લાખોની સેલેરી છોડી ને ખેતીવાડી અને પશુપાલન કરવા વિદેશ થી ગુજરાત આવ્યા આ પતિ-પત્ની…

અજબ-ગજબ

આજના સમયમાં લોકોને વિદેશ ફરવા જવાનો અને સ્થાયી થવાનો વધારે મોહ હોય છે. ત્યારે પોરબંદરના બેરણ ગામનું એક દંપતી વિદેશમાં વસવાટ કરતું હોવા છતા તે હાઈ- ફાઈ સુવિધાવાળું જીવન છોડીને પોતાના ગામમાં સ્થાયી થયું છે. તેમનું કહેવું છે કે ત્યાંની દોડધામવાળી જીંદગી જીવવી તેના કરતા કુદરતી વાતાવરણમાં અને સાદો ખોરાક ખાઈને ગામડાંમાં જીવન જીવવું વધુ

આજના સમયમાં લોકોને વિદેશ ફરવા જવાનો અને સ્થાયી થવાનો વધારે મોહ હોય છે. ત્યારે પોરબંદરના બેરણ ગામનું એક દંપતી વિદેશમાં વસવાટ કરતું હોવા છતા તે હાઈ- ફાઈ સુવિધાવાળું જીવન છોડીને પોતાના ગામમાં સ્થાયી થયું છે.

તેમનું કહેવું છે કે ત્યાંની દોડધામવાળી જીંદગી જીવવી તેના કરતા કુદરતી વાતાવરણમાં અને સાદો ખોરાક ખાઈને ગામડાંમાં જીવન જીવવું વધુ સારૂ છે. આ દંપતી ગાય અને ભેંસોનું ચોખ્ખું દૂધ , ઘી તેમજ તાજા શાકભાજી અને ફળો ખાઈને શાંતિનું જીવન જીવે છે.

પોરબંદર તાલુકાના બેરણ ગામમાં માતા-પિતા સાથે રહીને ખેતીવાડી અને પશુપાલન કરતા રામદેવભાઈ ખુંટી અને તેમના પત્ની ભારતીબેન બંને લોકો પહેલા ઈંગ્લેન્ડમાં સારી નોકરી કરતા હતા. આ દંપતી 2010માં ઈંગ્લેન્ડ ગયું હતું. જ્યાં રામદેવભાઈ ઈન્ટરનેશનલ ટુરીઝમ મેનેજમેન્ટમાં જોડાયા હતા. તેમના પત્ની લંડન ઍરપોર્ટમાં બ્રિટીશ ઍરવેઝમાં ઍર હોસ્ટેસનો કોર્ષ કર્યો હતો.

રામદેવભાઈના પિતાની વધુ ઉંમર હોવાને કારણે માતા પિતાની સેવા કરવા માટે વિદેશથી લાખો રૂપિયાની નોકરી છોડીને તેઓ વર્ષ 2018માં વતન પરત ફર્યા હતા અને ખેતીકામ કરવા લાગ્યા હતા. ભારતીબેન ખેતીકામથી અજાણ હોવા છતાં તેમણે બધુ કામ થોડા સમયમાં શીખી લીધું અને હવે 6 ભેંસોને બે ટાઈમ દોહવે છે. રસોઈ કામ કરે, ખેતીકામ કરે, અને નવરાશના સમયમાં ઘોડે સવારી કરીને તેમનો શોખ પણ પૂરો કરે છે.

વતન પરત ફર્યા પછી ભારતીબેને યુ-ટયુબમાં પોતાની એક ચેનલ શરૂ કરી છે. જેમાં તેઓ ગામડાના જીવન અંગેના વીડિયો બનાવીને પોસ્ટ કરે છે. તેની સાથે જ ખેતીકામ કરતા, ભેંસને દોહતા હોય તેવા, ઘાસ ચારો કેવી રીતે નાંખવો, પશુપાલન કેવી રીતે કરવું , વગેરે માહિતીના વીડિયો બનાવીને પોસ્ટ કરવા લાગ્યા. તે સિવાય મહેર સમાજની સંસ્કૃતિ, પહેરવેશ, ગામડાના રિવાજો, તે અંગેના વીડિયો પણ શેર કર્યા છે. તેમની યુ-ટયુબ ચેનલના 94 હજાર જેટલા સબસ્ક્રાઈબર છે અને 14 લાખ કરતા વધારે લોકોએ તેમના વીડિયોને જોયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *