હું 23 વર્ષની છું, મારા પિતરાઈ ભાઈ સાથે મેં અનેક વાર શરીર સંબંધ બનાવ્યા છે, પરંતુ હવે તે..

અન્ય

પ્રશ્ન: નમસ્તે સર, મારી ઉંમર 27 વર્ષ છે. મારી દીકરીનો જન્મ થયો તે સમયે મને માસિક આવ્યું હતું, પણ તે પછી તે બંધ થઇ ગયું તો હજી શરૂ નથી થયું, દીકરીના જન્મને એક વર્ષ થઇ ગયું, પણ માસિક શરૂ નથી થયું. મારે શું કરવું જોઇએ?

જવાબ: ઘણાને આવું બનતું હોય છે. પહેલી ડિલિવરી માસિક આવ્યા બાદ તે આવતું બંધ થઇ જાય છે. ઘણી સ્ત્રીને બંધ થયેલું માસિક ત્રણથી ચાર મહિનામાં શરૂ થઇ જાય છે જ્યારે ઘણી સ્ત્રીઓને વાર લાગી જતી હોય છે. આ અંગે તમારે ગભરાવાની જરૂર નથી. તમને પણ હવે થોડા સમયમાં જ માસિક શરૂ થઇ જશે, જો ન થાય તો ડોક્ટરને બતાવજો.

પ્રશ્ન: નમસ્તે સર, મારી ઉંમર 18 વર્ષ છે. મને વજાઇના આગળ નાની ગાંઠ થઇ હોય એવો અનુભવ થાય છે. ત્યાં ગાંઠની માફક ઉપસી આવ્યું છે, તે જગ્યાએ અડતાં દુખે છે અને ચળ પણ આવે છે. વજાઇનાની ઉપરની સાઇડ આ ગાંઠ થઇ છે. મને આ માટેની યોગ્ય દવા જણાવશો. મને ડર લાગે છે કે મને કેન્સર કે બીજી કોઇ ગંભીર બીમારી તો નહીં હોયને?

જવાબ: બહેન, એ રીતે ચેક કર્યાં વગર દવા ન લેવાય, કારણ કે વજાઇનાનો ભાગ ઘણો જ સેન્સિટિવ હોય છે, વળી ચેક કર્યાં વગર ખબર પણ ન પડે કે ખરેખર ગાંઠ છે કે ગૂમડું, મારો અનુભવ એવું કહે છે કે તમને ગાંઠ નહીં પણ ગૂમડું થયું હોવું જોઇએ, કારણ કે તમે તે જગ્યાએ સ્પર્શ કરો અને ચળ આવતી હોય તો તે મોટાભાગે ગાંઠ ન હોય. મારી સલાહ એ જ રહેશે કે આ અંગે શરમાવાને બદલે વહેલીતકે કોઇ સારા ગાયનેકને બતાવી દો. તમને બહુ શરમ અનુભવાતી હોય તો લેડી ગાયનેક પાસે તપાસ કરાવડાવો. બાકી શારીરિક તકલીફ બાબતે શરમાવાની જરૂર નથી, તમારે ડોક્ટરને બતાવવું જ જોઇએ, તે પછી જ દવા લેવી.

પ્રશ્ન: નમસ્તે સર, મારી ઉંમર 23 વર્ષ છે. હું મારા ફોઇના દીકરાના પ્રેમમાં છું, મને તે ખૂબ ગમે છે. આમ તો પહેલાં મને આવી લાગણી નહોતી, હું તેને ભાઇ જ માનતી હતી, તે વિદેશ ભણીને પાછો આવ્યો પછી અમે એક વાર અમારા ફેમિલી ફંક્શનમાં મળ્યાં હતાં, અહીં સવારે તે કસરત કરતો હતો, તે સમયે તેને જોઇને હું તેને ચાહવા લાગી છું. હવે હું તેને ભાઇ સ્વીકારી જ નથી શકતી, મને તે ખૂબ જ ગમે છે, તેને અડવાનું, તેને હગ કરવાનું મન થાય છે, મારે તેની સાથે લગ્ન કરવાં છે, પણ અમારી કાસ્ટમાં આ શક્ય નથી. મેં સાંભળ્યું છે કે બીજી કાસ્ટમાં મામા-ફોઇનાં સંતાનોનાં લગ્ન થતાં હોય છે. મારે તેની સાથે લગ્ન કરવા માટે શું કરવું જોઇએ? શું મારી મમ્મીને મારી ફોઇને વાત કરવા મનાવું? પણ મને ડર લાગે છે કે મમ્મી મને ખીજાશે તો?

જવાબ: બહેન, તને પ્રેમ નહીં પણ તારાં ફોઇના દીકરાના શરીરનું આકર્ષણ છે. તારી ઉંમરમાં આ થવું સ્વાભાવિક છે, પણ તું એને પ્રેમનું નામ ન આપ. હા, આકર્ષણ થાય એટલે આપોઆપ તે વ્યક્તિ ગમવા લાગે અને તેની સાથે બધું જ કરવાનું મન થાય, પણ તું એ વિચાર કે જે વાત તારા મનમાં છે તે શું તારા ફોઈના દીકરાના મનમાં છે? શું તેને તારા માટે આ પ્રકારની લાગણી છે? બને કે તેને લાગણી ન પણ હોય, માટે હવામાં તીર મારવાનો કોઇ મતલબ નથી. વળી જો તું તારા ભાઇને તારા મનની વાત જણાવીશ અને તેને તારા વિશે એવું નહીં હોય તો તારી છાપ બગડશે, માટે આ વાતમાં આગળ વધવાને બદલે તું તારું મન બીજે પરોવ. અને એ વાત સમજી લે કે તને આકર્ષણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *