મને સમાગમ નું ખુબજ મન થાય છે કોલેજ માં મારે અનેક પ્રેમી હતા પરંતુ હવે મને સામે રેહતા યુવક..

અન્ય

પ્રશ્ન : મારા લગ્નને છ વર્ષ થઇ ગયા છે અને અમારે ત્રણ વર્ષનો દીકરો છે. મારી સમસ્યા એ છે કે થોડા છ મહિનાથી હું જ્યારે શારીરિક સંબંધો બાંધવાની પહેલ કરું છું ત્યારે મોટાભાગે મારી પત્ની અનિચ્છા જ દર્શાવે છે. એની પાછળનું કારણ શું હોઇ શકે? -એક યુવક (રાજકોટ)

ઉત્તર : પતિ અને પત્નીની માનસિક, ભાવનાત્મક અને શારીરિક જરૂરિયાતો અલગ અલગ હોય છે. બાળકના આગમન પછી બંને પર જવાબદારીનો બોજ વધી જાય છે ત્યારે સૌથી પહેલી અસર જાતીય જીવન પર પડે છે.

ઘણી વખત એક અતિસંવેદનશીલ પુરુષ સતત પોતાની ઈચ્છાની અવગણનાથી એટલા આઘાતમાં સરી પડે છે. સ્વસ્થ જાતીય જીવન પુરુષને તેના પુરુષ હોવાનો અહેસાસ કરાવે છે અને તેનામાં જીવન પ્રત્યેનો ઉત્સાહ વધારે છે. જોકે જે રીતે પત્નીએ પતિની શારીરિક જરૂરિયાત સમજવી જોઇએ એ રીતે પતિએ પણ પત્નીની ભાવનાત્મક જરૂરિયાત સમજવી જોઇએ.

હકીતમાં સમય અને મૂડનો ‘ના’ અને ‘હા’ સાથે ઊંડો સંબંધ છે. આ બાબતમાં પુરુષોનો મૂડ ઘણો અટપટો હોય છે. કેટલાક પુરુષ જ્યારે ઈચ્છા થાય ત્યારે નિમંત્રણ આપે છે અને પત્નીએ મજબૂરીથી ‘ના’ પાડવી પડે છે. ઘણી વખત શારીરિક અસ્વસ્થતા અથવા લાચારીના લીધે પણ એક પત્નીને ‘ના’ પાડવાની ફરજ પડે છે.

ક્યારેક કોઈ કારણ ન હોય તો પણ પતિને પત્નીના વર્તનથી લાગે છે કે તે સેક્સ માટે ‘ના’ પાડી રહી છે. સંપૂર્ણ સહકાર આપતી પત્ની પણ ક્યારેક ‘ના’ કહી દે તો પતિએ સમજવું જોઈએ કે કોઈ કારણ ચોક્કસ છે. તે માત્ર બહાનું નથી અને આ સમયે પણ પ્રેમ એ સમજના માધ્યમથી તે કારણ શોધીને ફરી પત્નીનો સહકાર મેળવી શકે છે.

પ્રશ્ન : હું મેરિડ છું અને હું મારા કોલેજના સમય દરમિયાન 4-5 યુવકો સાથે એક સાથે બોલતી હતી અને અમે સુખ પણ માણતા હતા. આ પછી મારા મેરેજ થઈ ગયા અને હું હવે મારા પતિને વફાદાર રહેવા માંગતી હતી પણ મને મારા સામે રહેતો એક નવયુવાન ગમવા લાગ્યો છે અને તે પણ મને રોજ સ્માઈલ આપે છે.-એક યુવતી (નવસારી)

ઉત્તર : જો જે થઈ ચૂક્યું એ તમારો ભૂતકાળમાં થઈ ચૂક્યું.. હવે તમે ખુદ મેરિડ છો અને સમજદાર પણ.. તમે ટુક સમયનું સુખ મેળવવા માટે તમારા પતિથી હમેશા માટે દૂર પણ થઈ શકો છો. જેથી યોગ્ય સમજી વિચારીને તમે નિર્ણય લો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *