મારો પતિ જામનગર ગયો છે ઘરે આવી જાવ તમને જન્નત ની સફર કરાવીશ…

અન્ય

લીંંબડીના ખંભલાવ ગામે રહેતા ભરતભાઈ સવજીભાઈ કાલીયા (ઉ.વ.૩૭) ને રાજકોટમાં બે મહિલા સહિત છ સભ્યોની બનેલી ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી રૂા.૯૧ હજાર પડાવી લીધાનો કિસ્સો બહાર આવ્યો છે. એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી અમુક આરોપીઓને સકંજામાં લીધા છે.

ફરિયાદમાં ભરતે જણાવ્યા પ્રમાણે તે ખંભલાવ ગામે એક પેઢીમાં મેતાજી તરીકે નોકરી કરે છે. ત્રણેક વર્ષ પહેલા તેની ઓફિસની બાજુમાં આવેલી હોટલમાં રાજકોટનો સંદિપ ગોપીયાણી નામનો શખ્સ નોકરી કરતો જેથી તેની સાથે મિત્રતા થઈ હતી.

ગઈ તા.૧૭ ના રોજ બપોરે તે મિત્ર શકિત સાથે તેની કાર લેવા સુરેન્દ્રનગરના શોરૂમે ગયો હતો. બરાબર તે વખતે મિત્ર સંદિપની પત્ની પુજાનો તેની ઉપર કોલ આવ્યો હતો. જેણે તેને કહ્યું કે મારો પતિ સંદિપ આજે જામનગર ગયો છે. રાત્રે પાછો આવવાનો નથી. તમે એકલા મારા ઘરે આવી જાવ. જેથી તેણે પોતે રાજકોટ જોયું ન હોવાથી ગ્રીન લેન્ડ ચોકડીએ પહોંચી કોલ કરશે તેમ કહ્યું હતું.

ત્યારબાદ તે પોતાની અલ્ટો કાર લઈ રાજકોટ આવવા નિકળી ગયો હતો. રાત્રે ગ્રીન લેન્ડ ચોકડીએ પહોંચ્યા બાદ પુજાને ફોન કરતા તે અને તેની સાથે પોતાનું નામ જાનકી જણાવતી યુવતી ત્યાં આવી પહોંચ્યા હતા. બંને તેની કારમાં બેસી ગઈ હતી. ચોટીલાની કોઈ હોટલમાં રાત રોકાવવાનું નક્કી કરી ચોટીલા તરફ રવાના થયા હતા.

રસ્તામાં પુજાએ વોશરૂમ જાવાનું કહી અવાવરૂ જગ્યાએ કાર ઉભી રાખવાનું કહેતા તેણે બેટીના પુલ નજીકના પેટ્રોલ પંપ નજીક કાર ઉભી રાખી હતી. તે સાથે જ પુજા કારમાંથી ઉતરી ગઈ હતી. તેને પણ કારમાંથી ઉતરવાનું કહ્યું હતું. એવામાં ત્યાં રાજકોટ તરફથી કાર આવી તેની કાર આગળ ઉભી રહી ગઈ હતી. જેમાંથી ત્રણ શખ્સો ઉતર્યા હતા.

ત્રણમાંથી એકે જાનકી નામની જે યુવતી કારમાં બેઠી હતી તે પોતાની બેન હોવાનું જણાવી તેને કયાં લઈ જાશ તેમ કહી તેને તમાચા ઝીંકી દીધા હતા. તમાચા ઝીંકનાર શખ્સે પોતાનું નામ રાહુલ નિમાવત જણાવ્યું હતું. તેણે કહ્યું કે તેની સાથે આવેલા બે શખ્સો પોલીસમેન છે. જેમાંથી એકનું નામ જીતુદાન અને બીજાનું નામ જયદીપ છે. આ પછી તેને બળજબરીથી કારમાં બેસાડી ચાલુ કારમાં તમાચા ઝીંકી જો બધુ પુરૂ કરવું હોય તો રૂા.૧.પ૦ લાખ આપવા પડશે તેમ કહ્યું હતું.

તેણે આટલી રકમ નહી હોવાનું કહેતા કોઈ સાહેબ સાથે વાત કરવાનો ડહોળ કરી રૂા.પ૦ હજારની માંગણી કરી હતી. પરંતુ તેણે ઈન્કાર કર્યો હતો. તેને ગ્રીન લેન્ડ ચોકડી લઈ આવ્યા હતા. ત્યાં સંદિપ પણ પહોંચી ગયો હતો. જેણે તે મારી પત્ની નિકિતા (પુજા) સાથે આવુ કર્યું. થોડા દિવસ પછી મારી બહેનના લગ્ન છે. આ લોકો જે રૂા.પ૦ હજાર માંગે છે તે આપી દે તેમ કહી તેના પર્સમાંથી રૂા.૮પ૦૦ અને બે મોબાઈલ ફોન પડાવી લીધા હતા.

ત્યારબાદ ગોંડલ ચોકડીએ કાર લઈ જઈ તેનું એટીએમ પડાવી લઈ તેના આધારે ખાતામાંથી રૂા.૩૭ હજાર ઉપાડી લીધા હતા. તેણે ફોન પરત માંગતા પોલીસમાં સ્વાંગમાં રહેતા જીતુદાન અને જયદીપે ફોન ઈન્કવાયરી માટે રાખ્યા છે કાલે લીંબડી તને પહોંચાડી દઈશું તેમ કહી તેની અલ્ટો કાર આપી દેતા ઘરે પરત ફર્યો હતો. ફોન પરત નહી મળતા આખરે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *