પેહલી વાર શરીર સંબંધ બાંધતી વખતે મહિલાઓ ને શા માટે પીડા થાય છે..

અન્ય

હું ૧૯ વર્ષની નવપરિણીતા છું. લગ્નની એક મહિનો થયો છે. હજુ સુધી અમે સારી રીતે સમાગમ નથી કરી શક્યા. જ્યારે પણ મારા પતિ સમાગમ કરે છે ત્યારે મારાથી ચીસ પાડી જવાય છે એટલી પીડા થાય છે. શું કરું કાંઈ સમજાતું નથી. કોઈની સાથે આ અંગે વાત પણ નથી કરી શકતી.એક મહિલા.યોનિ થોડી મજબૂત હોવાને કારણે શરૂઆતમાં સમાગમ વખતે થોડો દુખાવો થાય તે સ્વાભાવિક છે. પણ દુખાવો એટલો નથી હોતો કે સહન ન થાય.લાગે છે કે તમારામાં સહનશક્તિ ઓછી છે.લગ્ન પછી શરૂઆતમાં આવું થતું હોય છે.

તેને વધારે ગંભીરતાથી ન લો.સામાન્ય બની જાઓ અને એન્જોય કરોે. તમે કોઈ સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો.પ્રશ્ન: હું ૧૮ વર્ષની બી.એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું. છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો મને બહુ હેરાન કરી રહ્યો છે. કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જાય છે. ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે. જ્યારે હું બહેનપણીઓ સાથે હોઉં ત્યારે તે દૂરથી અશ્લીલ વર્તન કરે છે. તે છોકરો ઘણો બગડેલો છે. તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈ દિલચસ્પી નથી, આમ છતાં પણ તે મારો પીછો છોડતો નથી.મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે.

જો તેમને આ વાતની ખબર પડી જાય તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં બેસાડી રાખશે. હું શું કરું?એક વિદ્યાર્થિની.ઉત્તર: તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો, પરંતુ તમે અત્યાર સુધી ચૂપ રહ્યા. તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે. એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે તો તેને ધમકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી. તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો.હું ૨૬ વર્ષની યુવતી છું.

નજીકના ભવિષ્યમાં જ લગ્ન થવાનાં છે. મને આ લગ્ન માટેનો કોઈ ઉત્સાહ નથી. માત્ર ઘરવાળાઓનું મન રાખવાને માટે હું આ લગ્ન કરવા માટે તૈયાર થઈ છું.આમ તો આ મારા બીજીવાર લગ્ન છે. પ્રથમ પતિ સાથે માત્ર બે મહિના હું રહી. દહેજને માટે મને ખૂબ હેરાન કરવામાં આવતી હતી. તે પછી મને છૂટાછેડા આપી દીધા.લગ્નનું નામ પડતાં જ હું કંપી ઊઠું છું. હવે જ્યાં લગ્ન થવાનાં છે તેઓ મારા ભાઈને ઓળખે છે તો પણ હું ડરું છું. શું થશે મારું?- એક યુવતી.તમે એકવાર જે ત્રાસ ભોગવી ચૂક્યો છો તેથી ગભરાઈ ગયાં છો. પણ એવું માનો કે દુનિયામાં સારા લોકો પણ છે.

જૂની વાતોને ભૂલી જાઓ અને નવી દુનિયામાં પ્રવેશ કરો અને વળી એ લોકો તો તમારા ભાઈને ઓળખે છે એટલે તમારે નચિંત બનીને લગ્ન માટે તૈયાર થવું જોઈએ. ખુશી તમને આવકારવા રાહ જોઈ રહી છે.પ્રશ્ન: હું ૨૫ વર્ષની પરિણીતા છું. લગ્નને ૨ મહિના થયા છે. મારા પતિ મને બહુ પ્યાર કરે છે. હું એક અંગત સમસ્યાથી હેરાન છું. સુહાગરાતે સહવાસમાં મને બહુ પીડા થઈ. હજુ પણ હું સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી. મને બહુ પીડા થાય છે. પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે.

મારા પતિ મારા કરતાં ૧૦ વર્ષ મોટા છે. શું શારીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય?એક યુવતી.ઉત્તર: સહવાસ, ખાસ કરીને સુહાગરાતે પ્રથમ સહવાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે. થોડાં સમય પછી આ રીતની સ્થિતિ નથી રહેતી. એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા. તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહવાસ સુખદ થશે. પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે. આ કારણે તમે હેરાન થાઓ છો, એ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાંખો.હું ૨૭ વર્ષનો યુવક છું.

શ્રીમંત માતાપિતાનું એકનું એક સંતાન હોવાને કારણે મારામાં બધી જ કૂટેવો ઘર કરી ગઈ. સિગારેટ, દારૂ અને મોડી રાતની પાર્ટીઓ પછી છોકરીઓ સાથે ફ્લર્ટ કરવાની મને ટેવ પડી ગઈ. હવે મારા ઘરમાં જ્યારે મારા લગ્નની વાતો થાય છે ત્યારે હું મૂંઝવણમાં છું કે શું હું સારો પતિ બની શકીશ કે નહીં. હું મારી ટેવોને નિયંત્રિત કરવાની પૂરી કોશિશમાં છું.એક યુવતી.તમે જે પરિસ્થિતિમાં ઉછર્યાં છો તેમાં મોટાભાગે યુવક સ્વચ્છંદી બની જાય છે. હવે તમને તમારી ભૂલ સમજાઈ છે ત્યારે સુધરવાનો દ્રઢ નિશ્ચય કરી લો કે તમે ભૂતકાળને ભૂલીને નવું ભવિષ્ય બનાવશો.પ્રશ્ન: હું ૪૦ વર્ષની પરિણીતા છું.

સંયુક્ત પરિવારમાં રહું છું. દેરાણી નોકરી કરે છે. લગ્નને ૨ વર્ષ થવા આવ્યાં છે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી. ઘરનો બધો આધાર અમો પતિપત્ની પર છે. આમ છતાં સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા. પતિને કહું છું તો કહે છે કે કોઈ ફેર નથી પડતો. કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે. પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા.

વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે. હું શું કરું?એક સ્ત્રી.ઉત્તર. તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ. લાગે છે કે કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે. હજુ પણ કંઈ નથી બગડયું. તમે મોટાં છો, તેને કહી શકો છો. જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો. આથી તમને કામમાં ઘણી રાહત મળશે.

પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો, નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.હું ૪૦ વર્ષની પરિણિતા સ્ત્રી છું. મારા બંને બાળકો (૧૫ વર્ષનો દીકરો અને ૧૬ વર્ષની દીકરી)ના સ્વભાવથી દુ:ખી છું. બંને તુંડમિજાજી થતાં જાય છે અને નાનાંમોટાનો બિલકુલ ખ્યાલ નથી રાખતાં. કોઈ વાતમાં રોકટોક કરવાથી કહે છે તમને અમારી જાસૂસી કરવાની ટેવ પડી ગઈ છે. અમે બાળકો નથી રહ્યાં. અમને પણ ખરાખોટની ખબર પડે છે.

એક મહિલા.તમારાં બાળકો હજુ ટીનએજર છે. આ ઉંમરમાં હોર્મોનલ ચેન્જિસને કારણે બાળકો તુંડમિજાજી થઈ જતાં હોય છે. આ ઉંમર જ એવી છે. આ ઉંમરમાં તેઓ વિચારે છે કે તેઓ હવે સમજદાર થઈ ગયા છે.વારંવાર વાલીઓની દરમિયાનગીરી તેમને પસંદ નથી હોતી. તેથી તમે કોશિશ કરો કે નાની નાની બાબતો પર ટોકવાં ન પડે. ખૂબ જરૂરી હોય ત્યારે જ સલાહ આપો. તેમની સાથે મિત્રવત્ વ્યવહાર કરો કોઈ સત્તાધીશ કે અધિકારીની જેમ વાતો ન કરો.

તેમને સ્પેસ આપો. થોડા સમય પછી તમે તેમનાં વ્યવહારમાં પરિવર્તન જોશો.પ્રશ્ન: હું ૪૨ વર્ષની મહિલા છું. બે યુવાન દીકરીઓ છે. શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું, પરંતુ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે. શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી કે કદાચ તે જાતે જ સુધરી જશે, પરંતુ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા.

લડીઝઘડીને પણ જોઈ લીધું, પણ કોઈ અસર નથી થઈ. શું કરું, જેથી તે વ્યભિચાર છોડી દે?એક સ્ત્રી.ઉત્તર: તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો. તો પછી એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો? ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને?જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત, તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત. હજુ પણ કશું નથી બગડયું.

તેમની સાથે ઝઘડો નહીં, તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે. આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય. જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.૪૧ વર્ષની પરિણીતા છું. છેલ્લા થોડા સમયથી મારા પતિને વેપારમાં નુકસાન થઈ રહ્યું છે, જેને કારણે તેઓ ખૂબ જ પરેશાન રહે છે.

ખાવાપીવામાં પણ ધ્યાન આપતા નથી. તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. સાસુ તેમને લઇને જ્યોતિષીઓ અને પંડાપૂજારીઓ પાસે જાય છે. હજારો રૂપિયા વીંટીઓ અને પૂજાપાઠમાં બરબાદ કરી નાખ્યા છે. હું શું કરું? મારી વાત સાંભળવા કોઇ તૈયાર જ નથી. એક મહિલા.પતિને સમજાવો કે વેપારમાં નફોનુકસાન થતું જ રહે છે અને તેમાં પણ આજકાલ કોમ્પિટિશન બહુ જ છે. ધીરજ રાખો તો બધું કામ થઇ જશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જ્યોતિષીઓનાં ચક્કરમાં પડીને પૈસા અને સમયની બરબાદી કરો નહીં.પ્રશ્ન: હું ૨૪ વર્ષનો પરિણીત યુવક અને ૧ વર્ષની દીકરીનો પિતા છું. મારો પરિવાર ગામડે રહે છે.

મને એક છોકરી પ્યાર કરે છે અને લગ્ન કરવા માટે જિદ્દ કરી રહી છે. તેની જિદ્દના કારણે તેના ઘરનાં સભ્યો પણ હેરાન થાય છે. લગ્ન કરતાં પહેલાં મને પણ તેના તરફ આકર્ષણ હતું પણ તે શ્રીમંત પરિવારની છે અને હું મધ્યમવર્ગના પરિવારનો છું. હવે જોકે હું મારું ઘર વસાવી ચૂક્યો છું પણ તે પાગલ જેવો વ્યવહાર કરી રહી છે. જ્યારે ને ત્યારે ફોન પર મેસેજ કરે છે કે હું તેની સાથે લગ્ન કરી લઉં નહીં તો તે આત્મહત્યા કરી લેશે. મારે શું કરવું જોઈએ.એક યુવક.ઉત્તર: તમે જોકે પરિણીત છો એટલે તમે તે છોકરીના પ્રસ્તાવ પર ધ્યાન ન આપો અને તેનાથી દૂર રહો. તેના ઘરથી દૂર ક્યાંક ઘર લઈ લો.

મોબાઈલનો નંબર બદલી નાખો. આપોઆપ જ તેનો નશો ઊતરી જશે.હું ૨૪ વર્ષનો યુવક છું. એક છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું. પરંતુ આજદિન સુધી તેની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકી શક્યો નથી. ખરેખર, તો તે દૂરના સંબંધે મારી બહેન પણ થાય છે. તેથી મને ડર લાગે છે કે ક્યાંક તેણે મારા પ્રસ્તાવને નામંજૂર કર્યો અથવા પછી બધાંને બતાવી વાત કહી દીધી, તો મારી બદનામી થશે. હું શું કરું?એક યુવક.તમે ખાનગીમાં આ છોકરી સામે તમારા પ્રેમનો પ્રસ્તાવ મૂકો. જો તેને ગમશે નહીં. તો તે ના પાડશે પણ બીજા કોઇને તે કહેવાની હિંમત કરશે નહીં.

વહુને જ્યારે તેની સાસરીમાં લોકો ત્રાસ આપે છે, ત્યારે તેની મદદ કાનૂન કરે છે, પરંતુ જ્યારે વહુ દ્વારા સાસુ અને નણંદને ત્રાસ આપવામાં આવે ત્યારે તેનો ન્યાય કોણ કરશે? અમે અમારી વહુથી ખૂબ જ પરેશાન છીએ. શું કરીએ?તમે સ્પષ્ટ કશું લખ્યું નથી. જો તમે આર્થિક રીતે સક્ષમ હો, દીકરાવહુ પર આધારિત ન હો તો સારું એ રહેશે કે તમે જુદા થઇ જાઓ. જો ઘર તમારું હોય તો તમે તેમને તેમની અલગ વ્યવસ્થા કરી લેવાનું કહી દો. ઘણીવાર દૂર રહેવાથી સંબંધોમાં મધુરતા રહે છે.હું ૨૨ વર્ષનો સ્માર્ટ યુવક છું.

મારા ચહેરા પર ખીલના ઊંડા ડાઘ છે. જે મારી પર્સનાલિટીને બગાડે છે. તેથી મારી ઇચ્છા છે કે કોસ્મેટિક સર્જરીની મદદથી હું તેને દૂર કરાવી લઉં. શું આ યોગ્ય રહેશે? આની કોઇ સાઇડ ઇફેક્ટ તો થશે નહીં ને?હાલમાં કોસ્મેટિક સર્જરી ઘણી એડવાન્સ બની ગઇ છે. તેની મદદથી ચહેરાના ડાઘાને દૂર કરી શકાય છે અને મનગમતી સુંદરતા મેળવી શકાય છે. તે માટે જરૂરી છે કે કોઇ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો. આ પ્રક્રિયાથી કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી.હું૨૩ વર્ષની યુવતી છું. એક વર્ષથી મારા લગ્નની વાત ચાલી રહી છે.

અત્યાર સુધીમાં ઘણા યુવકોએ મને રિજેક્ટ કરી છે. હું હવે કંટાળી ગઇ છું. મને થાય છે કે ક્યાંક હું ડિપ્રેશનનો શિકાર બની ના જાઉં. આને લીધે હંમેશાં તાણમાં રહું છું. શું કરું?એક યુવતી. તમારા ઘરના લોકોએ જ્યાં પણ તમારા લગ્નની વાત ચલાવે ત્યાં અગાઉથી બધી જ વાત નક્કી કરી લેવી જોઇએ. સૌપ્રથમ ફોટો બતાવી જુઓ. જો યુવક તરફથી થોડું પણ પોઝિટિવ લાગે ત્યારે છોકરી દેખાડવાની પ્રક્રિયા શરૂ કરવી જોઇએ.મારે બે દીકરીઓ છે અને હાલમાં હું સગર્ભા છું.

મારા પતિને આશા છે કે આ વખતે કદાચ દીકરો આવે, પરંતુ તેમને ખબર નથી આ બાળક મારા પ્રેમીનું છે, જેને હું મારા લગ્ન અગાઉ પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું. મારા પતિને અમારા સંબંધોની ખબર નથી. ક્યારેક હું અપરાધભાવ અનુભવું છું. મન કરે છે કે પતિને બધું જ જણાવી દઉં. એક સીધીસાદી વ્યક્તિને દગો આપી રહી છું.એક મહિલા.જાણી જોઇને તમે ખાડામાં પડયા છો,

તેનાથી તમને અપરાધભાવ તો થવાનો જ છે. અનૈતિક સંબંધો ઉપરાંત તમે પારકા પુરુષનો ગર્ભધારણ કર્યો છે. તમે તમારી દીકરીઓ માટે આદર્શ માતા કઇ રીતે બની શકો કે જ્યારે તમે પોતે જ રખડી રહ્યાં છો? હજુ પણ થોડી શરમ બાકી હોય તો પ્રેમી સાથેના સંબંધ તોડી નાખો. પતિને કાંઇ જ જણાવશો નહીં.એમ કરવાથી દામ્પત્યજીવન બરબાદ થઇ જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *