મેં લગ્ન પેહલા બીજા સાથે અનેક વાર મજા કરી લીધી છે પરંતુ હવે મને કોઈ..

અન્ય

પ્રશ્ન: હું ૪૨ વર્ષની મહિલા છું. બે યુવાન દીકરીઓ છે. શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું, પરંતુ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે. શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી કે કદાચ તે જાતે જ સુધરી જશે, પરંતુ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા. લડીઝઘડીને પણ જોઈ લીધું, પણ કોઈ અસર નથી થઈ. શું કરું, જેથી તે વ્યભિચાર છોડી દે?

ઉત્તર: તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો. તો પછી એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો? ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને? જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત, તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત. હજુ પણ કશું નથી બગડયું. તેમની સાથે ઝઘડો નહીં, તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે. આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય. જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.

પ્રશ્ન: હું ૨૪ વર્ષનો પરિણીત યુવક અને ૧ વર્ષની દીકરીનો પિતા છું. મારો પરિવાર ગામડે રહે છે. મને એક છોકરી પ્યાર કરે છે અને લગ્ન કરવા માટે જિદ્દ કરી રહી છે. તેની જિદ્દના કારણે તેના ઘરનાં સભ્યો પણ હેરાન થાય છે. લગ્ન કરતાં પહેલાં મને પણ તેના તરફ આકર્ષણ હતું પણ તે શ્રીમંત પરિવારની છે અને હું મધ્યમવર્ગના પરિવારનો છું. હવે જોકે હું મારું ઘર વસાવી ચૂક્યો છું પણ તે પાગલ જેવો વ્યવહાર કરી રહી છે. જ્યારે ને ત્યારે ફોન પર મેસેજ કરે છે કે હું તેની સાથે લગ્ન કરી લઉં નહીં તો તે આત્મહત્યા કરી લેશે. મારે શું કરવું જોઈએ.

ઉત્તર: તમે જોકે પરિણીત છો એટલે તમે તે છોકરીના પ્રસ્તાવ પર ધ્યાન ન આપો અને તેનાથી દૂર રહો. તેના ઘરથી દૂર ક્યાંક ઘર લઈ લો. મોબાઈલનો નંબર બદલી નાખો. આપોઆપ જ તેનો નશો ઊતરી જશે.

હું 26 વર્ષની યુવતી છું. સગાઈ થઈ ગઈ છે. લગ્નને હવે થોડોક જ સમય બાકી છે. પહેલાં હું એક છોકરા ના રિલેશન માં હતી, અને એ મારા ભાવિ પતિ ના સાગા છે. પરંતુ લગ્નની વાત શરૂ થાય તે પહેલાં જ મને એ છોકરા એ દગો આપી દીધો. હું ઇચ્છતી હતી કે આ વાત છોકરાના સંબંધીઓને જણાવી દેવી, પરંતુ મારા ઘરના લોકોએ એની ના પાડી. હવે જેમ જેમ લગ્નનો સમય નજીક આવતો જાય છે, તેમ તેમ મારી ચિંતા વધતી જાય છે. મને થાય છે, લગ્ન પછી જો તેમને આ વાતની ખબર પડશે તો તેમનો મારા પરથી વિશ્વાસ ઊઠી જશે. મારે શું કરવું જોઈએ?

તમે એકદમ સાચું વિચારો છો. લગ્નની વાત નક્કી થતી વખતે કોઈપણ હકીકત છુપાવવી ન જોઈએ. હવે તમે પોતે જ જ્યારે તમારા ભાવિ પતિને મળો, ત્યારે આ વાત તેને જણાવી દો તો સારું. આથી છોકરાને પણ વાતની જાણ થઈ જશે અને તમને પણ ખબર પડી જશે કે આ વાતની છોકરા પર કેવી અસર થાય છે જેથી ભવિષ્યમાં આ બાબતે તમારી વચ્ચે કોઈ વિવાદ થાય નહીં.

તમારે તેને હવે પૂરો સહકાર આપવો જોઈએ જેથી તેને તમને સમજવા નો થોડો સમય મળે, જેને તે તમારી સાથે વિતાવી શકે. આમ કરવાથી ચોક્કસ તમને ફરિયાદ કરવાની કોઈ તક મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *