પ્રણય ના મામલે પ્રાચીન ભારત વિશ્વગુરુ હતું, આવો જાણીએ પ્રાચીન સમયના સાહિત્યમાં શું આપી છે માહિતી

અન્ય

કહેવામાં આવી રહ્યું છે કે સે*ક્સ મામલે પ્રાચીન ભારત વિશ્વગુરૂ હતું. કામસૂત્ર‘ના લેખક વાત્સ્યાયને સદીઓ પહેલાં ગ્રીક સાહિત્યમાં કામવાસના વિશે કરેલી અવધારણા પર વ્યાપક ચર્ચા કરી હતી. પ્લેટોનું માનવું હતું કે ‘કામ અન્ય પર અધિકાર જમાવવા માટેની આકાંક્ષા હોય છે. ‘સિમ્પોઝિયમ’માં ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસે લખ્યું હતું કે જીવનમાં એક તબક્કો એવો આવે છે કે મનુષ્ય પોતાનામાં જ પરિપૂર્ણ થઈ જાય છે અને બીજાની જરૂર પડતી નથી.

તેના કારણે મનુષ્ય બહુ શક્તિશાળી બની ગયો હતો અને દેવતાઓને પણ પડકારવા લાગ્યો હતો. તેથી દેવતાઓના રાજા ઝીયૂસે મનુષ્યને ઠેકાણે પાડવા માટે તેને સ્ત્રી અને પુરુષ એમ બે ભાગમાં વહેંચી દીધો.તેના કારણે મનુષ્ય સીધો ઊભો રહી શક્યો, બે પગ પર ચાલવા લાગ્યો અને એવું લાગ્યું કે તેની સામેના અંગો વિભાજિત થઈ ગયા. પ્લેટો કહે છે કે આ અપૂર્ણતાને કારણે આપણે બીજાને ચાહવા મજબૂર બનીએ છીએ. પ્લેટો સે*ક્સને પૂર્ણતા માટેની ઇચ્છા તરીકે વ્યાખ્યાયિત કરે છે. આપણે જે પણ વસ્તુને ચાહીએ છીએ જે આપણી નથી.

સે*ક્સ વિશે બે માન્યતાઓ હતી

જોકે બાદમાં એવો સમય પણ આવ્યો કે એવું કહેવા લાગ્યાકે સે*ક્સ બેકાર ચીજ છે. સે*ક્સ ગંદું છે અને તે પાપ છે. ઈ.સ.325માં કેથલિક ચર્ચ દ્વારા નીતિનિયમો બન્યા ત્યારે સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ‘શરીર બૂરી ચીજ છે. શા’રીરિ’ક સુખ વાહિયાત છે અને તેને પામવાની ઇચ્છા રાખવી પાપ છે. ચર્ચનું માનવું હતું કે સે*ક્સનો એકમાત્ર ઉદ્દેશ સંતાનપ્રાપ્તિ છે. તે જ સમયગાળામાં ગંગા નદીના તટ પર બેસીને વાત્સ્યાયન કામસૂત્ર લખી રહ્યા હતા. યૌ*નસુખને સારી બાબત ગણાવીને તેના આનંદને કેવી રીતે વધારી શકાય તેની રીતો તેઓ દર્શાવી રહ્યા હતા.

કોણાર્ક સૂર્યમંદિરમાં નગ્ન મૂર્તિઓ કોતરાયેલી છે

પ્રાચીન ભારતીય વાસ્તુકલાના એવા ઘણા નમૂના મળે છે જે દર્શાવે છે કે પ્રાચીન સમયમાં સે*ક્સ અંગે લોકોના વિચારો મોકળાશભર્યા હતા. ઓડિશામાં આવેલા કોણાર્ક સૂર્યમંદિરમાં નગ્ન મૂર્તિઓ કોતરાયેલી છે. એ જ રીતે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી અજંતા અને ઇલોરાની ગુફાઓમાં પણ નગ્ન યુવતીઓની મૂર્તિઓ બનેલી છે. અજંતાની ગુફામાં થયેલાં ચિત્રો ઈસુ પૂર્વે 200 વર્ષ પહેલાંનાં છે. તે જ રીતે ઇલોરાની કલાકૃતિઓ પાંચથી દસમી સદી દરમિયાન બનેલી મનાય છે. મધ્ય પ્રદેશના ખજુરાહો મંદિરમાં પણ ખુલ્લેઆમ જા-તીય સમાગમનું ચિત્રણ કરાયેલું છે. આ મંદિર એક હજાર વર્ષ જૂનું મનાય છે. ચંદેલ રાજાઓએ સન 950થી 1050 દરમિયાન તેને ચણાવ્યાં હતાં. તે વખતે કુલ 85 મંદિરો બનાવવામાં આવ્યાં હતાં, પણ તેમાંથી અત્યારે 22 જ બચ્યાં છે.

સ-મલૈં-ગિક સંબંધોને પ્રાચીન ભારતમાં સામાજિક માન્યતા મળેલી

યુનેસ્કોએ 1986માં ખજુરાહોને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું છે. આ મંદિરોના શિલ્પોમાં દરેક પ્રકારના સમાગમનું નિરૂપણ જોવા મળે છે. દરેક પ્રકારના સે*ક્સનાં આસનો બતાવાયાં છે અને એક સાથે ત્રણ વ્યક્તિઓ વચ્ચે યૌ*નસંબંધો દર્શાવાયા છે. અનોખી બાબત છે કે હમણાં સુધી ભારતમાં સ-મલૈં-ગિક સંબંધો ગેરકાનૂની હતા, પણ સદીઓ પહેલાં આ દેશમાં શિલ્પોના માધ્યમથી સ-મલૈં-ગિકતા બતાવવામાં આવી હતી.

13મી સદીમાં માઉન્ટ આબુ પાસેના દેલવાડાનાં મંદિરોમાં પણ સંગેમરમરમાં અંતરંગ સંબંધોનાં શિલ્પો બનેલાં છે. દુનિયાના બીજા દેશોમાં સ-મલૈં-ગિક સંબંધોના મામલે સંઘર્ષ ચાલતો રહ્યો હતો, પરંતુ પ્રાચીન ભારતમાં તેને સામાજિક માન્યતા મળેલી હતી. અમર દાસ વિલ્હેમના પુસ્તક ‘તૃતીયા પ્રકૃતિ : પીપલ ઑફ ધ થર્ડ સે*ક્સ: અંડરસ્ટેન્ડિંગ હૉમોસેક્યુઆલિટી, ટ્રાન્સજેન્ડર આઇડેન્ટિટી થ્રૂ હિન્દુઇઝમ’માં આ વિશે લખાયું છે. તેમાં મધ્યયુગના અને સંસ્કૃતના ગ્રંથોના પ્રમાણો આપીને જણાવાયું હતું કે ભારતીય સમાજમાં ત્રીજા લિંગ તરીકે સ-મલૈં-ગિકતાની હાજરી હતી.

આ પુસ્તકમાં કામસૂત્રને ટાંકીને જણાવાયું છે કે એક જમાનામાં લૅસ્બિયનને ‘સ્વારાની’ કહેવામાં આવતી હતી. આવી મહિલા બીજી મહિલા સાથે લગ્ન કરતાં હતાં. સમાજમાં તેમના સંબંધોને સ્વીકારવામાં આવતા હતા. આ પુસ્તકમાં ગે પુરુષોને ‘ક્લીવ’ નામે ઓળખાવાયા છે. તેમને નપુંસક કહેવામાં આવ્યા છે, જેમને સ્ત્રીઓમાં રસ પડતો નહોતો.

પ્રાચીન ભારતમાં સે*ક્સ વિશેના ઘણા બધા ગ્રંથો

પ્રાચીન ભારતમાં સે*ક્સ વિશેના ઘણા બધા ગ્રંથો છે, પરંતુ કામસૂત્રમાં પ્રથમ વાર એ માન્યતા તોડવામાં આવી કે સે*ક્સમાં નારીના આનંદનું મહત્ત્વ પુરુષના આનંદ જેટલું નથી હોતું. પહેલાં એવી ધારણા હતી કે સ્ત્રીએ પરમસુખ એટલે કે ઑર્ગેઝમ માટે પુરુષ પર આધાર રાખવો પડે છે. પરંતુ વાત્સ્યાયને પ્રથમ વાર કામસૂત્રમાં જણાવ્યું કે સ્ત્રીઓને પરમસુખ માટે પુરુષોની જરૂર નથી. એક પ્રેમી તરીકે પુરુષ અને સ્ત્રીમાં ઘણો ફરક હોય છે અને તેની જા-તીય ઇચ્છા અને વૃત્તિઓમાં જમીન આસમાનનો ફરક હોય છે. વાત્સ્યાયન કહે છે, ‘પુરુષની સે*ક્સની ઇચ્છા આગ જેવી હોય છે, જે જનનાંગથી ઉપર ઊઠીને મસ્તક સુધી જાય છે. આગની જેમ તે બહુ ઝડપથી વ્યાપી જાય છે અને એટલી જ ઝડપથી શમી પણ જાય છે. તેનાથી વિપરીત સ્ત્રીની કામેચ્છા પાણી જેવી હોય છે, જે મગજથી શરૂ થઈને નીચેની તરફ આવે છે. પુરુષોની સરખામણીએ તેને જાગૃત થવામાં ઘણો સમય લાગે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *