કોરોના થી બચવું હોય તો અપનાવી જોવો એક વાર આ ઉપાય, ગળા થી લઇ ને ફેફસા ને રાખશે એકદમ સ્વસ્થ..

હેલ્થ

ઘરેલૂ નુસ્ખાઓની મદદથી ઇમ્યૂનીટિ બૂસ્ટ કરવા પર જોર આપવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઇએ કે કેટલીક નેચરલ વસ્તુઓ એવી છે કે જેનું સેવન કરવાથી ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ થઇ જાય છે. જો તમે રોજ ચા પીવો છો તો તમે ચાને પણ ઇમ્યૂનિટી બુસ્ટર બનાવી શકો છો. તેમાં માત્ર 2 વસ્તુ એડ કરવાથી તે ઇમ્યૂનિટી ડ્રિંક થઇ જાય છે.

ચામાં કરો બદલાવ : તમે રોજ સવારે પોતાની ચામાં થોડો બદલાવ કરશો એટલે તે હેલ્ધીની સાથે ઇમ્યૂનીટિ બુસ્ટરનું કામ કરશે. ઇમ્યૂનીટી બુસ્ટ કરવા માટે તે કારગર સાબિત થયુ છે. પોતાની લાઇફસ્ટાઇલમાં થોડા બદલાવ કરવા જરૂરી છે. કારણકે આ પ્રકારની પરિસ્થિતિમાંથી આપણે પહેલી વાર પસાર થઇ રહ્યાં છીએ.

મૂલેઠી : મૂલેઠીનો ઉપયોગ આયુર્વેદમાં ઘણા રોગથી લડવા માટે કરવામાં આવે છે. જો તમે આ વસ્તુને પોતાની ચામાં નાંખીને તેનુ સેવન કરશો તો તમારી ઇમ્યૂનિટી વધારવામાં મદદ કરશે. મૂલેઠી ઇમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરે છે અને શરદી ખાંસી જેવા રોગોને પણ દુર કરે છે. મુલેઠીમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ રહેલા હોય છે.

લવિંગ : શું તમે જાણો છો કે ચામાં લવિંગ નાંખવાથી ઘણો ફાયદો થાય છે. લવિંગવાળી ચા પીવાથી તમારી ચામાં માત્ર ફ્લેવર જ નહી આવે પરંતુ એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી વાયરલ પણ ભરપૂર માત્રામાં આવશે. લવિંજ શરીરમાં રહેલા કંજેશનનો ખતમ કરવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *