મારા પતિ ના નિધન પછી મને સમાગમ કરવાનું ખુબજ મન થાય છે પરંતુ હવે હું શું કરી શકું..?

અન્ય

પ્રશ્ન : મારી બહેન 16 વર્ષની છે અને 12મા ધોરણમાં ભણે છે. હું તેનાથી પાંચ વર્ષ મોટો છું. હાલમાં મારી બહેનની મિત્રએ મને માહિતી આપી છે કે તે એક યુવક સાથે રિલેશનશીપમાં છે. મારી બહેન આમ તો સમજદાર છે અને મને તેની રિલેશનશીપ સાથે કોઇ સમસ્યા નથી પણ મને લાગે છે કે હજી તેની વય થોડી નાની છે. આ કારણે મને ચિંતા થાય છે. હું શું કરું? એક યુવક (વાપી)

ઉત્તર : તમારા સમસ્યા સમજી શકાય એવી છે. તમને મોટા ભાઇ તરીકે ચિંતા થાય એ સ્વાભાવિક છે પણ સાથે સાથે તમે આજના યુવાન છો જેને પોતાની બહેન પર વિશ્વાસ પણ છે અને પાર્ટનર પસંદ કરવાના તેના અધિકારી સામે કોઇ ફરિયાદ પણ નથી. આ સમસ્યાનો ઉકેલ વાતચીતમાં જ રહેલો છે. તમે તમારી બહેન સાથે આ વાતની ચર્ચા કરવાનું ન ટાળો પણ તેની સાથે શાંતિ અને ધીરજથી સ્પષ્ટ શબ્દોમાં વાત કરો.

તમે તેને સમજાવો કે તમને તેની રિલેશનશીપથી કોઇ સમસ્યા નથી પણ આ સંબંધમાં રહીને યોગ્ય અને અયોગ્ય વચ્ચે સાચી પસંદગી કરવી એની જવાબદારી છે. જો તેણે રિલેશનશીપમાં રહેવાનો વિકલ્પ પસંદ કર્યો છે તો પણ એની સાથે જોડાયેલી જવાબદારીઓ પણ તેણે જ ઉપાડવી પડશે. તમે તમારી બહેનને અહેસાસ કરાવી શકો છો કે રિલેશનશીપ માટે આખું જીવન છે પણ તેનો અત્યારનો આ સમય અભ્યાસ અને કરિયર પર ધ્યાન આપવાનો છે.

જો તેની રિલેશનશીપ મજબૂત હશે તો પ્રતિકૂળ સમયમાં પણ એને અસર નહીં પડે પણ જો અભ્યાસ કરવાનો અને કરિયર બનાવવાનો સમય નીકળી જશે તો એ પાછો નહીં આવે. તમે એને સલાહ આપી શકો છો અને સાથે રહેવાનું આશ્વાસન આપી શકો છો. તમારા ટેકા અને હકારાત્મક અભિગમથી તે પોતાની જાતને સલામત સમજશે અને પોતાના જીવન માટે યોગ્ય હોય એવો નિર્ણય લઈ શકશે.

પ્રશ્ન : મારી વય 40 વર્ષની છે. હું એક કોર્પોરેટ કંપનીમાં સારા હોદ્દા પર કામ કરું છું. મારા પતિનાં અવસાનને માત્ર છ મહિના વીત્યા છે. મને સાથ માણવાની ઇચ્છા વારંવાર થાય છે. આ અંગે યોગ્ય માર્ગદર્શન આપશો? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : તમારી સમસ્યા યોગ્ય છે. આવી ઇચ્છા જાગે તે સ્વાભાવિક પણ છે. તમે આ અંગે તમારાં માતા-પિતાને વાત કરી, તમારા માટે કોઈ યોગ્ય પાત્ર શોધવાનું સૂચવી શકો છો. પતિના અવસાન બાદ પુન:જીવન શરૂ કરવામાં કંઈ જ ખોટું નથી. કેટલીક વાર માત્ર સાથ માણવાની ઇચ્છા સંતોષવા માટે જ નહીં, પણ યોગ્ય સાથીદારની હૂંફ અને સાથ પણ જરૂરી હોય છે. વળી, તમે કોર્પોરેટ કલ્ચરમાં છો, એવામાં આજકાલ નોર્મલ થઇ ગયેલા સ્ટ્રેસ, ડિપ્રેશનના માહોલમાં એક સારો સાથીદાર હોવો પણ મહત્ત્વપૂર્ણ છે. તમારે માત્ર જીવનને એક નવી નજરથી જોવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *