શું રોશન ભાભી પણ તારક મેહતા છોડી દેશે, રોશન ભાભી એ કર્યો મોટો ખુલાસો..

મનોરંજન

ભવ્ય ગાંધી, દિશા વાકાણી, નેહા મહેતા અને ગુરુચરણ સિંહ જ્યારથી ગયા છે ત્યારથી શોનો ચાર્મ ફીકો થઇ ગયો છે અને હવે મિસીઝ સોઢી એટલે કે જેનીફર મિસ્ત્રીએ શો છોડી દીધો છે તેવી અફવાએ બજાર ગરમ કર્યુ છે.

દિશાએ જ્યારથી શો છોડ્યો છે ત્યારથી તેની વાપસીના સમાચાર આવી રહ્યાં છે પરંતુ તે પાછી આવશે કે નહી તે કોઇ જાણતુ નથી. જેનીફરના જવાના સમાચાર પર એક્ટ્રેસે પોતે જ મૌન તોડ્યુ છે અને કહ્યું છે કે, આ તદ્દન ખોટી વાત છે, મે શો છોડ્યો નથી.

શોમાં છેલ્લા ઘણા સમયથી મિશન કાલા કૌઆ ચાલતુ હતુ અને હવે દમણની રિઝોર્ટમાં શૂટિંગ ચાલી રહ્યું છે. છેલ્લા બે મહિનાથી જેનીફર મિસ્ત્રી શોમાંથી ગાયબ છે, જે બાદથી આ અફવાની શરૂઆત થઇ છે.

જેનીફરે કહ્યું કે, ગઇકાલ રાતથી મને લોકોના ફોન આવી રહ્યાં છે અને તેઓ પૂછી રહ્યાં છે કે શું મે શો છોડી દીધો છે? તેવું કશુ જ નથી, મારી તબિયત ખરાબ હોવાના કારણે મેં દમન શૂટિંગમાંથી રાહત માગી હતી.

તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગ્યુ ત્યારથી તારક મહેતા…શોને દમણમાં શૂટ કરવામાં આવી રહ્યું હતુ, જેમા પોપટલાલ, જેઠાલાલ, બાપૂજી, નટુ કાકા અને બાઘા જ એક્ટ કરી રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *