Ola Electric Scooter પર મળશે EMI ઓપ્શન, જાણો ક્યારે શરૂ થશે ડિલીવરી

અન્ય

નવી દિલ્હી. Ola Electricએ પોતાના S1 અને S1 Pro ઇલેક્ટ્રીક સ્કૂટર 15 ઓગસ્ટે ભારતમાં લોન્ચ કરી દીધા છે. ઓલા ઇલેક્ટ્રિકના S1 સ્કૂટરની કિંમત 99,999 રૂપિયા અને તેના S1 Pro સ્કૂટરની કિંમત 1,29,999 રૂપિયા છે. બીજી તરફ, કંપની તરફથી આ બંને ઇલેક્ટ્રીક સ્કૂટર પર EMIનું ઓપ્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં તમે સરકારી અને પ્રાઇવેટ બેંકમાંથી આ સ્કૂટરને માત્ર 3 હજાર રૂપિયાના EMI પર પોતાના ઘરે લઈ જઈ શકો છો. આવો જાણીએ Ola S1 અને Ola S1 Pro ઇલેક્ટ્રીકની ડિલીવરી ક્યારે શરૂ થવાની છે.

Ola Electric Scooterની ડિલીવરી ક્યારથી શરૂ થશે? – ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરને તમે માત્ર 499 રૂપિયા આપીને સરળતાથી બુક કરાવી શકો છો. નોંધનીય છે કે જ્યારે કંપનીએ તેનું બુકિંગ ઓપન કર્યું હતું તો માત્ર 24 કલાકમાં જ ઓલાના સ્કૂટરના એક લાખ યૂનિટ બુક થઈ ગયા હતા. બીજી તરફ, કંપની પોતાના Ola S1 અને Ola S1 Pro ઇલેક્ટ્રીક સ્કૂટરની ડિલીવરી 8 સપ્ટેમ્બરથી શરૂ કરી શકે છે. તેની સાથે જ ઓલાનો પ્લાન છે કે, દેશના લગભગ એક હજાર શહેરમાં ઓલા ઇલેક્ટ્રીક સ્કૂટરની હોમ ડિલીવરી (Old Scooter Home Delivery) કરવામાં આવે. એવામાં જો આપે હજુ સુધી ઓલા ઇલેક્ટ્રીક સ્કૂટર બુક નથી કરાવ્યું તો તમારે આ તક ગુમાવવી ન જોઈએ

ઓલાએ પોતાના S1 ઇલેક્ટ્રિક સ્કૂટર વેરિએન્ટના ત્રણ વેરિએન્ટ લૉંચ કર્યાં છે. બેઝિક વેરિએન્ટમાં તમને 2kwની મોટર મળશે, જે તમને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપશે. જે બાદમાં મીડલ વેરિએન્ટમાં કંપનીએ 4kwની મોટર આપી છે, જે તમને 70 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપ આપશે. જ્યારે ટૉપ વેરિએન્ટમાં 7kwની મોટર આપવામાં આવી છે, જે તમને 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપશે.

ઓલા સ્કૂટરમાં હાઇપર ચાર્જિંગ- S1 ઇલેક્ટ્રિક સ્કૂટરને હાઇપર ચાર્જિંગ સ્ટેશન પર અઢી કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. જ્યારે કંપનીએ દાવો કર્યો છે કે સ્ટૂટરને ચાર્જિંગ સ્ટેશન પર ફક્ત 18 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આ ઉપરાંત ઓલા સ્કૂટર ઘરે પાંચ કલાક અને 30 મિનિટમાં ફૂલ ચાર્જ કરી શકાય છે.

400 શહેરોમાં ઊભા કરાશે ચાર્જિંગ પોઇન્ટ – દેશમાં ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે, કંપની 400 શહેરોમાં 1,00,000થી વધુ સ્થળો અથવા ટચપોઈન્ટ પર હાઈપરચાર્જર (Hypercharger) બનાવશે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના ગ્રાહકને ચાર્જ કરવામાં કોઈ અસુવિધા થશે નહીં. કયા શહેરમાં ચાર્જિંગ પોઇન્ટ છે તેની માહિતી કંપનીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *