જો સપના માં આવે જીવ જંતુ કે પ્રાણી તો ગભરાઈ ને ઉઠી ના જશો સુતા રેહવા પર થશે આ મોટો લાભ…

અજબ-ગજબ

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આપણને આવનાર સપના ભવિષ્યનો સંકેત આપે છે. વિજ્ઞાન માને છે કે સપનાનો કોઇ અર્થ નથી હોતો પરંતુ સ્વપ્નશાસ્ત્ર અનુસાર દરેક સપનું કોઇ સંકેત આપે છે. કાળો નાગ : સપનામાં જો તમને કાળો નાગ દેખાય છે તો આ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમારા કામમાં વૃદ્ધિ થવાની છે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.

સસલું : જો તમને સપનામાં સસલું દેખાય છે તો તે પણ એક શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમારા જીવનમાં પ્રેમ વધશે વૈવાહિક જીવન વ્યવસ્થિત રીતે જશે. ગરોળી : ગરોળીને સપનામાં જોવી તે પણ એક સારો સંકેત છે. આ સપનાનો અર્થ છે કે તમને અચાનક ઘનપ્રાપ્તિ થવાની છે. કરજ જેવી સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળવાની છે અને તમે જે કાર્ય કરશો તેમાં સફળતા મળશે.

બકરી : સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં બકરી દેખાવી તે બદલાવનો સંકેત છે. જે તમે વ્યવસાયિક યાત્રા કે મિત્રો સાથે યાત્રા કરવાના છો તો તે સુખદ અને સફળ સાબિત થશે. માછલી : જો તમને સપનામાં માછલી દેખાય છે તો તેનો અર્થ છે કે તમારુ અટકેલુ ધન પ્રાપ્ત થશે અને જો તમે અવિવાહિત છો તો જલ્દી જ તમારા લગ્ન થઇ જશે.

સિંહ : સિંહનું સપનામાં આવવું તે ઇશારો કરે છે કે તમારુ પદ અને પ્રભાવ વધવાનો છે. તમને તમારા કાર્યમાં સફળકતા મળશે અને શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકશો. હાથી : સ્વપ્નશાસ્ત્ર અનુસાર હાથીને સપનામાં જોવો તે શુભ સંકેત છે. તેનાથી તમને કોઇ પણ માધ્યમથી ધન પ્રાપ્ત થઇ શકે છે. આવનારી મોટી સમસ્યા સામે લડવા તમે તૈયાર છો તેવું પણ સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *