કા હોય છે : કામેચ્છા, યોનિમાર્ગમાં ચીકણાહટ, યોનિપ્રવેશ અને ચરમસીમા (સંતોષની અવસ્થાનો અહેસાસ). આમાંથી કયા તબક્કામાં તમને તકલીફ છે એ જાણવું જરૂરી છે અને એ જાણ્યા પછી એનો ચોક્કસ ઉપાય થઈ જશે. આ કોઈ મોટી સમસ્યા નથી. આ એક સામાન્ય તકલીફ છે અને માત્ર સામાન્ય બુદ્ધિના ઉપયોગથી સૉલ્વ થઈ જાય છે.

પ્રશ્ન: મારી ઉંમર ૬૯ વર્ષની છે. ૬૭ વર્ષ સુધી મારી સેક્સ-લાઈફ નોર્મલ હતી. બે વર્ષ પહેલાં જાણ થઈ કે મને ઑસ્ટિયોપોરોસિસ છે. બે વર્ષથી ઉત્થાનની તકલીફ પણ છે અને સંભોગ કર્યા પછી ઘણી વીકનેસ લાગે છે. તો ઑસ્ટિયોપોરોસિસ હોય એ વ્યક્તિએ સેક્સ-લાઈફ બંધ કરી દેવી જોઈએ કે ચાલુ રાખી શકે? સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને વધુ નુકસાન કે કેલ્શિયમ વધુ-ઓછું થાય એવું બને? માર્ગદર્શન આપશો. – એક પુરુષ (અમદાવાદ)

ઉત્તર: સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને બિલકુલ નુકસાન નથી થતું. હકીકતમાં મૂવમેન્ટ ચાલુ હોય તો હાડકાં વધુ મજબૂત થાય છે અને એની મજબૂતાઈમાં કોઈ વિપરીત અસર નથી થતી. સંભોગ કર્યા પછી તમને જો થાક લાગતો હોય તો નિયમિત સવારે રાસાયણ ચૂર્ણ નરણા કોઠે લેવું હિતાવહ રહેશે. રાસાયણ એટલે એ દવા જે જવાની ટકાવી રાખે અને બુઢાપાને દૂર ઠેલે. આમાં ત્રણ દ્રવ્યો આવે છે : ગળો, ગોખરું અને આમળાં. ગળો શક્તિપ્રદ છે. ગોખરું માટે હમણાં પુરવાર થયું છે કે એનામાં ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન) ખૂબ જ છે.

પરિણામે એ કામેચ્છા અને કામશક્તિમાં આવેલી ઊણપ પૂરી કરી શકે છે, વૈદ્ય બાપાલાલ આ દવાની હંમેશાં ભલામણ કરતા. રાત્રે સૂતી વખતે એક ચમચી ગાયનું ઘી ગાયના દૂધમાં પ્રમાણસર ખડીસાકર સાથે મેળવીને પીશો તો પણ રાહત થશે. ગાયનું ઘી ગાયના દૂધમાંથી જ બનતું હોય છે હાડકાંની મજબૂતી માટે પણ એ મદદરૂપ થશે. ગાયનું ઘી માનસિક શાંતિ પ્રદાન કરે છે. એનાથી ઍસિડિટી ઓછી થાય છે અને કબજિયાતમાં પણ અમુક અંશે રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *