ભારતથી ખરીદી કરીને નેપાળમાં 70 રૂપિયા લિટર વહેંચાઈ રહ્યું છે પેટ્રોલ, જાણો આ પાછળનું કારણ તમે પણ

અજબ-ગજબ

દેશમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને તેનો પ્રભાવ એવા રાજ્યોમાં અલગ દેખાય પણ રહ્યો છે જેની સરહદ આપણા પાડોશી દેશ નેપાળ સાથે જોડાયેલી છે. આ રાજ્યોમાં નેપાળથી ભારતમાં પેટ્રોલની તસ્કરી શરૂ થઈ છે.

Advertisement

નોંધનીય છે કે નેપાળમાં પેટ્રોલનો ભાવ ભારત કરતા 22 રૂપિયા ઓછો છે. મીડિયા અહેવાલો મુજબ બિહારના અમુક જિલ્લામાંથી સ્થાનિક લોકો પેટ્રોલની તસ્કરી કરી રહ્યા છે અને સ્થાનિક પોલીસ તેમજ SSB ના જવાનોએ આવા અમુક લોકોને પકડ્યા પણ છે.

અસલમાં આ ખેલ એટલા માટે શરૂ થયો છે કારણ કે નેપાળમાં ભારતની સરખામણીએ પેટ્રોલનો ભાવ ઓછો છે બિહારના અરરિયા અને કિશનગંજ જિલ્લામાં આવા કેસો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અરરિયામાં પેટ્રોલની કિંમત 93.50 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે નેપાળમાં આ ભાવ 70.62 રૂપિયા છે. એક સવાલ એ પણ છે કે નેપાળને ભારત જ પેટ્રોલ પૂરું પાડી રહ્યું છે ત્યારે ત્યાં ભારત કરતા ઓછી કિંમતે પેટ્રોલ કઈ રીતે વેંચાય છે ? ચાલો આ સવાલનો જવાબ મેળવીએ.

નેપાળમાં પેટ્રોલની આપૂર્તિ ભારતમાંથી થાય છે. બન્ને દેશો વચ્ચે થયેલ એક જુની સંધી મુજબ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસી) નેપાળ માટે ખાડી દેશોમાંથી પેટકોન આયાત કરે છે. નેપાળને આ પેટ્રોલ મૂળ ભાવે જ વેંચવામાં આવે છે ફક્ત રિફાઇનરી ચાર્જ જ વસુલવામાં આવે છે. આ જ કારણ છે કે નેપાળમાં ભારતની સરખામણીએ પેટ્રોલ સસ્તું મળે છે અને હવે પેટ્રોલના ભાવો વધતા નેપાળમાંથી પેટ્રોલની તસ્કરી થવા લાગી છે.

આ બાબતે નેપાળ સરહદ પાસેના વિસ્તારોમાં આવેલ્સ પેટ્રોલપંપના માલિકોના કહેવા મુજબ નેપાળમાંથી પેટ્રોલ તસ્કરી શરૂ થવાથી ત્યાંના સ્થાનિક બજારમાં પેટ્રોલનું વેંચાણ પ્રભાવિત થઈ રહ્યું છે. જો કે હવે આ બાબતે પોલીસ સતર્ક થઈ ગઈ છે. એસએસબીના ડીઆઈજી એસકે સારંગીએ જણાવ્યું કે સીમાવર્તી વિસ્તારોમાં કડક નજર રાખવામાં આવી રહી છે. કિશનગંજ જિલ્લામાં સ્થાનિક પોલીસ પણ પેટ્રોલીંગ માટે એસએસબીની મદદ કરી રહી છે.

બિહારના ઘણા વિસ્તારો એવા છે જ્યાં નાની ગલીઓ અને પગદંડીન રસ્તે લોકો સરળતાથી સરહદ પાર કરી લે છે. નેપાળમાંથી ગેરકાયદેસર રીતે ખરીદીને લાવવામાં આવેલુ પેટ્રોલ નાના વિક્રેતાઓને ભારતના બજારભાવ કરતા ઓછી કિંમતે વેંચી દેવામાં આવે છે. નોંધનીય છે કે દેશમાં એક સપ્તાહથી કે એથી પણ વધુ સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને આંબી ગયો હતો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.