મારી ઉંમર 20 વર્ષ છે, મને રોજ હસ્ત મેથુન કરવાથી આદત પડી ગઈ છે, પરંતુ હવે મને..

અન્ય

પ્રશ્ન : નમસ્તે સર, મારી પત્નીની ઉંમર ૩૦ વર્ષ છે, તેની સમસ્યા એ છે કે છેલ્લાં ત્રણ વર્ષથી તેનું માસિક અનિયમિત થઇ ગયું છે. માસિકની તારીખ ન હોય અને તેને આવી જાય. અડધો મહિનો પૂરો થયો હોય અને તેને માસિક આવવા લાગે. આવું કયાં કારણોસર થતું હશે? મહેરબાની કરીને આનો ઉપાય જણાવશો.

જવાબ : માસિક બંધ થઇ જાય અને ન આવતું હોય તો તે ચિંતાજનક બાબત છે, પણ અનિયમિત હોવું એ ખરેખર ચિંતાજનક બાબત નથી. તમારાં પત્નીને વહેલું માસિક આવી જાય છે તેની પાછળ કદાચ તેમની ફૂડ હેબિટ અથવા તો ચિંતા કરવાનો સ્વભાવ પણ જવાબદાર હોઇ શકે છે. ઘણીવાર વધારે પડતું તીખું-તળેલું ખાવાની આદત હોવાથી શરીરને માફક ન આવતો હોય તો પણ માસિક વહેલું આવી જાય. આ જ રીતે કોઇપણ બાબતે ચિંતા થવા લાગતી હોય તો પણ આ તકલીફ સતાવ્યા કરે.

અલબત્ત, આ અંગે વધારે ટેન્શન લેવાની જરૂર નથી, હોર્મોન્સના કારણે પણ આવું બનતું હોય છે, પણ હોર્મોન્સ બદલાવાને કારણે માસિક વહેલું આવતું હોય તો એ માત્ર પાંચથી છ મહિના સુધી આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તમારી પત્નીને છેલ્લાં ત્રણ વર્ષથી આ સમસ્યા છે તો બને કે તેમને થાઇરોઇડની તકલીફ હોય, તેના કારણે પણ આવું થતું હોય છે. માટે એકવાર ગાયનેકનો સંપર્ક કરી તેમની પાસે ચેકઅપ કરાવડાવી લેવું. આ કોઇ મોટી ચિંતાની વાત નથી પણ મનની શાંતિ માટે એકવાર ચેકઅપ કરાવડાવવું જરૂરી છે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૪ વર્ષ છે, મારાં લગ્ન હજુ નથી થયાં. હું જે જગ્યાએ જોબ કરું છું તે જગ્યાએ એક છોકરી સાથે મારે પ્રેમસંબંધ બંધાયા હતા. તેની ઉંમર ૨૯ વર્ષ છે. હાલ પરિસ્થિતિ એવી છે કે તેના પતિને આ સંબંધની જાણ થતાં તેણે મારી સાથે બોલવાનું સાવ બંધ કરી દીધું છે. તેણે સોશિયલ મીડિયા ઉપર પણ મને બ્લોક કરી દીધો છે. અમે હવે ઓફિસમાં પણ માત્ર કામ પૂરતી જ વાત કરીએ છીએ. તેણે મને કહ્યું કે હું આ સંબંધ ભૂલી જાઉં પણ હું તેને ભૂલી નથી શકતો, મારે તેની સાથે સંબંધો પહેલાંની જેમ જ ચાલુ રાખવા છે, મારે શું કરવું? મને આ વિશે યોગ્ય ઉપાય જણાવશો.

જવાબ : તે બહેને તમને જે પણ કહ્યું તે યોગ્ય જ કહ્યું છે. તે પરિણીત સ્ત્રી છે, તમારા બંનેના પ્રેમસંબંધની તેના ઘરમાં જાણ થતાં તેણે તમારી સાથેના સંબંધ કટ કરી નાખ્યા તે યોગ્ય પગલું જ લીધું છે, જો તેમણે આમ ન કર્યું હોત તો તેમનો સંસાર ભાંગી જાત, વળી આમાં તમારી એકલાની ભૂલ નથી, બંનેની ભૂલ છે. તમે જાણતા જ હતા કે તે સ્ત્રી પરિણીત છે તેમ છતાં બંનેએ આ સંબંધ શરૂ કર્યો. આમાં તે સ્ત્રીનો પણ વાંક છે, તેમણે જ આ રીતે સંબંધ નહોતો બાંધવો જોઇતો. ખેર, હવે જે થયું તે થઇ ગયું પણ ભલાઈ આ સંબંધ ભૂલીને આગળ વધવામાં જ છે.

તમે તમારા જૂના સંબંધને ભૂલશો તો જીવનમાં નવા સંબંધ બાંધી શકશો તેમજ નવા સંબંધને ખરા દિલથી આવકારી શકશો. માટે તમારી ભલાઇ પણ એમાં જ છે કે તમે હવે બધું જ ભૂલી અને આગળ વધો, નવા પ્રેમની તલાશ કરો જેની સાથે તમે પરણી શકો. કોઇ પરિણીત સ્ત્રી સાથે સંબંધ બાંધતાં પહેલાં આ વાત પણ વિચારવી જોઇતી હતી કે આ સબંધ કાયમી નહીં ટશે. તમે તે સમયે આ ન વિચાર્યું એટલે તમે હાલ પસ્તાઇ રહ્યા છો. માટે તે વ્યક્તિને પાછી મેળવવાની હઠ કરવાને બદલે આગળ વધો. તે વ્યક્તિ તમારી છે જ નહીં, માટે તેની સાથે પહેલાં જેવા નોર્મલ સંબંધો કરવા અયોગ્ય પણ છે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૩૪ વર્ષ છે. હું સારી જગ્યાએ નોકરી કરું છું. હાલ મને ઘરેથી લગ્ન માટે દબાણ કરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી તે લોકો આ માટે ફોર્સ કરતા હતા પણ હું તેને પાછો ઠેલી રહ્યો હતો, હવે તો આ દબાણ વધી રહ્યું છે. પણ મારી સમસ્યા એ છે કે મને સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ નથી. મને પુરુષ ગમે છે. મારા એક મિત્રને આ વિશે જાણ છે, તે મારો પાર્ટનર છે. અમે સાથે જ રહીએ છીએ પણ આ વાત હું મારા ઘરનાને કઈ રીતે કહું? એમને કહેવાની મારી હિંમત થતી નથી.

જવાબ : જે સત્ય છે તે તમારે તમારા ઘરનાને જણાવવું જ પડશે. નહીં તો તેઓ તમને દબાણ કર્યાં કરશે અને આ દબાણવશ થઇને લગ્ન કરવાં એ તો મૂર્ખામી જ ગણાશે, કેમ કે તમે તમારા ભાવિ પાર્ટનરને ખુશ નહીં રાખી શકો. માટે આ વાત તમારા પરિવારને હિંમત કરીને જણાવી જ દો. એક દિવસ તો જણાવવી જ પડશે. તો આજે કેમ નહીં? બીજા કોઇને નહીં તો તમે માત્ર તમારાં માતા-પિતાને જણાવો.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર 20 વર્ષ છે. મારાં લગ્નને થોડો જ સમય બાકી છે, મને છેલ્લાં એક વર્ષથી હસ્ત મૈ*થુન કરવાની આદત પડી ગઇ છે. હું લગભગ દરરોજ હસ્ત મૈ*થુન કરું છું. હવે થોડા સમયમાં જ મારાં લગ્ન થવાનાં છે તો મારે એ જાણવું છે કે શું આ કારણે કોઇ તકલીફ તો નહીં થાયને? મતલબ કે મારી હસ્ત મૈ*થુનની આદતને કારણે મને લગ્ન બાદ સે-ક્સ-લાઇફમાં કોઇ સમસ્યા નહીં નડેને? અને સંતાનપ્રાપ્તિ સમયે પણ કોઇ તકલીફ નહીં થાયને? મારી આ મૂંઝવણનો જવાબ આપશો. હસ્ત મૈ*થુનની આદત છોડવા શું કરવું જોઇએ તે પણ જણાવશો.

જવાબ : આ વિભાગમાં અનેક વાર અમે કહી ચૂક્યા છીએ કે આ કોઇ બીમારી નથી, અલબત્ત, તમે તેનો અતિરેક કરો ત્યારે તત્પુરતી નબળાઈ આવી શકે. બળપૂર્વક કરો તો સ્નાયુઓને તત્પુરતું નુકસાન થઈ શકે, પરંતુ કાયમી કશું હોતું નથી. પોતાની શારીરિક ઇચ્છાઓને સંતોષવા માટે વ્યક્તિ હસ્ત મૈ*થુનનો સહારો લે છે. તમારી ઉંમરમાં લગભગ રોજ હસ્ત મૈ*થુન કરવાની આદત ઘણાબધા લોકોમાં હોય છે. આ કારણે કોઈને કાયમી નુકસાન થયાનો એકપણ બનાવ નથી. તમને પણ લગ્ન પછી સે-ક્સલાઇફમાં કે સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી નહીં નડે. રહી વાત આ આદત છોડવાની તો તે માટે મનને સતત કોઈને કોઈ કામમાં અને સારા મિત્રોની કંપનીમાં વ્યસ્ત રાખો. આપોઆપ પ્રમાણ ઓછું થઈ જશે. લગ્ન પછી પત્ની સાથે સે-ક્સલાઇફ શરૂ થશે પછી ઓટોમેટિક આ આદત ઓછી થઈ જ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *