કબજિયાતને જડમૂળથી મટાડવી હોય તો અપનાવો આ દેશી ઉપાય, ક્યારેય દવાખાના ના પગથિયાં નહિ ચડવા પડે..

હેલ્થ

સવારે જો પેટ સાફ ન થયા તો દિવસભર પેટમાં દુ:ખાવો, પેટ ફૂલવું અને ગેસ જેવી તકલીફો થાય છે. પરંતુ જો પેટ સાફ ન થવાની તકલીફ દરરોજ થતી હોય તો તેને કબજિયાત કહેવાય છે. કબજિયાતની તકલીફ પ્રેગનેન્સી દરમિયાન અથવા કેટલીક દવાઓનું સેવન કરવાથી વધારે થાય છે.

આ કારણથી થાય છે કબજિયાતની સમસ્યા

દુનિયાભરની લગભગ 16થી 20 ટકા આબાદીમાં હાલમાં કબજિયાતની સમસ્યા જોવા મળી રહી છે. માત્ર અમેરિકાની લગભગ 20 ટકા આબાદી કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહી છે.

પાણી પીવો

ડિહાઇડ્રેશનના કારણે કબજિયાત થયા છે તેથી યોગ્ય પ્રમાણમાં પાણી પીવો. તમે ઇચ્છો તો સાદા પાણીની જગ્યાએ લીંબુ પાણી, નારિયેળ પાણી જેવા તરલ પદાર્થોને પણ ડાયટમાં સામેલ કરી શકો છે. દરરોજ 2-3 લીટર પાણી પીવો.

ફાયબર યુક્ત વસ્તુઓ ખાવી

ફાયબરનું વધારે સવેન કરવાથી પાચન તંત્ર ઝડપથી કાર્ય કરે છે, જેના કારણે સ્ટૂલ પાસ કરવું સરળ બને છે. તેથી તમારા ડાયટમાં અનાજ, ફળો અને શાકભાજી, ઓટ્સ, જવ, નટ્સ વગેરેનો સમાવેશ કરો. તમે ઇચ્છો તો કબજિયાતમાં ઈસબગુલનું પણ સેવન કરી શકો છો.

કિસમિસ ખાઓ

મુનક્કા જે કિસમિસનું એક મોટું સ્વરૂપ છે. તેનું સેવન કરવાથી પણ કબજિયાતમાં રાહત મળે છે. 8થી 10 મુનક્કાને રાત્રે પાણીમાં પલાડી દો અને સવારે તેના બીજ કાઢી મુનક્કાને દૂધમાં મિક્સ કરી ઉકાળો અને ખાઓ.

જીરું અને અજમો

આ બંને મસાલા કબજિયાતની સમસ્યા દુર કરવામાં મદદ કરી શકે છે. જીરું અને અજમાને ધીમા તાપે શેકો અને ત્યારબાદ ક્રશ કરો. તેમાં કાળુ મીઠું મિક્સ કરો. ત્રણ વસ્તુ સમાન પ્રમાણમાં હોવી જોઇએ. દરરોજ અડધો ચમચો આ ચૂરણનું હુંફાળા પાણી પાણી સાથે સેવન કરો. કબજિયાત માટે આ ખુબજ અસરકારક ઉપાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *