હું 22 વર્ષની છું, ઓનલાઈન એક યુવક ને મળી હતી અમે વારંવાર મજા લીધી છે, પરંતુ હવે..

અન્ય

પ્રશ્ન : મારી ગર્લફ્રેન્ડનો સ્વભાવ પી’રિ”ય’ડ્સ દરમિયાન ચીડિયો થઇ જાય છે. એ સમયે તેને મારી દરેક વાત ખરાબ લાગે છે અને અમારી વચ્ચે બહુ ઝ-ઘડા થાય છે. એ સમયે તેની સાથે કઇ રીતે વર્તન કરું? એક યુવક (આણંદ)

ઉત્તર : પી’રિ”ય’ડ્સનો સમય મહિલાઓ અને યુવતીઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. આ દરમિયાન માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ તણાવ આવે છે અને સ્વભાવ ચીડિયો થઈ જાય છે. જેના કારણે ઘણી વખત પાર્ટનર વચ્ચે માથાકૂટ થઈ શકે છે. પાર્ટનરના મૂડને સરખો કરવા માટે લાઈટ મ્યૂઝિક પ્લે કરો. પાર્ટનરને ખૂબ પ્રેમ આપો. તેમને અનુભવ કરાવો કે તમને પણ તેની ચિંતા છે.

દરેક વાત સાંભળવા તૈયાર રહો, પી’રિ”ય’ડ્સ દરમિયાન કેવું ફીલ થાય છે એ કોઇ મહિલા સિવાય કોઇ સમજી શકતું નથી. આ સમયે તમારી ગર્લફ્રેન્ડને ખુશ રાખો અને તેની દરેક વાત સાંભળવા તૈયારી રાખો. પી’રિ”ય’ડ્સમાં શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. હોર્મોનમાં ચેન્જ આવવાથી મહિલા પાર્ટનરનો મૂડ સ્વિંગ થયા કરે છે. આ સ્થિતિને સમજો અને તેના પર ગુસ્સો ન કરો.

આ સમયે તેની સાથે લડાઈ-ઝઘડો ન કરવો અને તેની તાકાત બનો. તેને પૂરો આરામ આપો. આ સમયે તેમને તમારા માનસિક સપોર્ટની જરૂર હોય છે. પી’રિ”ય’ડ્સ દરમિયાન રક્તસ્ત્રાવ થતો હોવાના કારણે શરીરમાં લોહીની સાથે સાથે પાણીની ઉણપ થઈ જાય છે. આવી સ્થિતિમાં પાર્ટનરને ખૂબ વધારે પાણી, જ્યૂસ અને અન્ય પ્રવાહી પદાર્થ પીવડાવો. બોડી જેટલી વધારે હાઈડ્રેટેડ રહેશે દુખાવો તેટલો ઓછો થશે. જો તમે બે-ચાર દિવસ તમારી ગર્લફ્રેન્ડને સાચવી લેશો તો એ તમારા પર ખુશ થઇ જશે અને તમારા સંબંધો વધારે મજબૂત બનશે.

પ્રશ્ન : હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. છ મહિના પહેલાં હું ડેટિંગ એપના માધ્યમથી એક યુવાનના પરિચયમાં આવી હતી અને બેથી ત્રણ મુલાકાતોમાં અમે નજીક આવી ગયા હતા. મને તે યુવકમાં મારો જીવનસાથી દેખાવા લાગ્યો હતો. અમે ફિઝિકલી પણ આગળ વધી ગયાં હતા. જોકે છેલ્લા એક મહિનાથી તેનો વ્યવહાર સાવ બદલાઇ ગયો છે. અમે ફિઝિકલી આગળ વધ્યા એ પછીથી તેનો રિસ્પોન્સ ઘટવા લાગ્યો. છેલ્લા થોડા દિવસથી તો તેનો નંબર જ બંધ આવે છે અને એપ પરથી તેણે પ્રોફાઇલ પણ ડિલીટ કરી નાખ્યો છે. મારા બોયફ્રેન્ડે મને રાતોરાત છોડી દીધી. હવે હું શું કરું? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : જ્યારે કોઈકને માટે વિશેષ લાગણી થાય અને પ્રેમની લાગણી થાય અને પછીથી એકાએક કોઈ જ કારણ વગર બ્રેકઅપ થઇ જાય ત્યારે ચોક્કસ આંચકો લાગે છે. જોકે જીવનમાં કડવી હકીકતોનો પણ સામનો કરવો જ પડે છે. તમે છોડી ગયેલા બોયફ્રેન્ડ માટે દુઃખ થાય છે, પણ હવે એ દુ:ખ બદલ રોવાનો કોઈ મતલબ નથી કારણ કે ડેટિંગ એપ પરથી મોટાભાગે જે સંબંધ બંધાતા હોય છે એમાં તકલાદીપણું વધારે હોય છે.

તમારે આ ઘટનામાંથી શીખવું જોઇએ. તમે હવે સંબંધો પ્રત્યે ગંભીર થાઓ એ જરૂરી છે. જીવનસાથીની પસંદગી કરવા માટે ઠરેલપણું આવવું જરૂરી છે. તમે કેવું જીવન જીવવા માગો છો અને એમાં તમને કેવા પાર્ટનરની ખેવના છે એ બાબતે થોડું ચિંતન કરો. ડેટિંગ એપ થકી સાથીની પસંદગી કરવી એ ખોટું નથી, પરંતુ જો તમે એમાં માત્ર ડેટિંગ કરવા ઇચ્છતા હશો તો કાયમી સંબંધ બાંધવામાં તમને કદાચ કાયમ નિષ્ફળતા જ મળશે. જો તમે ખરેખર જીવનમાં સ્થાયી અને સ્થિર સંબંધ ઇચ્છતા હો તો કોઇ વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે સંકળાતા પહેલા એ વ્યક્તિ તમારી સાથે કેવા પ્રકારના સંબંધો બાંધવા ઇચ્છે છે એ એલર્ટ રહીને ચકાસી લેવું જોઇએ જેથી ભવિષ્યમાં પસ્તાવાનો વારો ન આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *