નોકરીની ઝંઝટ છોડીને શરૂ કરો આ કામ, સરકાર પણ કરે છે મદદ, દર મહિને થશે 1 લાખ સુધીની કમાણી

અજબ-ગજબ

આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવી રહ્યાં છે જેમાં માત્ર 2 લાખ રૂપિયાનું રોકાણ કરીને શરૂ કરી શકાય છે. આમાં ખાસ વાત એ છે કે આ બિઝનેસમાં તમને સરકાર પણ મદદ કરશે. આ બિઝનેસમાં તમે આરામથી દર મહિને લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

પાપડ બનાવવાનો બિઝનેસ શરૂ કરો

જો તમારી પાસે 2 લાખ રૂપિયા છે તો તમે આ પૈસાથી પાપડનો બિઝનેસ શરૂ કરી શકો છો. જો તમારી પાસે પૈસાની અછત છે, તો તમને જણાવી દઈએ કે નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન એક પ્રોજેક્ટ રિપોર્ટ લઈને આવ્યું છે. આના દ્વારા તમે મુદ્રા લોન હેઠળ 4 લાખ રૂપિયા સુધીની લોન સસ્તા દરે લઈ શકો છો.

કુલ ખર્ચ

આ રિપોર્ટ અનુસાર કુલ 6 લાખ રૂપિયાના રોકાણ સાથે લગભગ 30 હજાર કિલોની ઉત્પાદન ક્ષમતા તૈયાર થશે. આ કેપેસિટી માટે 250 ચો.મી. જમીનની જરૂર પડશે.આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે 6.05 લાખ રૂપિયા ખર્ચવા પડશે (કુલ ખર્ચમાં ફિક્સ્ડ કેપિટલ અને વર્કિંગ કેપિટલ સમાવેશ થાય છે). ફિક્સ્ડ કેપિટલમાં બે મશીનો, પેકેજિંગ મશીન, સાધનો જેવા તમામ ખર્ચનો સમાવેશ થાય છે. આમાં સ્ટાફનો 3 મહિનાનો પગાર, ત્રણ મહિના માટે રૉ મટિરિયલ અને યૂટિલિટી પ્રોડક્ટના ખર્ચનો સમાવેશ થાય છે. આ સિવાય ભાડું, વીજળી, પાણી, ટેલિફોન બિલ જેવા ખર્ચ પણ આમાં સામેલ છે.

બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી વસ્તુઓ

આ બિઝનેસ માટે તમારી પાસે જગ્યા હોવી જરૂરી છે. જો તમારી પાસે જગ્યા નથી, તો તે ભાડે લઈ શકો છે, જેના માટે તમારે દર મહિને 5 હજાર રૂપિયા ભાડું ચૂકવવું પડશે. મેન પાવરમાં 3 અનસ્કિલ્ડ લેબર, 2 સ્કિલ્ડ લેબર અને એક સુપરવાઇઝર રાખવા પડશે. 25,000 તેમના પગાર પર ખર્ચવા પડશે, જે વર્કિંગ કેપિટલમાં એડ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *