મહાભારત ની દ્રૌપદી આજે દેખાઈ છે આટલી સુંદર, જુવો તસવીરો..

અન્ય

સામાન્ય રીતે તમે ટીવી પર ઘણા કાર્યક્રમો જોયા હશે, આ સાથે ટીવી પરનું જુનું મહાભારત સૌએ જોયું જ હશે, અને તેના પાત્રો એ એટલું સારું કામ કર્યું હતું કે તેઓ આજે પણ દરેકના દિલમાં વસે છે. આવું જ એક પાત્ર દ્રોપદીનું હતું.

બીઆર ચોપરા દ્વારા રજૂ કરાયેલ ‘મહાભારત’ કાર્યક્રમ હજી પણ ઘણા લોકોના હૃદયની નજીક છે. આ કાર્યક્રમમાં જોવા મળેલી દ્રૌપદીનું પાત્ર ખુબ જ સારું હતું, તો આજે આ પાત્ર કોણે ભજવ્યું અને હાલ તેઓ કેવા દેખાય છે તેની કેટલીક તસ્વીરો રજુ કરી છે, તો જોઇલો આ તસ્વીરો તમેપણ…

તમને જણાવી દઇએ કે આ કાર્યક્રમમાં દ્રૌપદીની ભૂમિકા નિભાવનારા આ કલાકારનું અસલી નામ ‘રૂપા ગાંગુલી’ છે. રૂપા ગાંગુલીના અંગત જીવનની વાત કરીએ તો તેનો જન્મ 25 નવેમ્બર 1966 માં કોલકાતા (પશ્ચિમ બંગાળ) માં થયો હતો.

તેમણે તેની કારકિર્દીમાં રૂપાએ 50 થી વધુ ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સાથે સાથે એક ખુબ જ સારી વાત એ પણ છે કે, રૂપાને તેના શાનદાર અભિનય માટે ઘણા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. અભિનય ઉપરાંત રૂપાએ ઘણી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે. આ માટે તેણે શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો રાષ્ટ્રીય એવોર્ડ પણ જીત્યો છે. મહાભારતમાં ધાર્મિક પાત્ર ભજવનાર રૂપા વાસ્તવિક જીવનમાં ખૂબ જ આકર્ષક રહી છે.

અન્ય કલાકારોની જેમ તે પણ ઘણી વખત પાર્ટીમાં એન્જોય કરતી જોવા મળી છે. દ્રૌપદીના પાત્ર પછી રૂપાની ફેન ફોલોઇંગમાં જબરદસ્ત વધારો થયો. 32 વર્ષ પહેલા રૂપાને એક એપિસોડ માટે માત્ર 3,000 રૂપિયા મળતા હતા. આજના યુગમાં કલાકારો એક એપિસોડ માટે લાખો રૂપિયા લે છે, તેથી 3 હજાર રૂપિયાની રકમ ખૂબ ઓછી લાગે છે. પરંતુ તે સમયે આખા શોનું બજેટ માત્ર 9 કરોડનું માનવામાં આવે છે.

શોમાં મોટા ભાગના કલાકારો નવા હતા અને તમામ મુખ્ય કલાકારોને વધુમાં વધુ 3 હજાર રૂપિયા મળતા હતા. બીઆર ચોપરાના કાર્યક્રમ મહાભારત સિવાય રૂપાએ અનેક હિન્દી, બંગાળી, ઉડિયા અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.

એવું પણ કહેવામાં આવે છે કે,રૂપા ગાંગુલીનું અંગત જીવન પણ ખૂબ જ અસ્થિર રહ્યું છે. ટીવી સીરિયલ સચ કા સામાનામાં રૂપાએ જણાવ્યું હતું કે તેણે ત્રણ વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

મહાભારતમાં રૂપા ગંગોલી પહેલા દ્રૌપદીની મહત્વની ભૂમિકા બોલિવૂડના સુપરસ્ટાર જુહી ચાવલાને ઓફર કરવામાં આવી હતી. જો જુહી આ રોલ માટે હા પાડી હોત તો તે આજે આ શોનો ભાગ હોત. પરંતુ જુહીએ આ સિરિયલ કરવાની ના પાડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *