Ola Electric સ્કૂટરનું વેચાણ 15મી સપ્ટેમ્બર સુધી ટળ્યું, વેબસાઇટમાં આવી ટેક્નિકલ ખામી

Uncategorized

Ola Electric સ્કૂટરની ડિલીવરી માટે રાહ જોઈ રહેલા ગ્રાહકો માટે એક માઠા સમાચાર છે. કંપનીએ વેબસાઇટમાં આવેલી ટેક્નિકલ ખામીને પગલે ઇલેક્ટ્રિક સ્કૂટર S1ની વેચાણ પ્રક્રિયા 15મી સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. ઓલા ઇલેક્ટ્રિક તરફથી ગત મહિને ઇલેક્ટ્રિક સ્કૂટરના બે વેરિએન્ટ લોંચ કરવામાં આવ્યા હતા. આ વેરિએન્ટ S1 અને S1 Pro છે. S1ની કિંમત 99,999 રૂપિયા છે, જ્યારે S1 Proની એક્સ શો રૂમ કિંમત 1,29,999 રૂપિયા છે. આ કિંમતમાં FAME II સબસિટી સામેલ છે, પરંતુ જે તે રાજ્યની સબસિડી સામેલ નથી.

બુધવારે એટલે કે 8 સપ્ટેમ્બરના રોજ કંપનીની વેબસાઇટ વેચાણ માટે શરૂ થઈ હતી. જોકે, રાત થતાં થતાં વેચાણ પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કંપનીએ પહેલા કહ્યું હતું કે સ્કૂટરનું વેચાણ આઠમી સપ્ટેમ્બરના રોજ શરૂ થશે, જ્યારે તેની ડિલીવરી ઓક્ટોબરમાં થશે.

જોકે, આઠમી સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે કંપનીના ચેરમેન અને ગ્રુપના CEO ભાવિશ અગ્રવાલે (Bhavish Aggarwal) ટ્વીટ કરીને કહ્યુ છે કે વેચાણ પ્રક્રિયા એક અઠવાડિયા માટે ટાળી દેવામાં આવી છે. હવે 15 સપ્ટેમ્બરના રોજ વેચાણ પ્રક્રિયા શરૂ થશે.

અગ્રવાલે લખ્યું છે કે, “અમે Ola S1 સ્કૂટરનું વેચાણ 8 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવાનું વચન આપ્યું હતું પરંતુ ટેક્નિકલ ખામીને કારણે તેને ટાળી દેવામાં આવ્યું છે.”

તેમણે વધુમાં લખ્યું છે કે, “જે લોકો સ્કૂટરની રાજ જોઈ રહ્યા હતા તે બધાની હું માફી માંગવા માંગું છું. વેબસાઇટ અમારી આશા પ્રમાણે નથી. હું જાણું છું કે આનાથી લોકોમાં નિરાશા વ્યાપી છે. હું આ માટે તમારા બધાના માફી માંગું છું.”

ઇલેક્ટ્રિક સ્કૂટર રેન્જ

ઓલા સ્કૂટર લૉંચ થયા પહેલા અંદાજ લગાવવામાં આવ્યો હતો કે સ્કૂટર 240 કિલોમીટર સુધી રેન્જ આપશે. જોકે, ઓલાએ પુષ્ટિ કરી છે કે તેનું સ્કૂટર 150 કિલોમીટરની ઑલ-ઇલેક્ટ્રિક રેન્જ આપે છે.

ચાર્જિંગ સમય

S1 ઇલેક્ટ્રિક સ્કૂટરને હાઇપર ચાર્જિંગ સ્ટેશન પર અઢી કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. જ્યારે કંપનીએ દાવો કર્યો છે કે સ્ટૂટરને ચાર્જિંગ સ્ટેશન પર ફક્ત 18 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આ ઉપરાંત ઓલા સ્કૂટર ઘરે પાંચ કલાક અને 30 મિનિટમાં ફૂલ ચાર્જ કરી શકાય છે.

સ્કૂટરના ફીચર્સ

ઓલાએ આ સ્કૂટરમાં 7 ઇંચનું ટચસ્ક્રિન ડિસ્પ્લે આપ્યું છે. જે તમને GPS નેવિગેશન બતાવશે. આ સ્કૂટરમાં 4જી કનેક્ટિવીટી, યુટ્યુબ અને કૉલિંગ જેવી સુવિધા પણ મળશે. આ ઉપરાંત સ્કૂટરનું ઇન્ટેલિજન્સ તમને સર્વિસ માટેની જાણ કરશે. લૉંન્ચિંગ વખતે કંપનીએ એ વાત સ્પષ્ટ કરી છે કે આ સ્કૂટરને 10 કલર ઑપર્શન સાથે બજારમાં લૉંચ કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર હોમ ચાર્જરની સાથે આવશે. કસ્ટમર આ સ્કૂટરને રેગ્યુલર વૉલ સોકેટથી ચાર્જ કરી શકશે. આ સાથે તેમાં મોટી બૂટ સ્પેસ પણ મળશે. તેના વીડિયો ટીઝરમાં બતાવવામાં આવ્યો હતો. તેમા બતાવવામાં આવ્યું હતું કે, બૂટ સ્પેસમાં બે હેલમેટ રાખવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે સ્કૂટરની બૂટ સ્પેસમાં એક જ હેલમેટ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *