હું તારા પતિને ખુશ રાખું છું, તું તારા સસરાને ખુશ રાખ, ત્યાર બાદ ખેલાયો ખરા-ખરી નો ખેલ..

અન્ય

ગોતા વિસ્તારમાં રહેતી યુવતીને તેના પતિને ખરજવું અને દાદર હતી તે બાબત છુપાવીને તેના સાસરિયાઓએ દગો કર્યો હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. એટલું જ નહીં તેના પતિને પાડોશમાં રહેતી અન્ય એક મહિલા સાથે અનૈતિક સબંધો હતા,

તેમ છતાં યુવતી મૂંગા મોઢે બધુ વેઠતી હતી. તેના સસરા વિધુર હોવાથી પરિણીતાને તેની સાથે અનૈતિક સબંધોની માંગણી કરતા હતા. આ અંગે યુવતીએ તેના પતિ અને નણંદને જાણ કરી તો તેમને પણ સસરાને ખુશ રાખવાના કહીને તેના પાસે પાંચ લાખ રૂપિયાના દહેજની માંગણી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

પતિ સાથે સબંધો ધરાવતી પાડોશને પણ યુવતીને સલાહ આપી હતી કે, હું તારા પતિને ખુશ રાખુ છું, તું તારા સસરાને ખુશ રાખ તેવો પણ ફરિયાદમાં આક્ષેપ થયો છે. ગોતા વિસ્તારની 31 વર્ષીય યુવતીના લગ્ન તેના સમાજના પેથાપુરમાં રહેતા અભિલાષ પાઠક સાથે ડિસેમ્બર 2020માં થયા હતા. થોડા સમય બાદ યુવતીને તેના સસરા મુકુંદ પાઠક અડપલા કરતાં હતા. જેથી તેણીએ ના પાડતાં તે ઉશ્કેરાયા હતા.

તેમજ તેની સાથે શારીરિક સબંધ બાંધવા હેરાન-પરેશાન કરતા હતા. યુવતીની માતા અને ભાઇએ લગ્ન વખતે 10 તોલા સોનાના દાગીના તેમજ અને રોકડ રૂપિયા આપ્યા હતા. તેમ છતાં યુવતીની નણંદ પૂજા પાઠક અને પતિ અભિલાષ તેને ટોણા મારતા હતા અને મેડિકલ સ્ટોર શરૂ કરવા પાંચ લાખ પિયરથી લાવવા કહેતાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *