કોરોના થી ફેફસા સ્વસ્થ રાખવા હોય તો આજે જ અપનાવો આ રીત, 100 % ફાયદો થશે.

હેલ્થ

ફેફસા આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. ફેફસાની દેખભાળ પણ શરીરના બાકી અંગોની જેમ બેહદ જરૂરી છે. ફેફસાને સ્વસ્થ રાખવા માટે આપણે એવી વસ્તુને ડાયેટમાં સામેલ કરવી જોઈએ. જે સીધો ફેફસાને ફાયદો પહોંચાડે છે. આ વસ્તુ ફેફસાને સ્વસ્થ રાખવામાં જ ફાયદો નથી પહોંચાડતી, પરંતુ કોઈ ફેફસાથી સંબંધિત બીમારી હોય તો આ વસ્તુ તેનો ઈલાજ નથી બની શકતી. આ માટે ડોક્ટરની સલાહ લઈને જ સેવન કરવું જોઈએ. આવો જાણીએ ડાયેટમાં સામેલ કરીને ફેફસાને સ્વસ્થ રાખી શકાય છે.

હળદર : જો કે આપણે ઘણાં મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ હળદર સૌથી અસરકારક માનવામાં આવે છે. હળદરના સેવનથી શરીરને દરેક રીતે ફાયદો થાય છે. હળદરમાં ભરપૂર એન્ટી ઓક્સીડન્ટ હોય છે, જે સોજાને ઘટાડવામાં મદદ કરે છે. વાયુમાર્ગને સ્વચ્છ રાખે છે અને ફેફસાના ચેપને દૂર કરવામાં મદદ કરે છે, તેથી તમારા આહારમાં હળદર ખાવી જોઈએ. હળદરને દૂધમાં ભેળવીને પીવાથી ફાયદો થઈ શકે છે.

ઓરેગાનો : ઓરેગાનોમાં રહેલા રોઝમેરીનિક એસિડ નામનું સંયોજન ફેફસાં માટે ફાયદાકારક છે. શરીરમાં બળતરા કરતા હિસ્ટામાઈન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં હાજર રહેલા ફેફસામાં રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. ઓરેગાનોમાંમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે, જે શરીરને ચેપ અને રોગથી સુરક્ષિત કરે છે. તેથી, તેને ફક્ત ઈટાલિયન ખોરાકમાં જ નહીં, પરંતુ અન્ય ખોરાકમાં પણ ઓરેગાનો સામેલ કરો.

મુલેઠી : મુલેઠીનો ઉપયોગ તમે ડાયેટમાં કરીને ફેફસાંને સ્વસ્થ રાખી શકો છો. તેનો ઉપયોગ શ્વસન સમસ્યાઓ અને શરદી અને ખાંસીથી રાહત માટે થાય છે. મુલેઠીનો ઉપયોગ મોટાભાગે કફ સીરપમાં પણ વપરાય છે. કારણ કે તેમાં હાજર કમ્પાઉન્ડ ફેફસાંમાં સરળતાથી જમા થઈ રહેલ લાળમાંથી બહાર નીકળી જાય છે.

અજમાના ફૂલ : અજમાના ફૂલએ જડીબુટી છે. તેનો ઉપયોગ ઘણી વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે. અજમામાં રહેલા એન્ટિઓક્સિડન્ટ જેવા કે અપીગેનીન અને લ્યુટેલીન શરીરમાં બળતરા ઘટાડે છે. વાયુમાર્ગને હળવા કરે છે અને ફેફસાંને પણ શુદ્ધ કરે છે. તેથી અજમાના ફૂલને ડાયેટમાં સામેલ કરવા જોઈએ.

ગિલોય : તમે તમારા ફેફસાંને સ્વસ્થ રાખવા અને તમારી ઈમ્યુનીટી વધારવા માટે ગિલોયનો ઉપયોગ કરી શકો છો. ગિલોયમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણધર્મો છે. જે ફેફસાંને અસર કરતા વાયરસ સાથે કામ કરવામાં મદદગાર છે. ગિલોય ફેફસામાં બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે. તેથી જ ગિલોયનું સેવન કરવું જ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *